શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૩૭

लोकेऽपि भगवद् गुण श्रवण कीर्तनाद् ।।३७।।

લોકમાં પણ ભગવાનના ગુણોનું શ્રવણ કીર્તન કરવાથી ભક્તિ પ્રાપ્ત થાય છે. અથવા તેને ભક્તિ કહેવાય છે એવી માન્યતા છે.

સ્મરણની અપેક્ષાએ શ્રવણ અને કિર્તન લોકમાં સુગમ છે સૂત્રમાં શ્રવણને પ્રથમ

લીધું છે.

त्वं भावयोगपरिभावित हृत्सरोजे ।
आस्ते श्रृतेक्षितपथो ननु नाथ पुंसाम् ।। भा.३-९-११

તૃતીય સ્કંધમાં બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું છે કે હે નાથ આપ નિશ્ચય ભાવયોગથી એટલે કે ભક્તિથી સુસંસ્કૃત પુરુષના હૃદયમાં કથા દ્વારા કાનના માર્ગમાં બતાવેલ રસ્તાથી આપ પધારો છો.

જેમ શરદઋતુ જળના મળને નષ્ટ કરે છે તેવીજ રીતે ભગવાન પોતાના ભક્તોના ભાવનામય હૃદયકમલમાં કાનના માર્ગથી પ્રવેશ કરીને હૃદયની અશુધ્ધિને નષ્ટ કરે છે.

જે કે ભગવાન આંખના માર્ગથી પણ ભક્તના હૃદયમાં પ્રવેશ કરે છે એમ બતાવવામાં આવ્યું છે પણ તે દુર્લભ છે શ્રવણ જેટલુ સુલભ નથી. તેથી શ્રવણ ભક્તિ સર્વથી શ્રેષ્ઠ મનાણી છે. અંહિ એક વાત ધ્યાન દેવા યોગ્ય છે કે ભગવાનનું નામ અને રૂપ બન્ને શરીર છે નામ પોતે પણ પરમાત્માનું સ્વરૂપ છે તેથી જ તો વાલીયા લુટારાથી રામ રામ કહી શકાતુ ન હતું ત્યારે મરા મરા જપ કરવા લાગ્યો અને તે સિધ્ધ પુરૂષ બની ગયો. વાલ્મિકી ઋષિ બની ગયો. પ્રથમ નામ શરીરથી ભગવાન જીવના હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાં પોતાનું સ્વરૂ૫ પણ પ્રવેશ કરે છે. નામ અને રૂપની એક્તા હોવાથી ભગવાન પણ પોતાનું નામ સાંભળવા ખુબ આતુર હોય છે ભગવાન કહે છે કે

नाहं वसामि वैकुण्ठे योगिनां हृदये न च ।
मद्भक्ता यत्र गायन्ति तत्र निष्ठामि नारद ।। भाग.

હે નારાદ હું વૈકુંઠમાં નિવાસ કરતો નથી, યોગિઓના હૃદયમાં પણ નિવાસ કરતો નથી પરંતુ મારા ભક્તો જ્યાં મળીને પ્રેમથી મારૂગાન કરે છે ત્યાં હું(ઊભો) રહું છું. નામની સામાન ગુણકર્માદિકનું પણ શ્રવણ કરવાનું હોય છે નામોચ્ચારણ થી પ્રથમ લૌકિક નામ પ્રગટ થાય છે અને પછી તેની અંદર દિવ્ય નામ ક્રમશઃ પ્રગટ થાય છે રૂપાદિક શ્રવણમાં તથા આર્ચાદિક દર્શનમાં પણ એવોજ ક્રમ છે પ્રથમ લૌકિક નામ પ્રગટ થાય છે રૂપાદિક શ્રવણમાં તથા અર્ચાદિક દર્શનમાં પણ એવો જ ક્રમ છે. પ્રથમ લૌકિક દર્શન અને પછી તેમાં જ દિવ્ય દર્શન પ્રાપ્ત થાય છે.

લૌકિકત્વ એક આવરણ જ છે તે દૂર થતા દિવ્ય દર્શન થાય છે વાસ્તવિક તેમાં ભેદ નથી બન્ને એક જ છે મહારાજે કહ્યું છે કે તેમાને આ મૂર્તિમાં એક રોમમાત્રનો ફેર નથી તે બન્ને એક જ છે.

હવે ભક્તિની પ્રાપ્તિનું મુખ્ય સાધન બતાવે છે.