પ્રતિપાદિત વિષય : દરેક દેહમાં ભિન્ન ભિન્ન જીવ રહેલો છે. મુખ્ય મુદ્દો : સંબંધીઓમાં ૠણાનુબંધ મુખ્ય છે. તેથી વધુ દુઃખિત થઈ ન જવું. વિવેચન :– આ વચનામૃતમાં સદ્. શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે અનેક દેહોમાં એક જ જીવ છે કે જેટલા દેહ છે તેટલા અલગ અલગ…
ગપ્ર–૧૧ : વાસનાનું તથા એકાંતિક ભક્તનું
પ્રતિપાદિત વિષય : વાસના તથા એકાંતિકના સ્વરૂપનું નિરૂપણ. મુખ્ય મુદ્દો : વિષય સંબંધી પ્રબળ ઈચ્છા થાય છે તેને વાસના કહેવાય ને ભગવાન મેળવવાની પ્રબળ ઈચ્છા જેને હોય તેને એકાંતિક ભક્ત કહેવાય. વિવેચન :– આ વચનામૃતમાં બ્રહ્માનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે…
ગપ્ર-૧૦ : કૃતઘ્ની સેવકરામનું
પ્રતિપાદિત વિષય : કર્યા કૃત્યને ન જાણનાર કૃતઘ્ની તેનો સંગ ન કરવો મુખ્ય મુદ્દો : સેવકરામને કૃતઘ્ની જાણીને અમે તેના સંગનો ત્યાગ કર્યો. વિવેચન :- અહીં શ્રીજી મહારાજે પોતાની તીર્થયાત્રાનો એક પ્રસંગ વર્ણવ્યો છે. અયોધ્યા પ્રાંત તરફનો સેવકરામ નામે કોઈ સાધુ છે. તે મહારાજને તીર્થયાત્રામાં ભેળો થયેલો છે. તે સાધુ…
ગપ્ર–૦૯ : ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છયાનું
પ્રતિપાદિત વિષય : પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયથી અને ભક્તિ, દર્શન વગેરેથી પૂર્ણકામપણાની પ્રાપ્તિ થાય છે. મુખ્ય મુદ્દો : ભગવાનના ભક્તને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય અને દર્શન કરતો હોય પણ જે…
ગીતા અધ્યાય-૦૨, શ્લોક ૧૧ થી ૩૦
સાંખ્યયોગનો વિષય ભગવાન બોલ્યા अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिता:।।११।। અર્થઃ હે અર્જુન ! જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવાં વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતાં રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા.…
ગપ્ર–૦૮ : ઈન્દ્રિયોની ક્રિયાને ભગવાન ને સંતની સેવામાં રાખ્યાનું
પ્રતિપાદિત વિષય : ઈન્દ્રિય અંતઃકરણને ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખવા. મુખ્ય મુદ્દો : ભગવાન અને ભગવાનના ભકતોની સેવામાં રાખે તો ઈન્દ્રિય અંતઃકરણની શુદ્ધિ થાય છે અને વિષયમાં રાખે તો અશુદ્ધિ થાય છે. વિવેચન :– શ્રીજી મહારાજે કહ્યું કે ઈન્દ્રિયોની ક્રિયાને ભગવાન કે ભગવાનના ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ…
ગપ્ર –૦૭ : અન્વય–વ્યતિરેકનું
પ્રતિપાદિત વિષય : જીવ અને ઈશ્વરનું અન્વય વ્યતિરેકપણું. મુખ્ય મુદ્દા : ૧. અનાદિ ભેદ પાંચ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. ર. તત્ત્વ ત્રણ છે. જીવ, ઈશ્વર અને માયા. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કૃપા કરી બતાવે છે કે શાસ્ત્રમાં જયાં જયાં અધ્યાત્મ વાર્તા આવે છે તે સમજાતી નથી…
ગપ્ર–૦૬ : વિવેકી, અવિવેકીનું
પ્રતિપાદિત વિષય : મુમુક્ષુઓને હિત અહિતનો વિવેક. મુખ્ય મુદ્દો : સત્સંગમાં જે વિવેકી છે તે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે. વિવેચન :– વિવેક શબ્દ ‘વિચિર્પૃથક્ભાવે’ એ અર્થમા વિચ્ ધાતુ ઉપરથી બનેલો છે અને તેનો અર્થ થાય છે વિભાગીકરણ. જે વિભાગીકરણ કરી આપે તેને…
ગપ્ર–૦પ : ધ્યાનના આગ્રહનું
પ્રતિપાદિત વિષય : ધ્યાન કરવાનો આગ્રહ રાખવો. મુખ્ય મુદ્દો : ધ્યાનમાં મૂર્તિ ન દેખાય તો પણ કાયર ન થવું અને ધ્યાનને મૂકી દેવું નહિ. વિવેચન :– અહીં શ્રીજી મહારાજ કહે છે કે રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું. આ વસ્તુ ઘણી વખત વિવાદનો વિષય બની જતી હોય…
ગપ્ર–૦૪ : નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું
પ્રતિપાદિત વિષય : માનવમાં સ્વાભાવિકપણે રહેલા અંતઃશત્રુરૂપ ઈર્ષ્યાનું સુમાર્ગીકરણ. મુખ્ય મુદ્દો : ઈર્ષ્યા ન કરવી એ ઉત્તમ છે. કરવી તો કોના જેવી કરવી ? વિવેચન :– શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનના ભકતે પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ઈર્ષ્યા એ જીવનો મોટામાં મોટો અને ઝીણામાં ઝીણો અંતઃશત્રુ છે. બાળક હોય કે…
ગીતા અધ્યાય-૦૨, શ્લોક ૦૧ થી ૧૦
અર્જુનની કાયરતાના વિષયમાં શ્રીકૃષ્ણાર્જુન સંવાદ સંજય બોલ્યા तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्।विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदन:।।१।। અર્થઃ આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. પ્રથમ અધ્યાયના અંતમાં ધૃતરાષ્ટ્રે સંજયના મુખથી સાંભળ્યું કે, અર્જુને ધનુષ્યબાણ ફેંકી દીધાં અને ‘લડાઈ નહિ કરું.’ એમ…
કડવું-18
ધન્યાશ્રી જુઓ હરિભક્ત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઈન્દ્રજી; ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઈ કહી વાત મારું ગયું મંદરજી. ૧ ઢાળ મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ; એનું સત્યધર્મ નિ’મ જોઈને, હું તો અકળાણો અતિ. ૨ એને દાને કરી ડોલિયું, મારું અચળ ઈન્દ્રાસન; માટે રાખો કહું…