રાગ:- ધન્યાસરી સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ લાગેજી । ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી, તેહ વિના બીજું સરવસ ત્યાગેજી ।।૧।। રાગ :- ઢાળ ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર । ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર ।।૨।। અન્ન જમી જન અવરનું, સૂવે નહિ તાંણી…

રાગ:– પરજ સંતો મનમાં સમઝવા માટ રે, કેદિ મેલવી નહિ એ વાટ રે; સંતો૦ ।। જોઇ જોઇને જોયું છે સર્વે, વિવિધ ભાતે વૈરાટ । ભક્તિ વિના ભવ ઉદભવનો, અળગો ન થાય ઉચ્ચાટ રે; સંતો૦ ।।૧।। તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ । અવધિયે અવશ્ય અખંડ ન રહે, તો શી…

પ્રગટ ભગવાનની ભક્તિની મોટાઈ જેટલી કહીએ તેટલી ઓછી છે. તે સર્વથી શિરોમણી છે તેનાંથી કૈક પ્રાણધારીઓ તરી ગયા છે પ્રાણધારીને પરમ પદ પામવા ભક્તિ જેવું કોઈ નથી એકલી ભક્તિ સર્વ કામ પુરૂ કરી દે છે જેમ અને ક તારાઓ એક સામટા ઉગે તો પણ રાત્રીનું અંધારૂ સૂર્ય વિના સંપૂર્ણપણે કોઈ…

રાગ:- પરજ જ્યાન ન કરવું જોઇરે સંતો જ્યાન૦, અતિ અંગે ઉન્મત્ત હોઇ રે; સંતો૦ || ટેક . જો જાયે જાવે તો કરીયે કમાણી, સાચવી લાવિયે સોઇ । નહિતો બેશી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ ખોઈ રે; સંતો૦ ।।૧।। જો ડૂબકી દિયે દરિયામાં, મોતી સારુ મને મોહી । તો લાવિયે…

રાગ:- ધન્યાસરી કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી । જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હતી હૈયે હામજી ।।૧।। રાગ :- ઢાળ હામ હતી હૈયે ઘણી, પ્રભુ પ્રગટ મળવા કાજ । આ દેહે કરી જે દીનબંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ ।।૨।। આ નેણે નિરખિયે નાથને,…

રાગ:- ધન્યાસરી ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી, સહુ જનને મને સુખ ઉપજાવેજી । ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી, જે ભક્તિને શિવ બ્રહ્મા સરાવેજી ।।૧।। રાગ :- ઢાળ સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે ગુણ ગાય ઘણા । તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઈ રહે નહિ મણા ।। ૨ ।। જેહ…

રાગ:- ધન્યાસરી ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી, જેથી કોયે જીવ નવ દુઃખાયજી । મહા પ્રભુનો જાણે મોટો મહિમાયજી, સમઝે મારા સ્વામી રહ્યા છે સહુમાંયજી ।।૧।। રાગ :- ઢાળ સ્વામી મારા રહ્યા સઘળે, સર્વે સાક્ષીરૂપે સદાય । એમ જાણી દિલે ડરતા રહે, રખે કોયે મુજથી દુઃખાય ।।૨।। અંતરજામી સ્વામી સૌમાં રહી,…

રાગ:- ધન્યાસરી એની સેવા કરવી શ્રદ્ધાયેજી, તેહમાં કસર ન રાખવી કાંયજી । મોટો લાભ માની મનમાંયજી, તક પર તત્પર રે’વું સદાયજી ||૧|| રાગ :- ઢાળ તત્પર રે’વું તક ઉપરે, પ્રમાદ પણાને પરહરી । આવ્યો અવસર ઓળખી, કારજ આપણું લેવું કરી ।।૨।। અવસરે અર્થ સરે સઘળો, વણ અવસરે વણસે વાત ।…

રાગ:- ધન્યાસરી નિરધાર ન થાય અપાર છે એવાજી, કહો કોણ જાય પાર તેનો લેવાજી । નથી કોઇ એવી ઉપમા એને દેવાજી, જેહ નાવે કહ્યામાં તો કહિયે એને કેવાજી ।।૧।। રાગ :- ઢાળ કહેવાય નહિ કોઇ સરખા, એવા મનુષ્યાકાર મહારાજ । એને મળતે સહુને મળ્યા, એને સેવ્યે સર્યાં સહુ કાજ ।।૨।।…

રાગ:- ધન્યાસરી સુખ અતોલ પામવા માટજી, તન મન ધન મર જાય એહ સાટજી । તોય ન મુકિયે એહ વળી વાટજી, તો સર્વે વારતા ઘણું બેસે ઘાટજી ।।9|| રાગ :- ઢાળ ઘાટ બેસે વાત સરવે, વળી સરે તે સર્વે કામ । કેડે ન રહે કાંઇ કરવું, સેવતાં શ્રીઘનશ્યામ ।।૨।। સહુના સ્વામી…

રાગ:- ધન્યાસરી નથી અંધારૂં નાથને ઘેરજી, એપણ વિચારવું વારમવારજી । સમઝીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી ।।૧|| રાગ :- ઢાળ મે’ર કરે મોટી અતિ, જો ઘણું રહિયે ગર્જવાન । ઉન્મત્તાઇ અળગી કરી, ધારી રહિયે નર નિર્માન ||૨|| અવળાઇ કાંઇ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ…

રાગ:- બિહાગડો સરલ વરતવે છે સારૂંરે મનવા સરલ, માની એટલું વચન મારૂં રે મનવા૦ ટેક મન કર્મ વચને માનને રે મેલી, કાઢ્ય અભિમાન બારું । હાથ જોડી હાજી હાજી કરતાં, કેદી ન બગડે તે તારું રે; મનવા૦ ||૧।। આકડ નર લાકડ સૂકા સમ, એને વળવા ઉધારૂં । તેને તાપ આપી…

રાગ:- ધન્યાસરી પાષાણ મૂર્તિ પૂજે છે જનજી, તેપણ સમયે જોઇ કરે સેવનજી । સમય વિના સેવા ન કરે કોઇ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી ।।911 રાગ :- ઢાળ પ્રસન્ન કરવા પ્રભુને, સમો જોઇને કરે છે સેવ । વણ સમાની સામગ્રીએ, પૂજે નહિ પ્રતિમા દેવ ।।૨।। પરોક્ષને પણ પ્રીતે…

રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડીજી, તેને તો ભૂલ્ય આવે ઘડી ઘડીજી । માગે જો મોળ્ય તો લાવે મોજડીજી, એવી અવળાઇની ટેવ જેને પડીજી ।।૧।। રાગ :- ઢાળ ટેવ પડી અવડાઇની, સવળું કરતાં સુઝે નહિ । એવા ભક્તની ભગતિ, સુખદાયક નો’યે સહિ ||૨|| પાણી માગે તો આપે પથરો,…

રાગ:- બિહાગડો હજૂર રહિયે હાથ જોડી રે હરિશું હજુર, બીજાં સર્વેની સાથેથી ત્રોડી રે; હરિશું૦ ટેક લોક પરલોકનાં સુખ સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી । મરિચી જળ જેવાં માની લેવાં, તેમાં ખોવી નહિ ખરી મોડી રે; હરિશું૦ ||૧|| હીરાની આંખ્ય સુણી હૈયે હરખી, છતી છે તે ન નાખીએ ફોડી…

રાગ:- આશાવરી સંતો સમે સેવી લિયો સ્વામી, જેને ભજતાં રહે નહિ ખામી રે; સંતો૦ | ટેક- મટે ખોટ્ય મોટી માથેથી, કોટિક ટળિયે કામી છે । પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામી રે; સંતો૦ ।।૧।। જે પ્રભુ અગમ નિગમે કહ્યા, રહ્યા આગે કરભામી । તે પ્રભુ આજ પ્રગટ થયા…

રાગ:- ધન્યાસરી ભવજળ તરવા હરિ ભક્તિ કરોજી, તેહ વિના અન્ય તજો આગરોજી । શુદ્ધ મન ચિત્તે ભક્તિ આદરોજી, તેમાં તન મન મમત પરહરોજી ।।૧।। ઢાળ તન મન મમતને તજી, ભજી લેવા ભાવે ભગવાન । તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું, અળગું કરી અભિમાન ।। ૨ ।। કોઇ દીન હીનમતિ માનવી, ગરીબ ગ્રસેલ…

રાગ:- ધન્યાસરી કમાણી કહો ક્યાં થકી થાયજી, નરે ન કર્યો કોઇ એવો ઉપાયજી। જે જે કર્યું તે ભર્યું દુઃખમાંયજી, તે કેમ કરી કરે સેવામાં સા’યજી ।।૧।। રાગ :- ઢાળ સા’ય ન થાય ભુંડપની ભક્તિએ, કોઇ કરે જો કોટી ઘણી । પરિચર્યા પામર નરની, તે સર્વે સામગ્રી સંકટતણી ।।૨।। ઉનાળે પે’રાવે…

રાગ:- આશાવરી સંતો ભક્તિ ઉપર ભય શાનો, તે તો મન કર્મ વચને માનો રે; સંતો૦ । ટેક- જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય સમાજ શોભાનો । પામી પુણ્ય ખુટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ નાનો રે; સંતો૦ ।।૧।। ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ અનુપ કાચનો । ટકે નહિ…

રાગ:- ધન્યાસરી પૂરણ પુરૂષોત્તમ પામિયે જ્યારેજી, તન મનમાંહિ તપાસિયે ત્યારેજી। આવો અવસર ન આવે ક્યારેજી, એમ વિચારવું વારમવારેજી ।।૧।। રાગ :- ઢાળ વારમવાર વિચારવું, વણસવા ન દેવી વળી વાત । સમો જોઈને સેવકને, હરિ કરવા રાજી રળિયાત ||૨|| અવળાઇને અળગી કરી, સદા સવળું વર્તવું સંત । અવળાઇયે દુઃખ ઉપજે, વળી…

રાગ:- ધન્યાસરી ઉરમાંહિ કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિષેકજી । એહને સમાન નહિ કોઇ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી ||૧|| રાગ :- ઢાળ તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઇ રે’વું સાવધાન । તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન ।।૨।। ધર્મ વિચારીને ધનંજયે,…