अस्तु एवमेव ।।२०।।
હા, પ્રેમનું યથાર્થ રૂપ એવું જ છે.
ઓગણીશમાં સૂત્રમાં જે લક્ષણ બતાવ્યુ તે સમસ્ત કર્મનું અર્પણ અને વિરહમાં પરમ વ્યાકુળતા એ ભક્તિની પરમ દૃઢતાનું લક્ષણ છે તે લક્ષણમાં આગળના સૂત્રોમાં આપેલ લક્ષણો અંતર્ભાવિત થઈ જાય છે પરંતુ આ લક્ષણ તે લક્ષણોમાં સંપૂર્ણ પણે અંતર્ભાવિત થઈ શક્ત નથી માટે આલક્ષણ બરાબર છે પૂજામાં અનુરાગ, કથામાં અનુરાગ, આત્મોન્નતિમાં અવિરોધ વિગેરે તમામ લક્ષણો નારદજીએ બતાવેલા લક્ષણમાં ચરિતાર્થ થઈ જાય છે. અંતર્ભાવ થઈ જાય છે તે લક્ષણો અને નારદજીએ બતાવેલ લક્ષણ વચ્ચે પરસ્પર વિરોધ નથી. છતાં પણ નારદજીએ બતાવેલ લક્ષણ વધારે પૂર્ણતાવાળુ જરૂર છે ગોપીઓનું સમગ્ર આચરણ, તમામ ક્રિયાઓ ભગવાનને માટે સ્વાભાવિક પણે અર્પણ થયેલી હતી તેમાં ગોપીઓ ભગવાનની પૂજા પણ કરતી હશે, કૃષ્ણ કથા પણ સાંભળતી હશે અને તે સિવાય બીજી કોઈ ક્રિયાઓ કરતી હશે પણ સમગ્ર ક્રિયા કલાપ. ભગવાનને સર્મપિત હતો. માટે નારદજી એ આપેલ લક્ષણમાં તમામ લક્ષણો ચરિતાર્થ થયેલા છે.