ગપ્ર–૪૬ : આકાશની ઉત્પત્તિ અને લયનું

પ્રતિપાદિત વિષય :

ભૌતિક અને ચિદાકાશની ચર્ચા.

મુખ્ય મુદ્દા :

ભૌતિક આકાશ અને ચિદાકાશ બન્ને ભિન્ન છે.

વિવેચન :–

અહીં આ વચનામૃતમાં આકાશની લીનતા કેમ થાય છે ? તે પ્રશ્ન છે. તેના સ્પષ્ટીકરણ માટે એમ કહેવાય કે આકાશ બે પ્રકારનો છે. ૧. ભૌતિક આકાશ. ર. ચિદાકાશ. તેમાં જે ભૌતિક આકાશની ઉત્પત્તિ–લીનતા છે તેની રીત તથા સમજણ શ્રીજી મહારાજે આ વચનામૃતમાં કહી છે; પણ જે ચિદાકાશ છે તેની લીનતા કે ઉત્પત્તિ નથી. તે નિત્ય છે. જેને શાસ્ત્રમાં નિત્યવિભૂતિ–ધામ–ચિદાકાશ વગેરે શબ્દોથી કહેવામાં આવે છે. જેની લીનતા કે ઉત્પત્તિ નથી આ વસ્તુની સ્પષ્ટતા મહારાજે કરી છે.