सा न कामयमाना निरोधरुपत्वात् ।।७।।
ભક્તિ કામના સ્વરૂપ નથી કારણ કે તે નિરોધ સ્વરૂપા છે.
જો કે કામ-પ્રધુમ્ન કૃષ્ણપુત્ર છે તેથી ભક્તિ કામની માતા છે કામની ભોગ્યા નથી. એ કથન ઈતિહાસ જગતમાં ભલે સાચુ હોય પણ અધ્યાત્મ જગતમાં તો એ વાત પણ સાચી નથી. કારણ કે ભક્તિનું સંતાન કામ ન હોઈ શકે. ભક્તિનું પરીણામ કે ફળ કામ ન હોય શકે ભક્તિનું ફળતો કામનું નિકંદન ઉખેડી નાખનારૂ હોય છે.
‘हृदरोग माशु अपहिनोति अचिरेण धीरः (भा. १०-३३-४०) ભક્તિ એ કામની જનની નથી પણ હનની છે. ભક્તિતો જ્ઞાન-વૈરાગ્યની જનની છે.
ભક્તિ કામના સ્વરૂપિણી નથી. તેમાં કામનાનો સારી રીતે ઉચ્છેદ થઈ જાય છે. કરવામાં આવે છે. જ્યારે નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુનો નાશ કર્યો ત્યારે ભગવાનનો ક્રોધ શાંત કરવા બ્રહ્માજીએ નૃસિંહજી પાસે પ્રહ્લાદજીને મોકલ્યા. પ્રહ્લાદને જોતાજ નૃસિંહજી શાંત થઈ ગયા. પ્રહ્લાદજીએ સ્તુતિ કરી ત્યારે ભગવાને વરદાન માગવા કહ્યું
પ્રહ્લાદ બોલ્યા
अहं त्वकामस्त्वदभक्तस्त्वं च स्वाम्यनपाश्रयः ।
नान्यथेहावयोरर्थो राजसेवकयोरिव ।। (भा.७-१०-६)
હે પ્રભો હું આપનો નિષ્કામ ભક્ત છું અને આપ મારા અનન્યાશ્રય સ્વામી છે. રાજા અને રાજાના સેવકની જેવો પ્રાકૃત આપણો કોઈ કામના પ્રધાન સંબંધ નથી.
यदि राशीश मे कामान् वरांस्त्वं वरदर्षभ ।
कामानां हृद्यसंरोहं भवतस्तु वृणे वरम् ।। (भा.७-१०-७)
હે વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ, જો તમે મને વરદાન દેવાજ માગતા હોય તો હું આપનાથી એવું વરદાન માંગુ છુ કે મારા ચિતમાં ક્યારેય કોઈ પ્રકારની કામના જ અંકુરિત ન થાય.
માટે ભક્તિ કામના સ્વરૂપીણી નથી. તેતો કામનાને સારી રીતે ઉખેડી નાખનારી છે ને છેક ભગવાન પાસે પંહોચાડનારી છે.
કામના એક વિષયવાળી હોતી નથી. ‘बहुशाखा ही अनन्ताश्व बुध्धयो अव्यवसायिनाम्’ કામના અનેક વિષયોની હોય છે. એક પૂર્ણ થાય તો બીજી ઉદય થનારી હોય છે. જ્યારે ભક્તિ તો એક જ વિષય વાળી હોય છે તેમાં ઘડી ઘડીએ વિષય બદલનારો હોતો નથી. કામનામાં તો એક વિષય સતત ચાલે તો તેનાથી વ્યક્તિ ઉબ થઈ જાય છે જ્યારે ભક્તિ જેમ જેમ લાંબો સમય ચાલે ત્યારે તેમાં અતિ સ્વાદુ પણુ આવતું જાય છે ‘आनंदभयो अभ्यासात्’ જેમ જેમ ભક્તિને અભ્યાસ વધતો જાય છે તેમ ભગવાનનું સ્વરૂપ અને ભક્તિનું સ્વરૂપ આનંદ સ્વરૂપ અનુભવાતુ જાય છે. કામનાથી ઈન્દ્રિયો ક્ષીણ પડતી જાય છે. ”भोग नबुकता वयमेव भुक्ताः” જ્યારે ભક્તિ જેમ જેમ કરવામાં આવે તેમ તેમ વૃતિ પ્રવાહમાં બળવતા આવતી જાય છે કામનાનો પરિપાક દુઃખ છે જ્યારે ભક્તિનો પરિપાક તો અતિ આનંદ છે ભક્તિમાં સુખની દિશા બદલી જાય છે તેમાં તો સુખ દેવાનું, દેવાનું જ હોય છે કામનામાં ઉદેશ્યની મલીનતા હોય છે ભક્તિમાં ઉદેશ્ય-અંતર ઈરાદો અતિ પવિત્ર હોય છે. ભક્તિમાં કોઈ પ્રકારની કામના હોતી નથી કારણકે તે નિરોધ સ્વરૂપા છે. તપ યજ્ઞાદિકથી પાપ નાશ થઈ જાય છે પણ સંસ્કારો એટલા બધા નાશ પામતા નથી. ભક્તિ સંસ્કારોએ સહિત પાપનો નાશ કરી નાખે છે. ભક્તનું મન ભગવાનના સ્વરૂપમાં અતિ નિરોધ થાય છે ભક્તિ કરનારી ગોપીઓના મનનો જેવો શ્રી કૃષ્ણના સ્વરૂપમાં નિરોધ થયો હતો. તેવો નિરોધ યોગીઓના મનનો પણ થતો નથી.