શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૪૨

तदेव साध्यतां तदेव साध्यताम् ।।४२।।

માટે તે ભક્તિનીજ સાધના કરો,
ભક્તિનીજ સાધના કરો. ભક્તિ સિધ્ધ કરવા પુરુષાર્થ કરો તેમાં શ્રધ્ધા કરો.

भक्तौ समुपजातायां शास्त्रीया धीस्तु निष्फला ।
भक्तौ अनुपजातायां शास्त्रीया धीस्तु निष्फला ।।

જો ભક્તિ સિધ્ધ થઈ ગઈ તો પછી શાસ્ત્ર જ્ઞાન નિરર્થક બની રહેશે. અર્થાત્ તેની પછી જરૂર રહેશે નહિ અને જો શાસ્ત્ર જ્ઞાન ઘણુક છે ને ભક્તિ ઉત્પન્ન ન થઈ તો પણ શાસ્ત્ર જ્ઞાન નિરર્થક રહેશે.

हरि भक्तौ उपेतायां सर्वं कर्माप्रयोजनम् ।
हरि भक्तौ अपेतार्या सर्वं कर्माऽप्रयोजनम् ।।

પરમાત્મામાં ભક્તિ જાગી ગઈ તો પછી બીજા સર્વ કર્મ નિષ્પ્રયોજન બની રહેશે તેનું કોઈ વધારે પ્રયોજન રહેશે નહિ. અને પરમાત્માની ભક્તિથી જે વ્યક્તિ રહીત રહે છે તો તેને પણ તમામ કર્મોનું કોઈ પ્રયોજન સરતુ નથી.

हरि भक्तौ हि सिध्धार्यां सांख्ययोगादयो वृथा ।
हरि भक्तावसिध्धार्यां सांख्ययोगादयो वृथा ।।

ભગવાનમાં પરમ ભક્તિ સિધ્ધ થઈ ગઈ તો સાંખ્યયોગાદિ સાધનો વૃથા થઇ જશે તેનું પછી કોઈ પ્રયોજન રહેશે નહિ. અને ભગવાનમાં ભક્તિ સિધ્ધ ન થઇ તો પણ સાંખ્યયોગાદિ સાધનો વૃથા ગણાશે. નકામા ગણાશે.
ભક્તિની સાધનામાં પરમ આદર માટે અને અન્ય સાધ્ય વ્યાવૃતિ માટે મુનિએ સૂત્રમાં એવકાર મૂક્યો છે.