लभ्यतेऽपि तत्कृपयैव ।।४०।।
ભગવત્કૃપાથી જ તે પ્રાપ્ત થાય છે.
મહાપુરુષોનો સંગ પણ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે ભગવાનની કૃપા પુર્વના પુણ્યથી થાય છે. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે ભગવાન રાજી થાય ત્યારે તેને ભગવાન કહે છે કે રૂડા સાધુનો સંગ આપુ છું. અથવા ભગવાન राङ थाय तेवं डरवानी जुध्धि आयुं धुं. ‘ददामि बुध्धियोगं तं येनमामुपयान्तिते ।’ કોઈને મનમાં એવી શકાં થાય કે ભગવાનની કૃપાથી સંત મળે અને સંતની કૃપાથી ભક્તિ થાય તો પછી એમ જ સીધુ કેમ ન માની લેવું કે ભગવાનની કૃપાથી ભક્તિ જ સીધી પ્રાપ્ત થાય છે? સંત ને વચ્ચે લાવવાની શી જરૂર છે? તો તે વિષયમાં એમ કહેવામાં આવે છે કે કૃપા ભિન્ન વિષયમાં કહેવામાં આવે છે અને તેને અનુસારે તે તે કાર્ય થાય છે. જેમ આપણાથી સારૂ કાર્ય થાય તો તે ભગવાનની કૃપા, શરીરે સાજા રહીયે તે ભગવાનની કૃપા તેમ કૃપા ભિન્ન ભિન્ન વિષયક હોય છે અને તેનાથી તેજ કામ થાય છે ભગવાનની કૃપાથી ભક્તિ જરૂર થાય છે પણ તે ખુબ વિરલ છે પરંતુ મોટે ભાગે સંતની કૃપાથી જ ઘણું કરીને જીવના હૃદયમાં ભક્તિ આવે છે પ્રહલાદ, ધ્રુવ, ચિત્રકેતુ, ખુદ નારદ વિગેરેને સંતની કૃપાથી ભક્તિ પ્રાપ્ત થયેલી છે. કોઈ દયાળુ શેઠ યાચકને ફળ આપે છે અને કોઈ દયાળુ શેઠ ફળનો બગીચો જ દાનમાં આપી દે છે તેમ ભગવાન ભક્તિ આપે તો ફળને ઠેકાણે છે સત્સંગ-મહાપુરૂષનો સંગ આપે તો ફળનો બગીચો જ આપી દીધા તુલ્ય છે કારણ કે અનંતકાળ સુધી તેમાંથી ફળ મળ્યાજ કરે છે કોઈકનું કહેવાનું એમ છે કે “તત્કૃપયા” થી “મહત્કૃપિયા” એવો અર્થ લેવો તો ત્યાં શાસ્ત્ર બાધ આવશે. કારણ કે તો મુમુક્ષુને મહાપુરુષને શોધવા-ખોળ કરવા કહ્યું છે જો મહાપુરુષની કૃપાથી જ મહાપુરુષ મળતા હોય તો મુમુક્ષુએ કોઈ પ્રયત્ન કરવાનો રહેશે નહિં. અને સંતપુરુષોની ખોજ બંધ થઈ જશે અને અસત્ પુરુષો પોતાની પ્રવૃતિમાં ખુબ સફળ થશે. માટે સત્ પુરુષની ખોજ ચાલુ અને સાર્થક રહે તે માટે ભગવત્ કૃપા અર્થ લેવો વધારે યોગ્ય ગણાશે.