શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૩૩

तस्मात् सैवग्राह्या मुमुक्षिभिः ।।३३।।

એટલા માટે ભક્તિ જ મુમુક્ષઓ એ ગ્રહણ કરવી જોઈએ. ભક્તિ સ્વયં ઉત્તમ સાધન છે અને પરમોત્તમ ફળ પણ છે માટે ભક્તિને જ મુમુક્ષુઓએ ગ્રહણ કરવી જોઇએ. મુક્તિની ઇચ્છાવાળો હોય તેને મુમુક્ષુ કહેવાય છે અજ્ઞાનનું ફળ જડતા છે. દુઃખથી, જડતાથી અને મૃત્યુથી આ જીવને છુટવું છે દુઃખથી તેનો આનંદ હણાય ગયો છે. જડતા-અજ્ઞાનથી તેનું જ્ઞાન દબાય ગયું છે મૃત્યુની ઠોકરથી તેની સતા જોખમાય જાય છે તે બધાથી છુટવાની ઇચ્છાવાળાને મુમુક્ષુ કહેવાય છે તેણે ભક્તિનો આશ્રય લેવો જોઈએ.

કોઈને એમ શંકા થાય કે મુમુક્ષુએતો જ્ઞાન મેળવવું જોઇએ કારણ કે મુક્તિ તો જ્ઞાનથી થાય છે ‘ऋते ज्ञानात् न मुक्तिः ।’ તો ભક્તિ શા માટે? તો તેનું સમાધાન એ છે કે ભક્તિ મેળવવાથી મુક્તિ પણ મળી જશે. ‘काचमन्विच्छते रत्नलाभवत्चापरं फलम् ।।‘ જેમ કાચને શોધતો હોય અને તેને રત્ન મળી જાય તેમ મુક્તિતો તેને અવાન્તર મળી જશે.