શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૩૫

तत् तु विषय त्यागात् संगत्यागत् च ।। ३५ ।।

ભક્તિ વિષયનો ત્યાગ કરવાથી અને લૌકિક આસક્તિનો ત્યાગ કરવાથી પ્રાપ્ત થાય છે.

विषयान् ध्यातः चितं विषयेषु विसज्जते ।
मामनुस्मरतश्चितं मय्येव प्रविलियते ।।

વિષયનું ચિંતવન કરવાથી મન વિષયમાં આસક્ત થાય છે અને ભગવાનનું ચિંતવન કરવાથી મન ભગવાનમાં લીન થાય છે. વિષયો બે પ્રકારના છે એક ભગવત સંબંધી અને જગત સંબંધી તેમાં ભગવત સંબંધી વિષયનો ત્યાગ કરવાનો નથી. જગત સંબંધી વિષયનો ત્યાગ કરવાનો છે. વસ્તુતઃ શરીર નિર્વાહમાં ઉપયોગી જેટલા વિષયો હોય તે સિવાયના વિષયોનો સ્વરૂપથી ત્યાગ કરવાનો છે શરીર નિર્વાહમાં ઉપયોગી વિષયોમાંથી પણ આસક્તિનો ત્યાગ કરવાનો છે. વિષયોના સ્વરૂપ ત્યાગથી પણ તેમા રહેલી આસક્તિના ત્યાગને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેવીજ રીતે સંગ ત્યાગમાં પણ કુસંગનો સર્વથા ત્યાગ કરવાનો છે જેવો આ જીવને સ્ત્રી સંગથી અને સ્ત્રીસંગીના સંગથી બંધન થાય છે તેવું બીજા કોઈ પદાર્થોથી બંધન થતું નથી માટે એવા સંગનો ત્યાગ કરવાનો છે પરંતુ સત્સંગનો અર્થાત્ ભગવાનના ભક્ત અને સાધુ પુરુષોનો સંગ ત્યાગ કરવાનું બતાવ્યું નથી.

તે બતાવ્યું છે કે,

प्रसंगमजरं पाश मात्मनः कवयो विदुः ।
स एव साधुषु कृतः मोक्षद्वारमपावृतम् ।। भाग.


સત્પુરુષના સંગને મોક્ષનું દ્વાર બતાવ્યો છે.