શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૫૦

स तरति स तरति स लोर्वांस्तारयति ।।५०।।

તે તરે છે તે તરે છે તે લોકેને પણ તારે છે.

ભક્ત સ્વયં તો તરે જ છે પણ બીજા અનેકનો તારણકાર બની શકે છે તેનું મંગળ વિચરણ બીજા અનેકનો ઉધ્ધાર કરી દે છે ‘जयति जगति मायां यस्य कायाधव स्ते, वचनरचनमेकं केवलं चाकलत्य । ध्रुव पदमपियातो यत्कृपातो ध्रुवोऽयं सकलकुशलपात्रं ब्रह्मपुत्रं नतोऽस्मि ।

અને ખુદ નારદજી પણ સંતની કૃપાથી ભગવાનનું મન બન્યા છે. ‘શુક નારદ વ્યાસને વાલ્મીકિ, એ તો ઇશ્વર કાવિયા આપ-સત્સંગ. ધ્રુવ અંબરિષ પ્રહલાદ, વિભિષણ, થયા સુખિયા સંત પ્રતાપ સત્સંગ.” એવો ભક્ત માયાને તરે છે અને બીજાને તારે છે. અત્યાર સુધી પ્રેમના લક્ષણ બતાવ્યા છતા પણ તે સામાન્ય નિરૂપણ માત્ર છે હવે જે લક્ષણ બતાવી રહ્યા છે તે છે તો પ્રેમનું જ લક્ષણ પણ તેમાં અતિલોકોતરતા છે માટે વિલક્ષણતા છે.