ધન્યાશ્રી હંસધ્વજ સુત સુધનવા જેહજી, તેને અતિ શ્રીહરિમાં સનેહજી; દૃઢ હરિભક્ત અચળ વળી એહજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુન્હામાં તેહજી. ૧ ઢાળ તેને તાતે તપાસ કઢાવી, નાખ્યો તપેલ તેલની માંઈ; શ્રીહરિના સ્મરણ થકી, વળી કાયા ન બળી કાંઈ. ૨ ત્યારે કહે તેલ તપ્યું નથી, કાં તો ઔષધિ છે એહ પાસ;…

પ્રતિપાદિત વિષય : સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિવાળાની સમજણની સ્પષ્ટતા તથા સમાધાન. મુખ્ય મુદ્દા : સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિવાળાની સમજણની ભિન્નતાનું કારણ તથા બ્રહ્મ નિરુપણની સાચી રીત. વિવેચન :– આ વચનામૃતમાં સભામાં એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને મહારાજે પ્રશ્ન પૂછયો જે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના…

અર્જુને ભગવાનનું વિશ્વરૂપ જોવું અને એમની સ્તુતિ કરવી અર્જુન બોલ્યા पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसंधान्‌।ब्रह्माणमीशं कमलासनस्थमृषींश्च सर्वानुरगांश्च दिव्यान्‌।।१५।। અર્થ : અર્જુન કહે છે-હે પ્રકાશમૂર્તે ! હું આપના શરીરમાં સઘળા દેવોને તથા અનેક ભૂતોના સમુદાયોને તથા કમળરૂપ આસનમાં બેઠેલા બ્રહ્માને તથા શંકરને તથા સર્વ ઋષિઓને તેમજ દિવ્ય આકારવાળા સર્પોને હું…

પ્રતિપાદિત વિષય  પોતાના મનનો તપાસ કરવો. મુખ્ય મુદ્દા : ૧. મનમાં બાકી રહેલી વાસનાનો નિર્ધાર કરવો. ર. ધીરે ધીરે તેને ઓછી કરવી. ૩. મનને ભગવાનના ચરિત્રમાં ગૂંચવી મેલવું. ૪. મનનો વિશ્વાસ ન કરવો પણ નિયમન કરવું. પ. મનને જીતવા મોટાની સહાય લેવી. વિવેચન :– આ નામાનું વચનામૃત છે. જેમાં અમૂલ્ય…

ધન્યાશ્રી વળી કહું એક ભક્ત વિભીષણજી, ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી; તેહ જાણી રાવણ કોપ્યો તતક્ષણજી, તેનું કોણ કરે રાક્ષસ રક્ષણજી. ૧ ઢાળ રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બા’ર; આવ્યા રામના સૈન્યમાં, ના’પ્યા ગરવા તે વાર. ૨ ત્યારે વિભીષણ કહે રખવાળને, જઈ કહો રામજીને વાત; ભક્ત તમારો નામ વિભીષણ,…

ધન્યાશ્રી વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી; ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી. ૦૧ ઢાળ મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન; નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન. ૨ વીતી વેળાએ મુનિ આવિયા, રાજા કેમ કર્યું તેં ભોજન; મને…

સંજય દ્વારા ધ્રુતરાષ્ટ્રને ઉદેશીને વિશ્વરૂપનું વર્ણન સંજય બોલ્યા एवमुक्त्वा ततो राजन्‌ महायोगेश्वरो हरि:।दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्‌।।९।। અર્થ : સંજય કહે છે કે-હે રાજન્મહાયોગેશ્વર અને સ્મરણમાત્રથી પાપને હરનારા ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે કહીને તુરત જ પૃથાપુત્ર-અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત પોતાનું રૂપ બતાવ્યું. ।।૯।। ભગવાને કહ્યું કે, હું તને દિવ્યચક્ષુ આપું છું તેનાથી…

ધન્યાશ્રી વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી; ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી. ૦૧ ઢાળ મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન; નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન. ૨ વીતી વેળાએ મુનિ આવિયા, રાજા કેમ કર્યું તેં ભોજન; મને…

(સરલ વરતવે છે સારું રે મનવાં’ એ ઢાળ) કરીયે રાજી ઘનશ્યામ રે સંતો૦ તો સરે સરવે કામ રે. સંતો૦ ટેક મરજી જોઈ મહારાજના મનની, એમ રહીયે આઠું જામ; જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે. સંતો૦ ૧ તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહિયે હૈયે કરી હામ; અચળ…

ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનું વર્ણન શ્રી ભગવાન બોલ્યા पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्त्रश:।नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।५।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પાર્થ ! મારાં સોએ-સો, અને હજારો-હજાર નાના પ્રકારનાં, અનેક વર્ણવાળાં અને અનેક આકૃતિઓવાળાં દિવ્ય અલૌકિક રૂપોને તું જો ।।૫।। पश्य मे पार्थ रूपाणि અર્જુનની સંકોચપૂર્વકની પ્રાર્થનાને સાંભળીને…

ધન્યાશ્રી દમયંતી પોકાર કરે હે રાજનજી, મેલી તમે મુજને રડવડતી વનજી; હું પતિવ્રતા મારું અબળાનું તનજી, તમ વિના મારી કોણ કરશે જતનજી. ૧ ઢાળ જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું શી રીતમાં; હે દૈવ દીધું દુઃખ તેં સામટું, તેહનું ન વિચાર્યું ચિત્તમાં. ૨ રડી લડથડી પડી ગઈ, સૂધ…

ધન્યાશ્રી વન વિષમ અતિશય વિકટજી, જ્યાં જ્યાં જાય ત્યાં પામે સંકટજી; રાત દિવસ રહે દુઃખ અમટજી, ઝાડ પા’ડ પૃથ્વી અતિ દુરઘટજી. ૧ ઢાળ દુરઘટ દેખી અટવી એહ, ચળી જાય મનુષ્યનાં ચિત્ત; તેમાં રાજા રાણી રડવડે, પડે દુઃખ ત્યાં અગણિત. ૨ ઘણાં ગોખરું કાટા ફ્રંગટા, કૌચ કંદ્રુ કરણાંનીર; આવિ સ્પર્શે એ…

ધન્યાશ્રી પછી પાંચે થયા નળપ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી; નાખી નળકન્ઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિરવાણજી. ૧ ઢાળ નિરાશી નર અમર ગયા, ત્યારે ઈન્દ્રે કર્યો ઉપાય; આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર્ય નળમાંય. ૨ ત્યારે નળ મતિ રતિ નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા ભ્રાત સાથ; રાજ સાજ સુખ સમૃદ્ધિ,…

ધન્યાશ્રી વળી કહું વાત હરિજનની અમળજી, નલરપુરીનો રાજા એક નળજી; રૂપ ગુણ શીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી. ૧ ઢાળ સબળ ને સત્યવાદી સુણી, દમયંતીએ વિચારી વાત; વરવું છે એ નળને, બીજા પુરુષ તાત ને ભ્રાત. ૨ તેહ વાત ન જાણે તાત એહનો, રચ્યો સ્વયંવર તેહ વાર; તેમાં રાજા…

પ્રતિપાદિત વિષય : દેશવાસનાનું બળવાનપણું. મુખ્ય મુદ્દા : ૧. વિવેક વિચાર કરવાથી દેશવાસના મંદ પડી જાય છે. ર. મહારાજ અને તેના સાચા ભક્તો અહં અને મમતાનું કેન્દ્ર બને તો દેશવાસના જલ્દી દૂર થાય. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે, જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય તો…

( રાગ : બિહાગડો ) શીદને રહીયે કંગાલ રે સંતો શીદને… જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો. ટેક૦ પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ; અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે. સંતો૦ ૧ રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ; ઘર લજામણી રાણી જાણી…

પ્રતિપાદિત વિષય : સાચો ત્યાગી કોણ ? મુખ્ય મુદ્દા : ૧. ત્યાગ કર્યા પછી અંતરમાંથી તે પદાર્થ દૂર ન થાય તો તે ત્યાગીની કંગાલિયત છે,રાંકાઈ છે. ર. આશ્રમ બદલવા સાથે અંતઃકરણમાં પણ બદલાવ લાવે તો જ સાચો ત્યાગી થઈ શકે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે, જેણે સંસાર…

ધન્યાશ્રી જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી; જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજ્ય કે’વાણા વિદેહજી. ૧ ઢાળ વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય; ઊઠ્યા જનક ભેટ્યા સહુને, ઘણે હેતે ઘાલી હૈયામાંય. ૨ પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિયે વાત અમે ન સમજ્યા આ મર્મને,…

પ્રતિપાદિત વિષય : કલ્યાણને અર્થે જતન કર્યાનો માર્ગ કે ઉપાય મુખ્ય મુદ્દા         ૧. ભગવાનના શ્રેષ્ઠ ભકતોના આશીર્વાદથી કલ્યાણના માર્ગે ચાલવાનું બળ મળે છે જતન કરવાની બુદ્ધિ સુઝે છે ૨. ભગવાનના ભકતોનો કુરાજીપો અથવા હદયનો કકળાટ મોક્ષની બુદ્ધિનો સમૂળો નાશ કરે છે ને આસુરી બુદ્ધિ ઉદય કરે…

ધન્યાશ્રી આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તેતો પરલોકના સુખને કાજજી; એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી. ૧ ઢાળ ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જ્યારે રહે એ રાજાની રીત; ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત. ૨ અંગથી અળગું અવનિએ, વળી જે જે જણસો હોય; તેતે…

પ્રતિપાદિત વિષય : સુખના ધામ એવા પરમાત્મામાં જીવની વૃત્તિ ચોટતી નથી અને જગતમાં ચોટે છે તેનું કારણ શું છે ? ભગવાનનો ભકત આનંદ સ્વરૂપ એવા પરમાત્માને પામીને પણ કલેશ કેમ પામે છે ? મુખ્ય મુદ્દા         ૧. પરમાત્માને મૂકીને માયિક અને નાશવંત પદાર્થોમાં જીવની વૃત્તિ ચોટી જાય…