શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૨૮

तस्याः ज्ञानमेव साधनमित्येके ।। २८ ।।

જ્ઞાન તે ભક્તિનું સાધન છે એવું કેટલાક(આચાર્યો) માને છે.

ભક્તિમાં વિઘ્ન કરનાર ખાસ કરીને અભિમાન છે તે દૂર થઈને ભક્તિ હૃદયમાં કેમ આવે તેના સાધનો જુદા જુદા મત પ્રમાણે કહે છે. કેટલાક આચાર્યો કહે છે કે સર્વ જગત્ કારણ ભગવાન છે ઈત્યાદિક શ્રૃતિઓમાં ભગવત્ મહિમા(જ્ઞાન) થાય-મહિમાં સમજાય તો ભક્તિ આવે છે એવા પરમાત્માના મહિમાના જ્ઞાનથી અભિમાનનો નાશ થઈ જાય છે અને ભગવાન પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય છે ભગવાનના સ્વરૂપનો અલૌકિક મહિમા કે વિલક્ષણતા જાણ્યા વિના તેમાં પ્રેમ થતો નથી.

जाने बिनु न होई परंतीती

ભગવાનનું સ્વરૂપ હેયપ્રત્યનિક છે અને કલ્યાણૈક્તાન છે તેમાં કોઈ દોષનો ગંધ પણ નથી અને ગુણોની ખાણ છે. એમને જ્યારે જાણે છે ત્યારે પોતાનું સર્વસ્વ તેમના ઉપર ન્યોછાવર કરી દેવાની ભાવના થાય છે અને તેનાથી ભક્તિ થાય છે જ્યાં સુધી ભગવાન પ્રાપ્ત તો થયા નથી, તેનું સૌંદર્ય, માધુર્ય જોયું નથી, તેના ગુણોનો કોઈ અનુભવ થયો નથી માટે જ્ઞાનમાં દૃઢતા થતી નથી જ્યારે જ્ઞાનની દૃઢતા ન હોય ત્યારે તેનાથી થનારી ભક્તિ કેવી રીતે દૃઢ થાય? એવું કેટલાક આચાર્યો માને છે માટે નારદજી બીજા આચાર્યો નો મત બતાવે છે.