યોગી મહાત્મા પુરુષોનાં આચરણ અને એમનો મહિમા यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता:।ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा:।।१९।। અર્થઃ જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ પુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે. यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता: વિષયોનું વારંવાર ચિંતન થવાથી તેમની…
ગપ્ર– ર૩ : પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું
પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની રીતિ મુખ્ય મુદ્દો : દેહાત્મબુદ્ધિનો ત્યાગ કરીને આત્મભાવથી ભગવાનને ભજવા એ જ ભગવાનને ભજવાની સાચી, શ્રેષ્ઠ અને નિર્વિધ્ન રીતિ છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે વાસુદેવમાહાત્મ્ય નામે જે ગ્રથ છે તે અમને અતિશય પ્રિય છે. કેમજે ભગવાનના ભક્તને ભગવાનને…
ગપ્ર–રર : સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું છે
પ્રતિપાદિત વિષય : વાજિંત્ર વજાડીને કીર્તન ગાનની સાથે ભગવાનની મૂર્તિની પણ સ્મૃતિ રાખવી. મુખ્ય મુદ્દો : સંગીત ભક્તિમાં મદદ થાય તેવું આયોજન કરવું. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્યાદિક વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું…
કડવું-31
ધન્યાશ્રી ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી; આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજ્યો તમે જરૂર મનજી. ૧ ઢાળ જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ; વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યો નથી સંદેહ. ૨ ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને; પુત્ર પ્રજાને પાળજો,…
ગપ્ર–ર૧ : એકાંતિક ધર્મવાળાનું – અક્ષરના સ્વરૂપનું
પ્રતિપાદિત વિષય : ભગવાનને અતિ પ્રસન્ન કરવાનો ઉપાય. મુખ્ય મુદ્દા : ૧. અક્ષર મુક્તની પંકિતમાં ભળવું છે તેવો નિર્ણય. ર. અખંડ ચિંતવન. ૩. જગત સંબંધ વિચ્છેદ. ૪. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તેને…
ગપ્ર–ર૦ : અજ્ઞાનીનું – પોતાના સ્વરૂપને જોવાનું
પ્રતિપાદિત વિષયઃ કયું અજ્ઞાન અતિશય મોટું છે ? અને મોટામા મોટો અજ્ઞાની કોણ ? મુખ્ય મુદ્દોઃ જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. વિવેચન :- અહી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે કે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે ? પ્રશ્ન થોડો વિચક્ષણ છે. અજ્ઞાની કોણ છે…
ગીતા અધ્યાય-૦૪, શ્લોક ૦૧ થી ૧૮
સગુણ ભગવાનનો પ્રભાવ અને કર્મયોગનો વિષય શ્રીભગવાન બોલ્યા इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम्।विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत्।।१।। અર્થઃ આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો. અહીં इमम्योगम् શબ્દથી કર્મયોગ કહ્યો છે. કારણ કે ભગવાને જે પરંપરાનો ઉલ્લેખ-સૂર્ય, મનુ, ઈક્ષ્વાકુ વગેરે…
કડવું-29
ધન્યાશ્રી વળી કહું વાત એક અનુપજી, ભક્ત એક રત્નપુરીનો ભૂપજી; નામ મયૂરધ્વજ સદાય સુખરુપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી. ૧ ઢાળ હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભક્ત સત્યવાદી સઈ; ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઈ. ૨ કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા, અર્જુન થયા તેના શિષ્ય; યજ્ઞશાળામાં આવિયા, જ્યાં બેઠા હતા…
ગપ્ર–૧૯ : આત્મનિષ્ઠા આદિક ગુણની અપેક્ષાનું
પ્રતિપાદિત વિષય : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે. મુખ્ય મુદ્દો એ ચારેય ગુણ સિદ્ધ કરવા. વિવેચન :- આ વચનામૃતમાં મહારાજ કહે છે કે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય તેણે એકલી આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય તથા સ્વધર્મ એમ એક એક ગુણથી કાર્ય સરતું નથી. ચારે…
ગપ્ર–૧૮ : વિષય ખંડનનું–હવેલીનું
પ્રતિપાદિત વિષય : ૧. પંચવિષયનો વિવેક. ર. સંગતિનો વિવેક. ૩. કોઈનો વાદ ન લેવો. ખાસ કરીને મહારાજની ક્રિયાનો વાદ ન લેવો. મુખ્ય મુદ્દા : ૧. મુક્તિમાં મુખ્ય કારણ શાસ્ત્રોક્ત આચરણ છે. ર. જે પંચવિષય બંધન કરે છે તેના તે જ જો વિવેકપૂર્વકને ભગવાનના સંબંધયુક્ત થાય તો મુક્ત કરનારા બને છે.…
કડવું-27
ધન્યાશ્રી સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભક્ત પ્રભુનો પૂરો પુનિતજી; સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી. ૧ ઢાળ કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ; પોતે પોતાની પ્રજા પાસે, રખાવે બહુ અનાજ. ૨ એમ કરતાં આવી પડ્યો, બાર વરસનો વળી કાળ; એકાદશ વરસ અન્ન પો’ચિયું,…
ગપ્ર–૧૭ : સત્સંગમાં કુસંગનું – મોળી વાત ન કર્યાનું
પ્રતિપાદિત વિષય : સત્સંગમાં રહેલ કુસંગને દૂર કરવો. મુખ્ય મુદ્દો : ભગવાનના મહિમાને ઓથે ભગવાનની પ્રસન્નતાના સાધનોનો મહિમા ઘટવો ન જોઈએ. તેનો ઘાત થવો ન જોઈએ. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે સત્સંગમાં કુસંગ નભ્યો જાય છે તેને આજે કાઢવો છે. તે સત્સંગમાં કુસંગ તે શું ? તો…
ગપ્ર–૧૬ : સત્યાસત્યના વિવેકનું
પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તને સત્–અસત્નો વિવેક. મુખ્ય મુદ્દા : ૧. પોતાના અવગુણનો ઓળખીને ત્યાગ કરી દેવો. ર. સંતના પોતાના સાચા આત્મસ્વરૂપનું ભાન કરવું. વિવેચન :– આ વચનામૃતમાં સત્–અસત્ના વિવેકની ચર્ચા કરી છે. વચ.ગ.પ્ર. ૬મા હિતાહિતના વિવેકની વાત કરી છે. હિતાહિતનો વિવેક તો જ જાળવી શકાય જો વસ્તુની સાચી ઓળખાણ…
કડવું-26
ધન્યાશ્રી જ્યારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તૂલજીઃ દેશે ત્યારે જ્યારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથીનથી એમાં ભૂલ્યજી. ૧ ઢાળ ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિનાપૈસે પૂરો ન થાય; તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય. ૨ નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની…
ગપ્ર–૧પ : ધ્યાન કરવામાં કાયર ન થવાનું
પ્રતિપાદિત વિષય : જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તેનાં લક્ષણો. મુખ્ય મુદ્દો : જેના હૃદયમાં સાચી ભક્તિ હોય અથવા એકાંતિકતા હોય તેના લક્ષણો. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ”…ભગવાન તથા સંત તે મને જે જે વચન…
ગપ્ર–૧૪ : અંતે યા મતિઃ સા ગતિ નું
પ્રતિપાદિત વિષય : ૧.મહારાજે કહેલી વિશિષ્ટ પરિસ્થિતિમાં કોણ શ્રેષ્ઠ ? ત્યાગાશ્રમી કે ગૃહસ્થાશ્રમી ભકત. ર. અંતે યા મતિઃ સા ગતિઃ શ્રુતિનો આપણે ગ્રહણ કરવા યોગ્ય અર્થ શું છે ? મુખ્ય મુદ્દા : ૧. ગૃહસ્થની પ્રતિકૂળતાઓ તેને ભગવાનને માર્ગે જવામાં મદદરૂપ થઈ શકે છે. ર. ત્યાગાશ્રમીને વિશેષ અનુકૂળતાઓ ભગવાનને માર્ગે જવામાં…
કડવું- 25
ધન્યાશ્રી માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી તમને પીડ્યા સુણી સુરેશની ગુજનેજી, ઘટે એવું કામ કરવું અબુજનેજી ૧ ઢાળ અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો; માટે માગો મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો. ૨ ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન; એથી અધિક બીજું…