પ્રતિપાદિત વિષયઃ યોગનિષ્ઠા તથા સાંખ્યનિષ્ઠા. મુખ્ય મુદ્દા         ૧.અભ્યાસ દ્વારા મનને કેન્દ્રિત કરી સુખ દુઃખથી પર થવું તે યોગદૃષ્ટિ છે. ર.આપાત રમણીય સુખોની પાછળ ભયંકર દુઃખો રહેલા છે તેને જોતા શીખવું તે સાંખ્યદૃષ્ટિ છે. વિવેચન :– આ વચનામૃતમાં મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે જે ભગવાનને વિશે અચળ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનમાં પ્રીતિનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.પ્રિયતમની મરજી પ્રમાણે વર્તે એ પ્રીતિનું લક્ષણ છે. ર.ભગવાનને રાજી કરવા ભગવાનનું સાંનિધ્ય દૂર કરવુ પડતું હોય તો તે પણ કરવું પણ મરજી ન લોપવી. વિવેચન :– આ વચનામૃત પ્રીતિનું વચનામૃત છે. આ વચનામૃતમાં સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. ભગવાનને વિષે પ્રીતિ હોય…

પ્રતિપાદિત વિષયઃ દયા અને સ્નેહ. મુખ્ય મુદ્દાઃ ૧.જેને સાધનકાળમાં સત્સંગનો યોગ હોય તેને બ્રહ્મરૂપ થયા પછી પણ ભગવાન અને તેના ભક્તોમાં દયા અને સ્નેહ રહે છે.ર.કુસંગનો યોગ હોય તો ભગવાન અને તેના ભક્તમાં દયા અને સ્નેહ રહેતાં નથી.૩.દયા અને સ્નેહ ભગવાન કે ભગવાનના ભક્ત પ્રત્યે થાય તો તે સદ્‌ગુણ છે.૪.દયા…

પ્રતિપાદિત વિષયઃ તપે કરીને ભગવાનને રાજી કરવા. મુખ્ય મુદ્દાઃ ૧.વિવેકી સાધુ હોય તેણે તપે કરીને ભગવાનને રાજી કરવાની ઈચ્છા રાખવી. ર.દરેકના અલગ ઈશક હોય છે. ભગવાનને રાજી કરવા ઈચ્છતા સંતોએ તપનો ઈશક રાખવો.(મહારાજની જેમ) ૩.મહારાજને સર્વ કર્તા માનવા. વિવેચન :– આ વચનામૃત તપે કરીને ભગવાનને રાજી કરવાનું છે. મહારાજના શરીરમાં…

આત્મ-ઉદ્ધાર માટે પ્રેરણા અને ભગવત્પ્રાપ્ત પુરુષનાં લક્ષણો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्‌।आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:।।५।। અર્થઃ પોતાના વડે પોતાનો સંસાર-સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે; કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર કે શત્રુ છે. उद्धरेदात्मनात्मानम्‌…પોતાની જાતથી પોતાનો ઉદ્ધાર કરવો-એનું તાત્પર્ય એ છે કે, પ્રાકૃત પદાર્થ, વ્યક્તિ, ક્રિયા અને સંકલ્પમાં આસક્ત…

પ્ર્રતિપાદિત વિષયઃ મનના સ્વભાવનું નિરૂપણ. મુખ્ય મુદ્દા         ૧.મન જીવ થકી જુદું નથી તેની જ કોઈ કિરણ છે. ર.જેવા વિષય તેવું બની જવું તેવો મનનો સ્વભાવ છે. ૩.મનમાં વિવેક રાખવો એ સંતનો સ્વભાવ છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે આજે અમે મનનું રૂપ વિચારી…

પ્રતિપાદિત વિષયઃ પાડાખાર પ્રકૃતિ અથવા અતિ વેરની ડંખીલી પ્રકૃતિ. મુખ્ય મુદ્દાઃ ૧.ખારીલી(ડંખીલી) પ્રકૃતિવાળાને સાધુ ન કહેવાય. ર.જો ભક્તને ભગવાનનો મહિમા સમજાય તો તે ડંખીલી પ્રકૃતિ નાશ પામે છે. વિવેચન :– આ વચનામૃતને પાડાખારનું વચનામૃત કહેવામાં આવે છે. પાડાઓની જાતમાં પોતાની જ્ઞાતિ પ્રત્યે અથવા બીજા પાડા પ્રત્યે તીવ્ર દ્વેષ અને વેર…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનું સંગણ – નિર્ગુણપણું. મુખ્ય મુદ્દાઃ ૧.સંગણપણું અને નિર્ગુણપણું એ તો ભગવાનનું ઐશ્વર્ય છે. ર.મનુષ્યાકાર, સચ્ચિદાનંદ એવા પ્રત્યક્ષ મહારાજ એ ભગવાનનું મૂળ રૂપ છે. ૩.ભગવાનના સંગણ – નિર્ગુણ ભાવને યથાર્થ જાણે તો તેને કાળ, કર્મને માયા બંધન કરતા નથી. વિવેચન :– આ વચનામૃત સંગણ નિર્ગુણ ભાવનું છે. અહીં…

પ્રતિપાદિત વિષયઃ વૈરાગ્ય ઉદય થયાનું કારણ. મુખ્ય મુદ્દાઃ ૧.જો સર્વે અહંતા–મમતા મૂકે તો ગૃહસ્થને પણ ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રહે. ર.સંત અને સત્‌શાસ્ત્રનાં વચને કરીને જેને ચટકી લાગે તેને વૈરાગ્ય ઉદય થાય. ૩.પરમાત્માની સાચી ઓળખાણને આત્યંતિક કલ્યાણ કહેવાય. વિવેચન :– આ વચનામૃતમાં બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો જે, હે મહારાજ…

પ્રતિપાદિત વિષયઃ મત્સર ટાળવો. મુખ્ય મુદ્દાઃ ૧.બીજાના સારામાં પોતાના અંતરમાં દાઝ થાય તેને મત્સર કહેવાય. ર.સ્ત્રી, ધન, સારું ભોજન અને માન એ મત્સર ઉપજવાના હેતુ છે. ૩.સંતને માર્ગે ચાલે, મત્સર ટાળવાનો દૃઢ નિરધાર કરે અને ભગવાન ને ભગવાનના ભક્ત માટે સર્વસ્વ કુરબાન કરી રાખે તો તેનો મત્સર ટળે છે. વિવેચન…

કર્મયોગનો વિષય અને યોગારૂઢ પુરુષનાં લક્ષણો શ્રીભગવાન બોલ્યા अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य:।स संन्यासी च योगी च निरग्निर्न चाक्रिय:।।१।। અર્થઃ કર્મફળનો આશ્રય લીધા વિના જે શાસ્ત્રમાં કહેલા કર્તવ્યકર્મો કરે છે તે સંન્યાસી છે, યોગી છે; જે યજ્ઞનો કે કર્મમાત્રનો ત્યાગ કરે છે તે સંન્યાસી કે યોગી નથી. अनाश्रित: कर्मफलम्‌-આ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન મુખ્ય મુદ્દાઃ ૧.પોતાના એકાંતિક ભક્તોને લાડ લડાવવા તે અવતાર ધર્યાનું મુખ્ય પ્રયોજન. ર.ધર્મનું સ્થાપન અને અસુરોના નાશનું પણ પ્રયોજન. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો છે. ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં…

પ્રતિપાદિત વિષયઃ નિશ્ચિત ધ્યેયનું મહત્ત્વ. મુખ્ય મુદ્દો         ૧.મરીને ભગવાનના અક્ષરધામમાં જવું છે એવું દૃઢપણે ધ્યેય નક્કી કરવું. વિવેચન :– આ વચનામૃતની શરૂઆત મહારાજે કૃપા વાકયથી કરી છે. આ ધ્યેય નિશ્ચિત કરવા માટેનું વચનામૃત છે. મહારાજ કહે છે કે બે સેના સામસામે પરસ્પર લડવા તૈયાર થઈ હોય,…

પ્રતિપાદિત વિષયઃ મોક્ષમાર્ગના સર્વે અર્થ સિદ્ધ થયાનું. મુખ્ય મુદ્દાઃ ૧.વૈરાગ્યની દુર્બળતાએ જગતનું પ્રધાનપણું દૂર થતું નથી અને સત્સંગનું પ્રધાનપણુ થતું નથી.ર.સત્સંગમાં આવતાં જ સારું અંગ બંધાઈ જાય તો જગતનું પ્રધાનપણું મટી જાય અને ભગવાનનું પ્રધાનપણું રહે.૩.સાચા સદ્‌ગુરુમાં પરમાત્મા બુદ્ધિની નિષ્ઠા થાય તો પણ જગતનું પ્રધાનપણું દૂર થાય અને ભગવાનનું પ્રધાનપણું…

પ્રતિપાદિત વિષયઃ સાક્ષીનું જાણપણું. મુખ્ય મુદ્દાઃ ૧.જીવનું જાણપણું પણ સાક્ષીના જાણપણાને આધારિત છે. ર.સાક્ષી મૂર્તિમાન થકા પણ વ્યાપક બની શકે. વિવેચન :– આ વચનામૃત સાક્ષીના જાણપણાનું વચનામૃત છે. મહારાજની પ્રેરણાથી ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછયું. આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે ? ત્યારે સ્વામીએ…

પ્રતિપાદિત વિષયઃ કલ્યાણના માર્ગનું શ્રેષ્ઠ સાધન. મુખ્ય મુદ્દા         ૧.જેને પ્રગટ મહારાજ અને પ્રગટ સંતનું માહાત્મ્ય સમજાયું તેને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો તેમ જાણવું. ર.સ્વપ્નસૃષ્ટિ ભગવાન સર્જી આપે છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જીવના કલ્યાણના અર્થે જે જે સાધનો બતાવ્યાં છે તે…

પ્રતિપાદિત વિષયઃ સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહેવા માટેના પરિબળો. મુખ્ય મુદ્દાઃ ૧. ખાસ કરીને યુવાવસ્થામાં જેને અયોગ્ય ઘાટ ઉપર ખટકો હોય કે મને તે થાય તે બરાબર નહિ તે વધતો રહે છે. ર. છોકરાની સોબત, જીહ્‌વાના સ્વાદમાં અરુચિ તથા દેહ દમન એ વધવાનાં લક્ષણો છે. ૩. સદાય ચડતા રંગ…

પ્રતિપાદિત વિષયઃ બુદ્ધિમા ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ આવવાનું કારણ. મુખ્ય મુદ્દાઃ ૧. કોઈ ગરીબને દુભવ્યા હોય, માબાપની ચાકરી ન કરી હોય, કોઈ સાચા ભક્તની આંતરડી કકળાવી હોય તો બુદ્ધિ શાપિત થઈ જાય છે. પછી તેને બુદ્ધિમાં ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ જ આવે. ર. તેઓને રાજી કર્યા હોય ને…

પ્રતિપાદિત વિષયઃ કુસંગના બે મત. જેનાથી દૂર રહેવું. મુખ્ય મુદ્દો નાસ્તિક અને શુષ્કવેદાંતીના મતની સમજણ. વિવેચન :– મહારાજ કહે અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વથી અધિક કુસંગ તે એ છે કે જેને પરમેશ્વરની ભક્તિ નહિ અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ…

ભક્તિસહિત ધ્યાનયોગનું વર્ણન स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवो:।प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ।।२७।।यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायण:।विगतेच्छाभयक्रोधो य: सदा मुक्त एव स:।।२८।। અર્થઃ બહારના વિષયભોગોને બહાર જ રાખીને, દૃષ્ટિને બે ભવાં વચ્ચે સ્થિર કરીને, નાક વાટે આવતા જતા પ્રાણ અને અપાન વાયુની ગતિ સમાન કરીને જેણે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યાં છે, જે ઈચ્છા, ભય અને ક્રોધથી…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનો નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાન મારા છે ને હું ભગવાનનો છું એવો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવો તે નિશ્ચય છે. ર. પ્રથમ ઈન્દ્રિયોમાં, પછી અહંકારમાં, પછી ચિત્ત, મન, છેવટે બુદ્ધિ અને છેલ્લે જીવમાં નિશ્ચય થાય છે. ૩. જીવમાં નિશ્ચય હોય તો ભગવાન ગમે તેવા ચરિત્ર કરે તો…