ईश्वरस्याभिमान द्वेषित्वाद् दैन्यप्रियत्वाद् च ।। २७।।
ઈશ્વરને પણ આભિમાન સાથે દ્વેષ છે અને દીનતાની સાથે પ્રીતિ કરે છે.
ભક્તિ કરવામાં મોટામાં મોટું નિઘ્ન છે અભિમાન. ભગવાનને પાપીઓ પ્રત્યે દ્વેષ નથી. ભગવાન પાપીઓ ઉપર પણ દયા કરે છે. ભગવાને કહ્યું છે કે ‘अपि चेत् सुदुराचारो’ પાપી હોય તો પણ તે ક્યારેક ભગવાનને શરણે આવે છે પણ અભિમાની વ્યક્તિ ભગવાનને શરણે થઈ શક્તો નથી. ભગવાને ગીતામાં કહ્યું છે
न मां दुष्कृतिनो मूढा प्रद्यन्ते नराधमा
मायया अपहृतज्ञाना आसुरं भावमाश्रिताः । गी. ७
દુષ્કૃતિનું તાત્પર્ય અંહિ અભિમાની એવું છે. કારણ કે અભિમાની જ ભગવાનનું શરણું લઇ શક્તો નથી. અભિમાની ભગવાનની ભક્તિ કરી શક્તો નથી. પાપી તો ભગવાનને શરણે થતો હોય છે માટે “દુષ્કૃતિનઃ’ થી અહિં અભિમાની કહ્યા છે. અભિમાન ચાર પ્રકારે આવતું હોય છે મૂઢતા-મૂર્ખાય થી. મૂર્ખાયની કોઈ દવાજ હોતી નથી. “નાસ્તિ મૂર્ખસ્ય ઔષધમ્” બીજું જેને બીજાને વિના કારણે પણ પીડા કરવામાં રસ છે તે અધમ કહેવાય છે.‘पर हित सरिस धर्म’नही भाई | पर पीड़ा सम नही अधमाई | એમ તુલસી દાસજીએ કહ્યું છે. અભિમાન ને આધારે જ અધમતા પાંગરે છે ત્રીજા ભગવાને “માયાયા અપહૃત જ્ઞાના’-માયાએ જેને ભાન ભૂલાવ્યું છે એવા માણસો અભિમાની થઈને ભગવાનને શરણે થતા નથી અને ચોથા આસુરી ભાવ ને પામેલા અભિમાની થઈને ભગવાનને શરણે થતા નથી ને ભગવાનની ભક્તિ કરી શક્તા નથી.
ભગવાન કહે છે.
तानहं द्विषतः क्रुरान् संसारेषु नराधमान् ।
क्षिपाम्य जस्त्रमशुभानासुरीष्वेव योनिषु ।।गी. १६-१९
અભિમાનીઓને પણ ભગવાનનો દ્વેષ હોય છે ભગવાન કહે છે હું તેને સતત પણે અધમ અને આસુરી યોનિમાં ફેંકી દઊ છું. ભગવાનને અભિમાની આસુરીઓ પ્રત્યે હમેંશા દ્વેષ બુધ્ધિ રહે છે.
ભગવાનને દીનતા, નમ્રતા પ્રિય છે. ભક્ત નિર્માની હોવો જોઈએ. ભગવાન પાસે દીન હોવો જોઈએ. તે પણ ભગવાને ગીતામાં બતાવ્યું છે કે
चर्तुविध भजन्ते मां जना सुकृतिनोऽर्जुन ।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्भ ।।
અંહિ સુકૃતિનઃ નું તાત્પર્ય પુણ્યશાળીજ નથી. પરંતુ દીન અને નિરાભિમાની એવો છે પુણ્યશાળી તો દેવતા પણ છે પરંતુ તેઓ ક્યાં ભગવાનની ભક્તિ કરે છે? માટે ભગવાન કહે છે કે આ ચાર પ્રકારે પણ નિરાભિમાન થયેલા મારે શરણે આવે છે આર્ત-દુઃખ પડવાથી, જિજ્ઞાસાથી, અર્થાર્થી ભાવનાથી અને મહિમા સમજવાથી ભગવાન આગળ જીવ નિરાભિમાન થઈને શરણે થાય છે ને ભગવાનની ભક્તિ કરે છે. અને ભગવાનને તે વહાલો બની શકે છે.