तरंगायिता अपिते संगात् समुद्रायन्ति ।।४५।।
તે કામક્રોધાદિક તરંગો જેવા ક્ષીણ થઈ ગયા હોવા છતાં દુઃસંગ થતા(કુસંગને પામીને) સમુદ્ર જેવા વિશાળ બની જાય છે.
કોઈને એવી શંકા થાય કે કુસંગનો આવો જબરો દ્વેષ શા માટે? કામાદિકનું કારણ તો કુસંગ નથી. પણ પૂર્વના સંસ્કારો છે તથા અન્નાદિકના સંસ્કારોથી કામાદિ ઉત્પન્ન થાય છે પશુ-પક્ષી વિગેરે ક્યાં કુસંગ કરવા જાય છે તો પણ તેમાં તે હોય જ છે તો. માટે એતો સંસ્કારની પરંપરાથી ચાલ્યા આવે છે?
બીજું સંસાર વ્યવહાર એવો છે કે તેમાં બિલકુલ કુસંગ ત્યાગ સંભવી શક્તો નથી. વ્યવહારમાં બધા પ્રકારના માણસોને મળવું પડતુ હોય છે માટે થોડો કુસંગ થઈ ગયો તેમાં શું બગડી જવાનું છે? માટે કુસંગનો સર્વથા ત્યાગ શા માટે? તો તેના ઉત્તરમાં આ સૂત્ર કહે છે કામાદિકથી, વિષય ચિંતનથી, કામાદિકથી સાધકોએ અતિ સાવધાન રહેવાનું છે.કુસંગથી કામાદિક બહેકી ઉઠે છે, અતિશય વકરે છે અને કુસંગ નવા કામાદિકના બીજ પણ લાવી આપે છે અજામેલ વિગેરે તેમના ઉદાહરણ છે.
મનુષ્યને પહેલા એમ થાય છે કે કોઈના સામું જોઈ લેવામાં શું પાપ છે? શું આપણે તેનું કાંઈ લેઈ થોડું લેવું છે? અને આંખે પાટા બાંધીને થોડુ ચલાય છે? જ્યાં ત્યાં નજર કરવા લાગી ગયો તો મનમાં થાય છે કોઈની સાથે બે વાતો પણ કરી લેવી. તેમાં શું બગડી ગયું? શિષ્ટાચારની માંગણી છે કે સામાન્ય બે વાતો કરી લેવી, ઊંડા ન ઉતરવું.
ત્યારે મન વળી લપસસ્તુ જાય છે જરા સ્પર્શ કરવા લલચાય છે ને અનર્થ ફુલતો-ફાલતો રહે છે. સદ્ નિષ્કુળાનંદ સ્વામીએ દૃષ્ટાંત દીધું છે કે ઉનાળામાં કોઈ ઊંડા ધરામાં નહાવા ગયો ને ઊંડો ગયો ત્યાં પાણી ઠંડુ હતું તેથી તેને પાણી પીવાની ઈચ્છા થઈને મોઢુ ખોલ્યુ તો પછી બંધ થઈ શક્યું જ નહિ ને તેમનું પુરું
થઈ ગયુ. તેમકુસંગમાં થોડું મોઢુ ખુલી ગયું પછી બંધ કરવું શક્ય નથી. પછી તો જીવ લઈને તે કુસંગ આપણને છોડે છે. માટે સાધકોએ આગળથી અતિસાવધાની રાખીને તેનો દૂરથી ત્યાગ કરવો.