तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ।।१५।।
હવે અનેક મતભેદોથી ભક્તિના લક્ષણો કહીએ છીએ.
આગળના સૂત્રોમાં એ બતાવ્યુ કે નિશ્ચય દૃઢ થયા પછી અર્થાત્ ભક્તિની દૃઢતા થયા પછી લોક અને શાસ્ત્રનું રક્ષણ કરવું પરંતુ તેના પહેલા તેના ચક્કરમાં ન પડવું
પણ ભક્તિની દૃઢતા કરવી અન્યથા ભક્તિના માર્ગ થકી પડી જવાની આશંકા રહે છે હવે એ બાબતની જરૂર રહે છે કે ભક્તના હૃદયમાં ભક્તિની દૃઢતા થઈ છે કે નહી? તે ક્યા માધ્યમથી જાણી શકાય? તેટલા માટે ભગવાન પ્રત્યેનાં પ્રેમની દૃઢતા અથવા ભક્તિની દૃઢતાના લક્ષણો હવે બતાવે છે. કોઈને એમ શંકા થાય કે લક્ષણો તો ‘सिध्धो भवति अमृतो भवति’ વગેરે બતાવીજ દીધા છે તો તેનું સમાધાનએ છે કે તેમાં ભક્તિના ફળ-લક્ષણો-પરિણામ લક્ષણો બતાવ્યા છે. અંહિ ભક્તિનું આકાર-દેહ-સ્વરૂપ-ક્લેવર રૂપે પણ બતાવવામાં આવે છે. જેમ ગુરુમાં શ્રધ્ધાનું ફળ તત્વજ્ઞાન છે અને ગુરૂમાં શ્રધ્ધાનું મુર્ત ક્લેવર-મુર્ત સ્વરૂપ તો ગુરૂસેવા જ છે. માટે બન્ને અલગ અલગ હોય શકે અને બન્ને દૃષ્ટિથી તપાસ થવો જરૂરી છે. તેમ ભક્તિ જેના હૃદયમાં આવે ત્યારે કેવા લક્ષણો હોય તે બતાવ્યા.
પણ ભક્તિ કેવા આકારમાં-કેવા સ્વરૂપમાં વ્યક્તિમાં મૂર્તિમાન આવે છે તે હવે બતાવી રહ્યા છે. પેલા બતાવ્યું તે ભક્તિના અવ્યક્ત સ્વરૂપને લક્ષિત કરનારા લક્ષણો કહ્યા. હવે ભક્તિના પ્રગટ રૂપને લક્ષિત કરનારા લક્ષણો બતાવે છે.
બધાના હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થઈ શકે છે. ભગવાને બધાને તેની યોગ્યતા આપી છે ભક્તિ ભાવમુલક છે જ્ઞાન પ્રમાણમુલક હોય છે પરંતુ ભક્તિતો ભાવ મુલક જ હોય છે તેથી પ્રત્યેક વ્યક્તિને ભક્તિ કરવાનો ઢંગ(અંગ) અલગ અલગ હોય છે તેથી મહાત્માઓએ તે પ્રેમની દૃઢતાને અનેક લક્ષણોથી બતાવી છે.
સ્થિતિ ભેદે કરીને કર્મમિશ્રા, જ્ઞાનમિશ્રા, ઉભયમિશ્રા અને શુધ્ધા આવા ચાર પ્રકારના લક્ષણો પણ બતાવ્યા છે જેને જે રૂચે તે પ્રમાણે રૂચિ ભેદથી અને સંસ્કાર ભેદથી તે ગ્રહણ કરે છે પરંતુ અંતમાં તમામ ભક્તિ શુધ્ધ ભક્તિમાં પર્યવસન પામવી જોઈએ એ સિધ્ધાંત વાત છે.