ધન્યાશ્રી શુભમતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી રળિયાતજી; સુખદુઃખ આવે જો તેમાં દિન રાતજી, કાંઈ કચવાઈ ન થાય કળિયાતજી.૧ ઢાળ કળિયાત ન થાય કોઈ દિન, રહે મનમાંય તે મગન; દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઈ દન. ૨ વણતોળી વિપત માંહી, વળી ધરવી અંતરે ધીરને; સદાય…

ધન્યાશ્રી આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યાં બહુ બહુ વિઘનજી; સમજી વિચારી કર્યાં ઉલ્લંઘનજી, ભાવશું ભજ્યા શ્રીભગવનજી. ૧ ઢાળ ભજ્યા ભગવાન ભાવશું, સાબિત કરી શિર સાટ; લાલચ મેલી આ લોક સુખની, લીધી અલૌકિક વાટ. ૨ તે ભક્ત પ્રહ્‌લાદ પ્રમાણિયે, જાણિયે ધ્રુવ જનક જયદેવ; વિભીષણ અંબરીષ આદિ, ભજ્યા હરિ તજી બીજી…

ધન્યાશ્રી, સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી. ૧ ઢાળ પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ; દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ. ૨ અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ; પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ. ૩…

દે પોષવા સારુ જે દંભ, કરે છે જે કુબુદ્ધિ;ખોટાહ સુખ અરથે આરંભ, મૂકે નહિ મૂવા સુધી. ૧ તેણે જનમ પશુને પાડ, ખોયો ખાવા કારણે;મોક્ષ મારગે દીધાં કમાડ, કડી જડી બારણે. ૨ ફેરો ન ફાવ્યો થયો ફજિત, જીત ગઇ જળમાં;મેલી મુક્ત મોટપ્યની રીત, ખ્યાતિ કરી ખળમાં. ૩ આપ ડા’પણે આખો દિવસ,…

એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની;જેના અંતરમાં દિન રાત, ઇચ્છા વિષય સુખની. ૧ એને અર્થે કરે ઉપાય, શોધી સારા ગામને;પોતે પોતાનું માહાત્મ્ય ગાય, ચહાય દામ વામને. ૨ કરે કથા કીર્તન કાવ્ય, અરથ એ સારવા;ભલો દેખાડે ભક્તિભાવ, પર ઘર મારવા. ૩ એથી કેદી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું;કહે નિષ્કુળાનંદ નિરવાણ,…

જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય બળે;એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળ્યે શું વળે. ૧ માન મમતા મત્સર મોહ, ઇર્ષ્યા અતિ ઘણી;એવો અધર્મ સર્ગ સમોહ, ધારી રહ્યા જે ધણી. ૨ તેને સેવતાં શું ફળ થાય, પૂજીને શું પામિય;જે જમાડિયે તે પણ જાય, ખાધું જે હરામિયે. ૩ એનાં દર્શન તે…

નક્કી વાત છે એ નિરધાર, જૂઠી જરાય નથી;સહુ અંતરે કરો વિચાર, ઘણું શું કહું કથી. ૧ એક જમતાં બોલિયો શંખ, અસંખ્યથી શું સર્યું;એક જમીને બોલ્યો નિઃશંક, યમુના જાવા કર્યું. ૨ એમ એક પૂજ્યે પૂજ્યા સહુ, સેવ્યે સહુ સેવિયા;માટે ઘણું ઘણું શું કહું, ભેદ ભક્તના કહ્યા. ૩ હવે એવા વિના જે…

સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને;સેવ્યા મુક્ત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને. ૧ એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા;જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા. ૨ એવા સંતને પૂજીને પટ, પ્રીત્યે શું પહેરાવિયાં;તેણે ઢાંક્યાં સહુનાં ઘટ, ભલાં મન ભાવિયાં. ૩ એવા સંત મળ્યે મળ્યા…

એવા સંતતણી ઓળખાણ, કહું સહુ સાંભળો;પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો. ૧ જેના અંતરમાં અવિનાશ, વાસ કરી વસિયા;તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા. ૨ એવા શત્રુતણું ટળ્યું સાલ, લાલ જ્યાં આવી રહ્યા;તેણે સંત થયા છે નિહાલ, પૂરણ કામ થયા. ૩ એવા સંત જે હોય…

એક વાત અનુપ અમૂલ્ય, કરું છું કહેવાતણું;પણ મનભાઇ કહે છે મ બોલ્ય, ઘોળ્યું ન કહેવું ઘણું. ૧ પણ વણ કહ્યે જો વિગત્ય, પડે કેમ પરને;સંત અસંતમાં એક મત્ય, નિશ્ચે રહે નરને. ૨ માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લૈયે;મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કૈયે. ૩ કે…

પ્રતિપાદિત વિષય : ૧. કયું સાધન કઠણમાં કઠણ છે.ર. માયાનું સ્વરૂપ કેવું છે ?૩. શરીર છોડયા પછી કેવા દેહની પ્રાપ્તિ થાય છે ?૪. ભગવાનમાં દેહ અને દેહના સંબંધી જેવું હેત કરવું. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી.ર. જે પદાર્થ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા આડું આવરણ કરે તે…