પ્રતિપાદિત વિષયઃ
આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસભાવઃ ત્રણ અંગો.
મુખ્ય મુદ્દાઃ
૧.આ ત્રણ અગ વિના જીવવું આત્યંતિક કલ્યાણ કોઈ રીતે થતું નથી.
ર.જ્યારે આ જીવને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થાય ત્યારે આ જીવ કૃતાર્થ થઈ રહ્યો છે.
વિવેચન :–
અહીં પ્રથમ અયોધ્યાપ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછયો કે આ સંસારમાં એવો પુરુષ હોય જે આઠો પહર સંસારની વિટંબણામાં એટલે કે ખેતી, વેપાર, નોકરી, ખાવું–પીવું, લેવું–દેવું વગેરે સાંસારિક વિટંબણામાં રહ્યો હોય અને ગમે તેવા યોગ્ય અયોગ્ય કર્મ થઈ જતા હોય એટલે કે દાન–પરોપકાર, તીર્થ, સેવા, ક્લેશ, રાગ–દ્વેષ, માન, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, તૃષ્ણા થઈ જતા હોય તો જ્યારે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરે તો દિવસ બધાનું પાપ બળે કે ન બળે ? તેનો ઉત્તર આપતાં મહારાજ કહે છે કે જ્યારે એ જીવ ભજન કરવા બેસે ત્યારે ઈન્દ્રિયો અંતઃકરણ અને જીવ એકાગ્ર થઈને તીવ્ર વેગથી ભજનમાં જોડાય તો દિવસ બધાનું પાપ બળી જાય અને એવી રીતે એકાગ્રતા અને તીવ્ર વેગ ન હોય તો લાંબો સમય ભજન કરે ત્યારે પાપ બળે પણ ઘડી બે ઘડી ભજનથી સમગ્ર પાપ ન બળે તેનું જે કલ્યાણ થાય તે તો ભગવાનના પ્રતાપે થાય. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછયો કે કેમ કરે તો આ જીવનો મોક્ષ થાય ? ત્યારે મહારાજ કહે કે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેણે પોતાનું સર્વસ્વ ભગવાનની સેવામાં જોડી દેવું અને તેમા ઉપયોગમાં ન આવે તેને છોડી દેવું, ત્યાગ કરવો. તો ગૃહસ્થાશ્રમી પણ નારદ સનકાદિકની પંકિતને પામે ને પરમ મોક્ષને પામે.
પછી કૃપા કરીને ત્રણ અંગની વાત કરી. મહારાજ કહે છે કે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણના અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. એ ત્રણ અંગ વિના કોઈ રીતે જીવનું કલ્યાણ થતું નથી. મહારાજ કહે અમે તો તે ત્રણે અંગને દૃઢ કરી રાખીએ છીએ. એ ત્રણ અંગમાંથી જે ભક્તને એક પણ અંગ દૃઢપણે હોય તે ભક્ત કૃતાર્થ થાય છે. તે ત્રણ અંગ કયા ? તો એક તો અતિશય આત્મનિષ્ઠા. શુકદેવજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. બીજુ પતિવ્રતાનું અંગ છે. ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. ત્રીજું દાસપણાનું અંગ જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભજન કરવું. એ ત્રણ અંગ છે.
મહારાજને આપણે ભજીએ છીએ તેની ત્રણ કક્ષા બતાવી શકાય. તેમા એક તો સ્થૂળ દેહે કરીને ભગવાનને ભજવા. દા.ત. મંદિર વાળવું કે મંદિરની કોઈ સ્થૂળ સેવા કરવી. તેવી જ ભગવાનના ભક્તોની સ્થૂળ સેવા કરવી, ધૂન્ય કરવી, કીર્તન કરવું વગેરે ભક્તિ છે પણ તેમા સ્થૂળતા વધારે છે .જ્યારે માનસી પૂજા કરવી,ભગવાનનો મહિમા વિચારવો, ચરિત્રચિંતન કરવું, પછી કથા વાર્તા ધારવી–વિચારવી વગેરે ભક્તિ અંતકરણનો વિષય છે. આ બે ભક્તિ છે તેવી જ એક આપણા જીવાત્મામાં ભગવાન પ્રત્યેની ભાવના ઊઠે છે. તે ભાવનાના માધ્યમથી ભક્તિ થાય છે. જેમકે આપણા હૃદયમાં એવી ભાવના ઊઠે કે હું ભગવાનનો સેવક છું. ભગવાન માટે મારુ સર્વસ્વ સમર્પિત કરી દઉં. મારા શરીરના ટુકડા થઈ જાય તો પણ મહારાજનો માર્ગ ન છોડું. આવું હૃદયમાં એક જાતનું ઝનૂન ઊભું થાય છે. આ બધી હૃદયથી ઊર્મિઓ ઊઠે છે તેને ભાવના કહેવાય છે.
એ ભાવનાઓ અસ્થિર હોય છે પણ વારંવાર ભાવિત કરવાથી જીવમાં તે ઠરે છે અને સ્થિર થાય છે. એ વસ્તુને અહીં અંગ કહીને બતાવ્યા છે. આવી ભાવનામય ભક્તિ ધારાવાહિતાનુ રૂપ ધારણ કરે છે. સાહિત્યમાં એમ કહ્યું છે કે દરેક માનવીના હૃદયમાં રતિ, હાસ્ય વગેરે નવ સ્થાયીભાવ મૂળ રૂપમાં ભંડારાયેલા છે. તેને યોગ્ય ઉદ્દીપન, આલંબન અને ભૂમિકા મળતાં તે શૃંગાર વગેરે રસરૂપે હૃદયથી પ્રવાહિત થઈ શરીર, ઈન્દ્રિય, મનની ચેષ્ટાઓ દ્વારા પ્રદર્શિત થાય છે. જ્યારે ભક્તિ સાહિત્યમાં તેનું સંક્ષિપ્તિકરણ કરીને પાંચ ધારામાં વિભાજિત કરવામાં આવ્યું છે. શાંત, મધુર, હાસ્ય, સખા (સખ્ય) અને વાત્સલ્ય. આ પાંચેય ભાવના દ્વારા થતી ભક્તિઓ છે. તેમાંથી પણ મુખ્ય ત્રણ–આત્મનિષ્ઠા, દાસભાવ અને પતિવ્રતા (માધુર્ય ભાવ) અંગનું અહીં મહારાજે નિરૂપણ કર્યું છે.
દૈહિક સ્થૂળ ભક્તિ અથવા ઈન્દ્રિય અંતઃકરણથી (વૈચારિક) થતી ભક્તિ તો આપણે ખૂબ કરીએ પણ જે ભાવનું નિર્માણ આપણા હૃદયમાં થવું જોઈએ તે ન થાય ત્યાં સુધી અધૂરુ છે. એ ત્રણ અંગ વિના કોઈ રીતે ભક્તિ કરવા છતાં પણ જીવનું કલ્યાણ થતું નથી. એ ત્રણમાંથી એક પણ અંગ જો સિદ્ધ થાય તો તેનો ભગવાન સાથે સાક્ષાત્સંબંધ થાય છે ને તેનું કલ્યાણ થાય છે. જીવનો ભગવાન સાથે જે સંબંધ થાય છે તે ભક્તિથી જ શકય બને છે અને તે પણ આ ભાવનાત્મક ભક્તિથી જ થાય છે. તેથી જ તો મહારાજ કહે છે કે થોડા દહાડા વધુ જીવીને પણ કોઈ એક અંગ દૃઢ થયા પછી મરે તો ઠીક. તે પહેલાં મરે તો ‘ન આત્યંતિકી મુક્તિ મૃત્યુ હ્રાસ’ કાચું રહી જાય છે.
હવે આ ત્રણે ભક્તિઓ ભાવૈકગમ્ય અને ભાવૈકસાધ્ય છે. એટલે કે તે ભાવનાના માધ્યમથી જ કરી શકાય છે અને ભાવ માધ્યમથી જ જાણી શકાય છે. આગળ આપણે જોયું તેમ સ્થાયીભાવો દરેકના હૃદયમાં બીજરૂપે પડયા છે. અહીં પણ આત્મનિષ્ઠા, પતિવ્રતા અને દાસભાવ એ ત્રણના બીજરૂપે નિર્વેદ, રતિ–પ્રેમ (અત્રે પરમાત્માના સ્વરૂપના આસ્વાદની ઈચ્છા) અને મહિમા એ દરેક ભક્તના હૃદયમાં ઓછાવત્તા અંશે બીજરૂપે પડેલા હોય છે. પછી તેને ઉદ્દીપન, આલંબન અને યોગ્ય ભૂમિકા મળતાં ઉપરની ભાવના જલ્દી વિકસે છે.
અહીં ત્રણેયનું આલંબન તો મહારાજ જ હોઈ શકે. કારણ કે અહીં આત્મનિષ્ઠા પણ ભક્તિપ્રેરિત આત્મનિષ્ઠા લેવામાં આવી છે. જ્યારે ઉદ્દીપન એટલે કે તેને ઉશ્કેરનારા પરિબળો–દાખલા તરીકે નંદસંતોને સહન કરવાનું વધારે હતું અને તે પણ ભગવાન માટે સહન કરવું પડયું હતું. એવા સંજોગો આવે અને પોતાના હૃદયમાં હર્ષોલ્લાસ તો હોય જ. તેથી આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા પાંગરે છે. મહારાજ કહે છે કે એક બાજુ દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચવિષય આદિકના લલચાવનારા ભાવો માયાનું ટોળું છે. એક બાજુ પોતાના આત્મામાં બિરાજતા પરમાત્મા સહિત પોતાનો આત્મા છે. એ બેના મધ્યમાં વિચાર રહે છે તે જ્ઞાનસ્વરૂપી શાસ્ત્રનો છે. તે સંતોએ અમલમાં મૂકવા માટે શીખવ્યો છે. એ વિચાર જ્યારે ભક્તના હૃદયમાં સ્થિર થાય છે, ઠરે છે ત્યારે તેની વૃત્તિ આત્મા અને તેમા રહેલા પરમાત્મામાં સ્થિર થાય છે. ત્યારે હૃદયમાં પ્રબળ વિવેક પ્રકાશે છે ને પોતાનું બ્રહ્મરૂપે દર્શન થાય છે. તેને વિષે અખંડિત વિરાજમાન મહારાજનાં દર્શન થાય છે. આવી જે સ્થિતિ તે વિચારની સ્થિરતાની પરાકાષ્ઠા છે અને આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે.
પતિવ્રતાના અંગમાં પરમાત્માનો સ્વાદ છે જેને રતિ કહેવામાં આવે છે. તે તેનો મૂળભાવ છે. પરમાત્માના રસિક ચરિત્ર–ચેષ્ટાઓ, મદનમોહન ‘નીરખી લાજે કોટી અનંગ રે’ ‘નીરખી લાજે કોટીક કામ’ ઈત્યાદિક પરમાત્માના શ્રી અંગનું સૌંદર્ય ઉદ્દીપક બને છે ને જગત શૃંગારની ઉલ્ટી થઈ જાય એ તેની ઉત્તમ સ્થિતિ છે.
પતિવ્રતાપણું એ વિલક્ષણ વસ્તુ છે. તેમા એક સિવાય અન્યની ઉલ્ટી થઈ ગયેલી હોય છે. પોતાના પતિ કરતાં પણ અતિ ઉત્તમ ગુણો, સુખ કે મહત્તા હોય તો પણ પતિવ્રતાને તેની ઉલ્ટી થઈ હોય તો તે પતિવ્રતા કહેવાય. પાતિવ્રત્યમાં તારતમ્ય વિવેકને સ્થાન નથી. એક મળ્યા તે જ સર્વસ્વ. પછી તે ગમે તેવા હોય. મહારાજ કહે છે કે આવું જેનું અંગ હોય તે ઈન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય અથવા અપ્સરા જેવી સ્ત્રી હોય કે દેવતા હોય કે રાજા હોય તેને જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિષ્ટાને દેખે ને અતિશય ગ્લાનિ પામીને દૃષ્ટિને પાછી ખેંચી લે છે તેમ પાછી ખેંચી લે તે પતિવ્રતાની ઉત્તમ દશા છે.
દાસભાવ ભક્તિમાં મહિમા મુખ્ય બીજ છે, મૂળભાવ છે. મારાથી અને બીજાથી મારું આલંબન કાંઈક વિશેષ છે. તે મહિમાનું બીજ છે. મૂળભાવ છે. અતિ માનુષી કાર્યો, ચરિત્રો, પરચાઓ ઉદ્દીપક છે. મહારાજની જ સેવા અથવા મહારાજના અનન્ય ભક્ત, તેનું કાર્ય અને તેના સંકલ્પોની સેવામાં હૃદયથી સંપૂર્ણપણે જોડાઈ જવું અને તેનાથી ઈતર જે શક્નિો વ્યય તેમાંથી સંપૂર્ણ નિવૃત્તિ એ દાસત્વની ઉત્તમ દશા છે.
મહારાજ કહે છે કે રાત દિવસ પોતાના ઈષ્ટદેવના રાજીપા સારુ એમ ઈચ્છા કરે કે ‘મને મારા ઈષ્ટદેવ જો આજ્ઞા કરે તો હર્ષે કરીને કરુ’ પોતાના ઈષ્ટદેવની ઈચ્છા પ્રમાણે ઈષ્ટદેવની સેવામાં જ પરમ આનંદ માને. એ દાસત્વની ઉત્તમ દશા છે. યાવદ બુદ્ધિ બલોદય– પોતાની જે શક્તિ છે તે પોતાના ઈષ્દેવની સેવામાં અને પ્રસન્નતામાં વપરાય પણ બીજી કોઈ જગ્યાએ વ્યર્થ ન જાય એ દાસત્વની ઉત્તમ દશા છે. મહારાજ કહે એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે ને બીજા મુક્તાનંદ સ્વામી છે. એ ત્રણ અંગથી જે બાહર રહ્યા તે તો કેવળ પામર કહેવાય.
મહારાજ કહે આ જીવનો તો અવળો સ્વભાવ છે. જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે ત્યાગની ભાવનાઓ ઊઠે ને જ્યારે ત્યાગ કરે ત્યારે પાછી સંસારની ભાવનાઓ ઊઠે. માટે ભગવાનના ભક્ત હોય તેને એવા અવળા સ્વભાવનો ત્યાગ કરવો ને કોઈ એક માર્ગ પકડી ભાવના સ્થિર કરવી. જગતના ભાવોનો ત્યાગ કરવો. મહારાજમાં જોડાવા માટે કોઈ એક ભાવમાં સ્થિરતા લાવવી. ભગવાનના ભક્તને દુઃખ દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી. એ તો પંડે ભગવાન એ ભક્તની પરીક્ષા લેવા દુઃખને પ્રેરે છે. પછી પડદા પાછળ રહીને જુએ છે અને ધીરજ જુએ છે. પછી સાચા ભક્ત પર રાજી થાય છે માટે દુઃખમાં ભગવાનની ઈચ્છા જાણી રાજી રહીને ભજન કરવું.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો; જે હે મહારાજ ! એ ત્રણ જે અંગ તમે કહ્યા તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે. તે કોઈકના જ સમજ્યામાં આવે ને કોઈકના જ વર્ત્યામાં આવે પણ સર્વને ન આવે અને આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે. તે સર્વેને તો આ વાર્તા સમજવી કઠણ છે. માટે તે કેમ કરે ત્યારે તેનું રૂડું થાય ? તેનો ઉત્તર કરતાં મહારાજ કહે છે કે એ તો એ ત્રણ અંગવાળા માંહિલો જે હરિભક્ત હોય તેનો દાસાનુદાસ થઈને તેની આજ્ઞામાં રહે તો તે કાંઈ ન સમજતો હોય તો પણ છતે દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે ને કૃતાર્થ થઈ રહ્યો છે. આ સંસારને વિષે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા અતિશય મોટો છે. તે ગમે તેવો પામર અને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે. એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે. માટે જેને ભગવાનના ભક્તની સેવાની પ્રાપ્તિ થઈ તેને તો નિધડક રહેવું.
મહારાજે અહીં સાચા ભક્તનો મહિમા અતિ કહ્યો છે. એક તો ભગવાનના દાસ બનવું અને બીજું ભગવાનના સાચા ભક્તના દાસ બનવું એ બેમાં મહારાજની દૃષ્ટિએ મહારાજ ને રાજી કરવા માટે સાચા ભક્તના દાસ બનવું એ વધારે શ્રેષ્ઠ છે. જે નિષ્ઠા કે સમર્પણભાવ ભગવાનમાં કરવો તેના કરતા ભગવાનના સાચા અને શ્રેષ્ઠ ભક્તમાં કરવો તે વધારે ફળ આપનાર થાય છે. એવું અનેક વચનામૃતો પરથી તરી આવે છે; પરંતુ આ વસ્તુ આવવી ઘણી કઠણ છે. ભક્ત પ્રત્યે દાસભાવ આવે ત્યારે ભગવાનનો દાસ તો તે બની જ ચૂકયો હોય છે. તેને બાકી રહેતું નથી. ભગવાનનો દાસ બન્યા પછી પણ ભક્તના દાસાનુદાસ બનવાનું ઘણી વખત બાકી રહી જતું હોય છે. તેવું જ સમર્પણની બાબતનું છે. તે વધારે કઠિન પણ છે. માટે જ તેનો મહિમા મહારાજે વધારે વર્ણવ્યો છે; પરંતુ આ વસ્તુ સમજણમાં અને વર્તનમાં આવવી ઘણી કઠણ છે અને સમજ્યા પછી પણ તેનો સદાશયથી સદુપયોગ થવો એ એનાથી પણ દુર્લભ છે. ભક્તના મહિમાને ઓથે પરોક્ષ અને સત્સંગમાં ખોટો લાભ ઉઠાવનારાની ખોટ નથી. ઢગલાબંધ ઈતિહાસ તથા જીવતાં ઉદાહરણો મળી આવશે પણ શુદ્ધ આશયવાળા અને મહિમાને ઓથે આ લોકની ખિચડી નહીં પકવનારા ઘણા ઓછા મળશે. માટે તો મહારાજે ત્યારે પણ એ સભામાં એમ કહ્યું કે એવા તો ગોપાળાનંદસ્વામી ને મુક્તાનંદસ્વામી છે. વળી મહારાજ કહે કે વિશેષ કરીને તો અમે આ મુક્તાનંદસ્વામીમાં હેતને લઈને આ વાત કરી છે. ત્યારે સ્વામીએ કહ્યું કે હા મહારાજ મેં પણ એમ જાણ્યું છે જે આ વાત મારે માટે જ કરી છે.