मुकास्वादनवत् ।।५२।।
મુંગાના સ્વાદ જેવું છે.
તો પ્રશ્ન એ થાય છે કે પ્રેમની અર્નીવચનીયતા કેવી છે? તો જેમ કોઈ મુંગો માણસ અને તેણે ગોળ ખાધો હોય (અર્થાત્ કોઇ પણ અતિ સ્વાદિષ્ટ વસ્તુ ખાઇ લીધી હોય) પછી તેને પૂછો કે કેવી મીઠી વસ્તુ હતી? કેવો સ્વાદ આવ્યો? તો તે તેનો સ્વાદ શબ્દથી બતાવી શકાતો નથી કેવળ મુખ કે હાથ વડે સંકેત કરી શકે છે કે ખુબ સ્વાદિષ્ટ છે. તેમ વિશુધ્ધ પ્રેમ કેવળ આસ્વાદનમાં જ આવી શકે છે વર્ણનમાં યતાર્થ પણે આવી શક્તો નથી એવું સૂત્રનું તાત્પર્ય છે પ્રેમની અંદર અતિશય આસ્વાદન છે પણ તેને જીભથી કે શબ્દોથી અભિવ્યકતિ કરી શકાતી નથી. ‘मुकास्वादन’નો એક બીજો અર્થ એ થાય છે કે અન્ય ઈન્દ્રિયોને વ્યાપાર શુન્ય કરીને કેવળ કોઈ વસ્તુના આસ્વાદન માણવામાં આંખો બંદ કરીને તલ્લીન થઇ જાય તેને પણ ‘मुकास्वादन’ કહેવાય છે તે સ્વયં એકલાને જાણવાની વસ્તુ છે જ્યારે વ્યક્તિ કોઈ એક વિષયમાં લેલિન થઈ ગયો હોય ત્યારે તેના અન્ય ઈન્દ્રિયો તથા બીજા ઉપકરણો તેને અનુવર્તીને થઈ રહે છે અને તે ઈન્દ્રિય વિષયનો વેગ સર્વમાં લાગી રહે છે. ત્યારે તેના ઈન્દ્રિયો, મન, અને જીવ ત્રણે પ્રર્વતી જાય છે અને જીવમાં તે વિષયનો તીવ્ર વેગ લાગી જાય છે ત્યારે તેનાં જીવમાં ઠેઠ એ વિષયના સ્વાદનો ચસકો લાગી જાય છે તેને અહિં ‘मुकास्वादन’અર્થાત મૂકપણે-અસ્વાદન કહ્યું છે તેનાથી વ્યક્તિને ખાલી જીવમાં અનુભૂતિ થાય છે તે શબ્દથી યથાર્થ અભિવ્યક્તિ થઈ શક્તી નથી માટે પ્રેમ એવી વસ્તુ છે. તે આસ્વાદન માત્ર સ્વરૂ૫ છે તે ઈન્દ્રિય વ્યાપારની ગેરહાજરીમાં પણ પોતાની અનુભૂતિ તે પાત્રને કરાવનારો હોય છે વિશુધ્ધ પ્રેમ સ્વયં પ્રકાશ છે તે હૃદયમાં રહ્યો થકો ધણીને પોતાની અનુભૂતિ(પ્રેમની પોતાની) તથા પરમાત્માના સ્વરૂપની પણ અનુભૂતિ કરાવનારો છે જ્યારે જગત રાગ એવો નથી. તે પોતાના ધણીને પણ અંધારામાં નાખે છે તે પોતાને ધારણ કરનાર પાસે પણ પોતાના સ્વરૂપને ગોપન કરે છે ક્યારેક ક્યારેક આપણો જ રાગ આપણને રાગરૂપે નથી દેખાતો-અનુભવાતો અને આપણને છેતરે છે તે એવી પ્રતીતી કરાવે છે કે હુ રાગ નથી(દોષ નથી) પણ તારો હિતકારી છું. ત્યારે તેને મોહ કહેવાય છે રાગ અને મોહમાં એટલો તફાવત છે રાગ પોતાનું સ્વરૂપ ઢાંકીને અર્થાત નુકશાનરૂપ છે તેવા સ્વરૂપને ઢાંકીને ફાયદારૂપમાં સજ્જ થઈને આપણને જણાય છે તેને મોહ કહેવાય. ઊઘાડા રૂપે આવે ને તોય આકર્ષણ કરનારો હોય તો રાગ કહેવાય. પ્રેમ ને માત્ર ધારણ કરનાર જ યથાર્થ જાણી શકે છે સાંભળનારા કે વાર્તા કરનારા તેનો યથાર્થ સ્વાદ માણી શક્તા નથી. જગતમાં પણ કોઈ મીઠી વસ્તુ ખાઈ લીધી હોય અથવા બે મીઠી વસ્તુ ખાઈને તેનો યથાર્થ ભેદ વર્ણન કરી શક્તા નથી. જેવો તેને અંદર અનુભવ થાય તેવો બહાર યથાર્થ કહી શકાતો નથી. તો યથાર્થ ભગવાનમાં વિશુધ્ધ પ્રેમ એતો અતંર અનુભૂતિનો વિષય છે તેને ભાષાથી કે બીજી કોઈ રીતે યથાર્થ કેમ વર્ણવી શકાય? આ દૃષ્ટાંત તો સંકેત માત્ર છે પણ કોઈ વસ્તુનું યથાર્થ નિરૂપણ નથી થઈ શક્તું કોઈ તમને રૂપિયા આપે ત્યારે શું તે પ્રેમ કહેવાશે? રૂપિયાતો માણસ લાંચમાં અને દંડમાં પણ આપે છે. એક માતા પોતાના બિમાર દિકરાને મગનું પાણી આપે છે. જ્યારે બીજા તંદુરસ્ત પુત્રને મિઠાઈ ખવરાવે છે માટે કોઈ પણ ક્રિયા પ્રેમનું નિરૂપણ કરી શક્તી નથી અને કોઈ પણ ક્રિયા પ્રેમનું વહન કરી પણ શકે છે એવો અર્નીવચનીય પ્રેમ છે જે પોતાના અભિમાનનો ત્યાગ કરીને પરમાત્માને શરણે થાય છે તો તે ભગવાનના સાચા પ્રેમને પ્રાપ્ત કરે છે.
નિરંતર એક ભગવાનની સ્મૃતિ રહેવા માત્રને પણ પ્રેમ નહિ કહી શકાય. સ્મૃતિતો શત્રુભાવથી પણ ઘણી તદાકાર પણે થાય છે તેનેજ પ્રેમ કહેવાતો હોત તો કંસ-શિશુપાલ વિગેરેને પણ કૃષ્ણનું સદાકાળ અને તદાકાર સ્મરણ થઈ રહેતું હતું. તેને શું આપણે પ્રેમ કહેશું? નહિ જ કહીએ. બીજી બાજુ યશોદા મૈયા જ્યારે લાલને માટે રોટી બનાવે છે તો સંપૂર્ણ મન રોટી બનાવવામાં લગાડે છે લાલને માટે માખણ તૈયાર કરે છે ત્યારે પણ સંપૂર્ણ મન તેમાં લગાડે છે હવે જ્યારે તે ક્રિયામાં મન લગાડડ્યું તો મૂર્તિની, સ્વરૂપની સ્મૃતિ થોડી ઝાંખી તો થવી જોઈએ પણ પ્રેમનો માર્ગ અલૌકિક હોવાથી મૈયાની સ્મૃતિ ઝાંખી પણ થતી નથી અને તે રોટી-માખણમાં ધ્યાન આપે છે તે પણ પ્રેમને વધારે છે-પ્રેમનું સ્વરૂપ જ એવું છે કે સ્વસ્મૃતિને પણ વધારે છે ને મજબુત કરે છે. એની એ જ વાત બીજી ગોપીઓને રોટલો તૈયાર કરવો કે મહિવલોવવામાં ઉલટું સુલ્ટું થઈ જતું હતું બન્નેની ક્રિયામાં અતિ તફાવત હતો તોય બન્નેનો વિશુધ્ધ પ્રેમ સરખો જ હતો. પ્રેમની શીખવાની કોઈ પાઠશાળા હોતી નથી. “પ્રેમ ન નિપજે દેશ-વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે… પ્રેમીના પાસંગમાં(પ્રસંગમાં) જે આવે તે નર પ્રેમી થાયે રે પ્રેમી ” પ્રેમમાં તો પોતાને કેવળ ભાગવાનનો બનાવી દેવો અને વિશુધ્ધ ભક્તિથી ભગવાનને પોતાના બનાવી દેવાના હોય છે. પોતાને ભગવાનની મરજીની કઠપુતળી બનાવી દેવાના અને ભગવાનને પોતાના વશ કરી લેવાના હોય છે તેને પ્રેમ કહેવાય છે. પ્રેમનું મુલ્ય માથુ કાપી દેવાથી ચુકવી શકાતુ નથી તેથી તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે “સોમાથા જાતારે સોંઘા છોગાળા’ તેમાં ભોક્તા-ભોગ્ય કે વિષય-વિષથી ભાવ નથી તેમાં તો કેવળ સ્વરૂપતા જ હોય છે.