न तेन राजपरितोषः क्षुधाशान्ति र्वा ।।३२।।
આ સૂત્ર પ્રથમ સૂત્રને સ્પષ્ટ કરે છે જ્ઞાન માત્ર થી એટલે કે “રાજા આવા છે’ એવા જ્ઞાન માત્રથી રાજાને જાજુ મતલબ નથી હોતું પણ રાજાની સેવામાં વફાદારીમાં જોડાવાથી રાજા પ્રસન્ન થાય છે તેમ ભોજનનાં જ્ઞાન માત્રથી વ્યક્તિને તૃપ્તિ થતી નથી. પણ ભોજનનું સેવન(ભક્ષણ) કરવાથી તૃપ્તિ થાય છે.
આ બન્ને સૂત્રોની આશય એ છે કે જ્ઞાનાદિક સાધનોની અવધિ ભક્તિ છે પરંતુ જ્ઞાન ભક્તિ ઉત્પન્ન કરવામાં અસાધારણ કારણ નથી. સાધારણ કારણ છે. ભક્તિએ જ્ઞાનાદિક માત્રનું ફળ પણ નથી ભક્તિમાં જ્ઞાન મદદ જરૂર કરે છે તેનો અર્થ એવો નથી કે તેની ઉત્પતિમાં તે અસાધારણ કારણ હોય. ભક્તિ અદ્ભૂત છે તે પોતાનું સાધન પણ પોતે જ છે ને સાધ્ય પણ તે જ છે તે સ્વયં ફલરૂપા છે. તે બીજા કોઇ સાધનોનું ફળરૂપ બનતી નથી. બીજા સાધનો જરૂર તેને મદદરૂપ થઈ શક્તા હોય છે તે બીજા સાધનોની મદદ લે છે તો પણ ભગવાનના સંબંધથી સર્વતંત્ર સ્વતંત્રા છે. ઉપરના ઉદાહરણો દ્વારા સૂત્રકારનો આવો અભિપ્રાય રહેલો છે.