લ–૦૯ : ધર્માદિ ચારને ઉપજ્યાના હેતુનું

પ્રતિપાદિત વિષયઃ

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિ એ ચારેના ઉપજ્યાના હેતુ.

મુખ્ય મુદ્દાઃ

વિવેચનમાં જ જુઓ.

૧. લક્ષણ

ધર્મ : ધરતિ ધારયતિ વા લોકાન્‌ઈતિ ધર્મઃ ।

        ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિત : ।

        ચોદના લક્ષણો અર્થો ધર્મઃ ।

વૈરાગ્ય : વૈરાગ્યમ્‌જ્ઞેયમપ્રીતિઃ શ્રીકૃષ્ણેતરવસ્તુષુ ।

જ્ઞાન : જ્ઞાનં ચ જીવમાયેશરૂપાણાં સુષ્ઠુ વેદનમ્‌।

ભક્તિ : માહાત્મ્યજ્ઞાનયુગ્ભૂરિ સ્નેહોઃ ભક્તિશ્ચ માધવે ।

ર. સ્વરૂપ(મૂર્ત)

ધર્મ : નિયમ એ ધર્મનું સ્વરૂપ છે.

વૈરાગ્ય : વિષય સાથે રાગ રહિતપણું એ વૈરાગ્યનું સ્વરૂપ છે.

જ્ઞાન : સામા પદાર્થને યથાર્થ જણાવી દેવું તે જ્ઞાનનું સ્વરૂપ છે.

ભક્તિ : ઈષ્ટદેવમાં રાગ તે ભક્તિનું સ્વરૂપ છે અથવા ઈષ્ટ પ્રત્યેનું સમર્પણ એ ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ છે.

૩. અવધિ–પારાકાષ્ઠા

ધર્મ : ઉર્ધ્વરેતા નિષ્કામપણું સિદ્ધ થવું અથવા યોગની ભાષામાં વીર્ય લાભ એ તેની અવધિ છે. તેમજ બીજા પણ પાંચેય વ્રતોની સિદ્ધિ થાય એ અવધિ છે.

વૈરાગ્ય : પ્રકૃતિ પુરુષના કાર્યમાં કયાંય મન ન રહે. ભગવાનના ચરણ વિના બીજે અણુ માત્ર પ્રીતિ ન રહે તે વૈરાગ્યની અવધિ છે.

જ્ઞાન : એક ભગવાનની જ મોટયપ મનાય. તે સિવાય બીજે કયાંય મોટયપ મનાય નહિ. તે જ્ઞાનની અવધિ છે.

ભક્તિ : ભક્તિની અવધિ નથી. જો ગણવી હોય તો ગોપીઓના જેવી ભક્તિ એમ કહી શકાય.

૪. ફળ

ધર્મ : દેહે સુખી રહેવાય અને આ લોક પરલોકમાં સુખી રહેવાય તે ધર્મનું ફળ છે. જ્ઞાન વૈરાગ્યાદિકને સુરક્ષિત જાળવી રાખે તે ધર્મનું ફળ છે.

વૈરાગ્ય : વિષયની પ્રાપ્તિ થાય તો પણ તે પ્રત્યે રાંકપણું ન આવે, ઢીલો ન પડે.

જ્ઞાન : દેહના ભાવોમાં લેવાય નહિ. અક્ષરપર્યંત કોઈના પેચમાં ન આવે, ભગવાનમાં માહાત્મ્ય સહિત પ્રીતિ થાય.

ભક્તિ : ભગવાન સ્વયં વશ થઈ જાય છે, આધિન થઈ જાય છે.

પ. ઉત્પત્તિના હેતુ

ધર્મ : કર્મ કાંડ રૂપ અને વિધિ નિષેધ રૂપ શ્રુતિ સ્મૃતિનું પ્રથમ શ્રવણ.

વૈરાગ્ય : કાળના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, પ્રલયનો વિચાર, ચટકી લાગવી, દુઃખાનુભવ થવો, પદાર્થ માત્રમાં દોષદૃષ્ટિ થવી.

જ્ઞાન : શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુના મુખે વેદાંત શ્રવણ, આસ્તિકભાવથી સત્સંગ, કાળે કરીને….’કાલેનાત્મનિ વિદન્તિ ।'(ગીતાઃ૪ -૩૮)

ભક્તિ : ભગવાનના અવતારની રીત, વિભૂતિઓ ને ધામોને યથાર્થ જાણે. અવતાર ચરિત્રો પ્રેમથી સાંભળે. ભાગવત જેવા ગ્રંથોને શ્રદ્ધાથી સાંભળે ને વિચારે. પરચા, ચમત્કાર વિગેરે આસ્તિકતાથી સાંભળે.

૬. કાર્ય

ધર્મ : ધારણ કરી રાખે, સાચવી રાખે, બગડવા ન દે.        

વૈરાગ્ય : જગત તરફ જતો રોકે.

જ્ઞાન : ભગવાનમાં જોડાવાની ઉત્સુકતા વધારે.

ભક્તિ : આનંદની છોળ્યો ઉછાળે, પોતાને ભગવાનના ભાવમાં તરબોળ કરી દે છે.

૭. આદર્શ ઉદાહરણો

ધર્મ : યુધિષ્ઠિર, ભાયાત્માનંદ સ્વામી, મયારામ ભટ્ટ.

વૈરાગ્ય : નિષ્કુળાનંદ સ્વામી, અદ્‌ભુતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, જડભરત.

જ્ઞાન : ગોપાળાનંદ સ્વામી, જનક મહારાજા, શુકદેવજી.

ભક્તિ : ગોપીઓ, પ્રેમાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી.

૮. મર્યાદાઓ

ધર્મ : તેના વડે બ્રહ્માના લોકથી આગળ ગતિ થતી નથી.

વૈરાગ્ય : જગતથી નિરસ અને ઉદાસીન કરવાની સાથે ભગવાન અને તેના ભક્તો સાથે પણ તેવી સ્થિતિ કરી દે છે.

જ્ઞાન : મહિમાના બળથી ધર્મમાં શિથિલતા આવી જાય છે. તેનો ખટકો રહેતો નથી.

ભક્તિ : ચોટવાનો સ્વભાવ હોવાથી જગતમાં પણ જલ્દી ચોટી જવાય છે, લપસણો માર્ગ છે.

૯. અન્ય વિશેષતાઓ

ધર્મ : ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રાધાન્ય હોય છે.

વૈરાગ્ય : વૈરાગ્યમાં ઉદાસીનતા અને જગત તુચ્છતાનું પ્રાધાન્ય હોય છે.

જ્ઞાન : જ્ઞાનમાં વિચાર અને વિવેકનું પ્રાધાન્ય હોય છે.

ભક્તિ : ભક્તિમાં ભાવ અને મહિમાનું પ્રાધાન્ય હોય છે.

૧૦. ઉપમાઓ – સરખામણીઓ

ઔષધીની ઉપમા

ધર્મ : ધર્મ એ સંધીની ઔષધિ છે.

વૈરાગ્ય : વૈરાગ્ય વિશલ્યકરણી ઔષધિ છે.

જ્ઞાન : જ્ઞાન એ વ્રણહારિણી ઔષધિ છે.

ભક્તિ : ભક્તિએ સંજીવની ઔષધિ છે.

ખેતીની ઉપમા

ધર્મ : ધર્મ એ વાડ્‌ય છે.

વૈરાગ્ય : વૈરાગ્ય એ નિંદવું ગોડવું વગેરે માવજત છે.

જ્ઞાન : જ્ઞાન એ ખેડવાને સ્થાને છે.

ભક્તિ : ભક્તિએ વાવણી છે. ભગવાન તેનું ફળ છે.

રસોઈ સામગ્રીની ઉપમા

ધર્મ : અગ્નિ, તાપને સ્થાને છે.

વૈરાગ્ય : લોટને સ્થાને છે.

જ્ઞાન : ઘીને સ્થાને છે.

ભક્તિ : નિષ્ઠાને સ્થાને છે.

શણગાર સામગ્રીની ઉપમા

ધર્મ : કપડાને સ્થાને છે.

વૈરાગ્ય : ઘરેણાંને સ્થાને છે.

જ્ઞાન : શરીર સ્વાસ્થ્યને સ્થાને છે.

ભક્તિ : ભક્તિરૂપી સુંદરીને સ્થાને છે.

૧૧. સાહિત્ય રસની દૃષ્ટિએ–સ્થાયીભાવ

ધર્મ : પરોપકારઃ પરોપકારની હૃદયમાં રૂચી હોવાથી તેનામાધ્યમ દ્વારા ભગવાનની આરાધના કરે છે.

વૈરાગ્ય : ત્યાગઃ ત્યાગના માધ્યમથી ભગવાનની આરાધના કરે છે, ત્યાગને પેટાળમાં રાખી ભગવાન તરફ ચાલે છે ત્યારે તેને વૈરાગ્ય નિષ્ઠાનું અંગ બને છે. (વ.પ્ર.પ્ર.૪૭)

જ્ઞાન : તપ : તપના માધ્યમથી એટલે કે વિહિત ભોગનો સંકોચ કરીને પરમાત્માની આરાધના કરે છે.

ભક્તિ : રાગ : રાગના માધ્યમથી પરમાત્માની આરાધના કરે છે. રાગ સવિષયક છે. તેનો વિષય આપતા તેની ઝંખના સંતોષાય છે. જ્યારે રાગનો સાક્ષાત વિષય ભગવાન બને પછી જે ચેષ્ટા થાય તેને ભક્તિ કહેવાય છે.

૧ર. અધ્યાત્મદૃષ્ટિએ

ધર્મ : કર્મમાં પરમાત્માનું અવતરણ એ ધર્મ છે.

વૈરાગ્ય : વિષયની સામે પરમાત્માનું અવતરણ એ વૈરાગ્ય છે.

જ્ઞાન : બુદ્ધિમાં પરમાત્માનું અવતરણ એ જ્ઞાન છે.

ભક્તિ : રાગમાં ઈશ્વરનું અવતરણ એ ભક્તિ છે.

૧૩.

ધર્મ : સુખેચ્છાનું મૂળ ધર્મ છે.

વૈરાગ્ય : વૈરાગ્યથી જિહાસા જાગે છે.

જ્ઞાન : જ્ઞાનમાં જીજ્ઞાસા પ્રધાન છે. જીજ્ઞાસાથી જ્ઞાન પોષાય છે.

ભક્તિ : ભક્તિ–પ્રેમમાં પીપાસા જાગે છે અને તેનાથી ભક્તિ પુષ્ટ થાય છે.

૧૪. અપેક્ષાઓ

ધર્મ : ધર્મની ખામીથી ધર્મરાજાને દાસી પુત્ર વિદુર રૂપે થવું પડયું.

વૈરાગ્ય : બીજા ગુણ હોય અને વૈરાગ્ય ન હોય તો મુખ વિરૂપ થાય છે. દા.ત. નારદજીને વાંદરાનું મુખ થયું.

જ્ઞાન : જ્ઞાનના અભાવથી મુશ્કેલીઓ ઉપાધિઓ સહન કરવી પડે છે. દા.ત. સીતાજીએ લક્ષમણને કડવા વેણ કહ્યાં અને દુઃખી થયા.

ભક્તિ : ભક્તિના અભાવથી શાંતિ થતી નથી. દા.ત. વ્યાસજી.