શ્રી નારદ ભક્તિ,સૂત્ર-૧૮

आत्मरति अविरोधेन इति शांडिल्यः ।।१८।।

શાંડિલ્ય ઋષિનો મત એમ છે કે પૂજા કરો કે કથા સાંભળો-કરો કોઈ પણ ભક્તિ કરો પણ તે ભક્તિ આત્મરતિમાં વિરોધી ન હોવી જોઈએ. આત્મસ્વરૂપના આર્વિભાવમાં વિરોધરૂપ ન થવી જોઈએ એવી રીતે થવી જોઈએ. અથવા તો એમ કહો કે આત્મરતિ એટલે પરમાત્મરતિ કારણ કે પરમાત્મા સર્વના આત્મા છે માટે ભક્તિની કોઈ પણ ક્રિયા-ચેષ્ટા પરમાત્મરતિને વધારનારી હોવી જોઈએ પરમાત્મરતિને રોકનારી કે વિરોધ અવરોધરૂપ ન હોવી જોઈએ. શાંડિલ્ય ભક્તિ દર્શનમાં ઋષિ પોતેજ કહે છે કે “’उभयपरा शांडिल्यः ।।’-ભક્તિ એમને કહેવી જોઈએ કે જેમાં આત્મરતિ અને પરમાત્મરતિ બન્ને હોવી જોઈએ, તેને જ સાચી ભક્તિ કહેવી જોઈએ. કથામાં જાય છે, બેસે છે પરંતુ રસ નથી આવતો કે કોઈ આનંદથી હૃદય ભરાય જતું નથી તો માનવું કે હૃદયમાં હજુ ભક્તિ અંકુરિત થઈ નથી, હૃદયમાં ભક્તિની દૃઢતા થઈ નથી. ઘણી વખત પૂજા-કથામાં રસ આવે છે મજા આવે છે પણ પરમાત્માનો રસ ચુકી જવાય છે. અને કેવળ ભગવાનને મુકીને સ્થૂળ પૂજા કથા પ્રધાન બની જાય છે. માટે ઋષિએ કહ્યું છે કે આત્મરતિ-અર્થાત્ પરમાત્મરતિ અવિરોધથી આવે તો ભક્તિ બરાબર. ઘણી વખત પૂજા-કથામાં અતિશય રસ આવે છે પણ ભગવાનનો નહિ. પણ સાજ-સજાવટમાં રસ આવી જાય છે. પૂજામાં સુગંધ, અનેક પ્રકારના પ્રસાદમાં, સજાવટમાં રસ આવી જાય છે અથવા કથામાં સંગીત, વક્તાનો કંઠ, વક્તાની વાણી છટા કહેવાની શૈલી(નાખણી) વિગેરેમાં આનંદ આવી જાય છે ને મન ત્યાં રોકાય જાય છે ને ભગવાનનો રસ ભૂલાય જાય છે, ચુકી જવાય છે એવી કથા-પૂજા ક્યારેક ભક્તિમાં–ભગવદ્ રસમાં વિરોધી બની રહે છે. જે વાત શ્રીજી મહારાજે વ.પ્ર.૨રમાં કહી છે. મહારાજ કહે છે કે મૃદંગ(તબલા), સારંગી, સરોદા તાલ ઈત્યાદિક વાજીંત્ર વગાડીને કિર્તન ગાવવા (અથવા અત્યારના સમય પ્રમાણે કથા કરવી કે સાંભળવી) તેને વિષે ભગવાનની સ્વસ્મૃતિ ન રહે તે ગાયુ તે ન ગાયા જેવું છે. અને તે કથા સાંભળી તે ન સાંભળ્યા જેવી છે. કે પૂજા કરી તે ન કર્યા જેવી છે.)….. તેણે કરીને તેના મનમાં(જીવમાં) શાંતિ આવતી નથી. તે ભક્તિની દૃઢતા કરાવનારા થતા નથી. પૂજા અથવા કથાના માધ્યમથી તેને પરમાત્મામાં રસ આવવો જોઈએ. પરમાત્મામાં રસ વધવો જોઈએ અને તે પણ પોતાના અંતરમાંથી આવવો જોઈએ. સાજ-સજાવટ નિરપેક્ષ રસ હોવો જોઈએ. નહી તો કોઈ સારી ઘંટડી(ટોકરી) લઈ જાય તો આજે પૂજા નિરસ બની જશે. થાળ બરાબર સજાવટ વાળો ધરાવવા ન મળ્યો પૂજા સુકી બની જશે ત્યારે તો પૂજાના માધ્યમથી પરમાત્માંમાં રસ તો ન રહ્યો. આજે વાજીંત્ર નથી તો કિર્તન બંધ રાખો. માળા તુટિ ગઈ છે તો જપ ન થઈ શક્યા, વક્તાનો સ્વર(વોઈસ) ડબ્બા જેવો છે માટે કથામાં ફાવતું નથી, કથામાં રસ ન આવ્યો એનો અર્થ એવો થયો કે આપણને ભગવાનની પૂજા અથવા કથામાં રસ નથી, પ્રેમ નથી આપણને સજાવટમાં, વક્તાના કંઠમાં મજા આવે છે, તેમાં રસ છે કથામાં સગવડતાઓ કેટલી છે તેમાં રસ પડે છે, શરીરને કાંઈ તકલીફ ન પડે તો જ રસ જળવાઈ રહે છે આ બધા રસ આત્મરતિ(પરમાત્મરતિ) વિરોધી રસ કહેવાય. રસ તો આવે છે અને કથા-પૂજામાં જ રસ આવે છે પણ તે પરમાત્માની ભક્તિ વિરોધી રસ છે એવા રસથી ભક્તિ પરિપુષ્ટ થતી નથી, બળવાન થતી નથી તે બધા પરમાત્માના રસને મદદ કરનારા હોય અને ભક્તિ રસ પ્રગટ કરનારા હોય તો તેમાં બાધ નહીં પણ મૂળ રસ તેને કથા કે પૂજા ના માધ્યમથી પરમાત્માના સ્વરૂપમાં પ્રગટાવો જોઈએ એવો ઋષિનો અભિપ્રાય છે.
શાંડિલ્ય મુનિનો મત એ છે કે

आत्मारामाश्च मुनयो निर्गन्थाप्युरुक्रमे ।
कुर्वन्त्यहैत्किीं भक्तिं इत्थंभूतगुणो हरिः ।।

આત્મસ્વરૂપને વિશે રમણ કરનારા અને માયિકવાસના વિગેરે ગ્રંથિઓ જેની નિવૃતિ પામી ગઈ છે એવા હોવા છતાં મુનિઓ(શુકદેવજી જેવા) પરમાત્માની નિહેતુકી ભક્તિ કરી રહ્યા છે કારણ કે પરમાત્માના ગુણોજ એવા છે કે તેનાથી ખેંચાય જઈને તેઓ પરમાત્મામાં લાગી રહીને ભક્તિ કરે છે.આ શ્લોકમાં બતાવ્યા મુજબ નિરૂપાધિક ભક્તિ જ્યારે થાય ત્યારે તેના હૃદયમાં ભક્તિની સાચી દૃઠતા થઈ છે એમ જાણવું. આત્મારામને કોઈ કર્તવ્ય રહેતું નથી કર્તવ્યના અભાવનો મતલબ એ છે કે કર્તા અને ભોક્તાની ભાવના અને તે સંબંધી ઈચ્છાઓ કર્મ કરવા પાછળ ન હોવી જોઈએ. અર્થાત્ કર્તા- ભોક્તાની ભાવના વિના અને વિધિ-પ્રેરણાની પરાધીનતા વિના પુજા-કથા- સેવામાં સ્વયં અનુરાગનો ઉઠાવ થવો જોઈએ. બીજા પરિબળોમાં રસને લઈને પૂજા-કથા-સેવામાં પ્રર્વતન ન હોવું જોઈએ એવો મુનિનો અભિપ્રાય છે. તદ્ ઉપરાંત શાંડિલ્ય ભક્તિ સૂત્રમાં નિચેના ચિહ્નો પણ હૃદયસ્થ ભક્તિને સૂચક બતાવ્યા છે.


सम्मान बहुमान प्रीति विरहेतरविचिकित्सा महिमख्याति तदर्थ-प्राण स्थान तदीयता सर्वतद्भावा प्रातिकूल्यादीनि च स्मरणेभ्यो बाहुल्यात् ।।४४।।

જેમકે અર્જુનની જેમ ભગવાન પ્રત્યે સમ્માનની બુધ્ધિ,

प्रत्युत्थानं तु कृष्णस्य सर्वावस्थो धनञ्चयः ।
न लंधयति धर्मात्मा भक्त्या प्रेम्णा च सर्वदा ।।

અર્જુન કૃષ્ણમાં ભક્તિ અને પ્રેમથી ભાવિત થઈને ગમે તે અવસ્થામાં કૃષ્ણની મર્યાદા ઉલંઘી શક્તા નહિ.
બહુમાન–ઈક્ષ્વાકુની જેમ બહુમાન

पक्षपातेन तन्नाम्नि मृगे पद्मे च तादृशि
बभारमेघे तदवर्णे बहुमानमतिं नृपः ।

ઈક્ષ્વિકુ રાજાને ઈષ્ટદેવના નામ જેવું કોઈનું નામ હોય, તે સંબંધી પશુ હોય, ફુલ હોય, તેના જેવો વર્ણ, વાન, ચહેરો હોય તો પણ તેને જોઈને તેના સન્માનથી પોતાનું હૃદય ભરાય જતું હતું.

प्रीति यथा विदुरस्य –
या प्रीतिः पुण्डरीकाक्ष तवागमन कारणात् ।
सा किमाख्यायते तुभ्यमन्तरात्मासि देहिनाम् ।। महा. ३-५-८९/२४

વિદુરજી કહે છે કે હે! પુણ્ડરિકનયન તમારા આવવાથી મને જે અંતરત્મામાં આનંદ–પ્રેમ થયો છે તે આપ અંતરયામી પણ વર્ણન ન કરી શકો તેવો આનંદ થયો છે.

विरहो यथा गोपीनाम्
गुरुणामग्रतो कक्तुं किं ब्रवीमि न नः क्षमम् ।
गुरवः कि करित्यन्ति दग्धानां विरहाग्निना ।। वि.पु.५-१८-१७

ગોપીઓ કહે છે કે અમો અમારા વડિલો આગળ શું કહીએ? કંઈ કહેવા શક્તિમાન નથી. અને કૃષ્ણ સાથે પ્રીતિ કરતા વડીલો કરી પણ શું શકશે. વિરહથી બળી ગયેલા ને તેનાથી વધારે શું શિક્ષા કરી શકશે.

अटति यद् भवाह्नि कानन त्रुटियुगायते त्वामपश्यताम् ।
कुटिल कुंतलं श्रीमुखं च ते जड उदिक्षतां पक्ष्मकृद् दृशाम् ।। भाग. १०-३१-१५
इतर विचिकित्सा यथा श्वेतद्विपनिवासीनाम् –

ઉપમન્યુની જેમ ભગવાન સિવાય વસ્તુઓમાં સ્વાભાવિક અરૂચિ.

महिमा ख्याति-कथन यथा व्यास नारद-भिष्म-यम नरके
पच्यमानस्तु यमेन परिभाषितः ।
किं त्वया नार्चितो देवः केशवः क्लेश नाशनः । वि.पु. ३/७/१०

નર્કમાં પચતા નારકી જીવો પ્રત્યે યમરાજ કહે છે કે શું તમે મનુષ્ય જન્મધરીને ક્લેશને નાશ કરનારા ભગવાન કેશવનું પૂજન ક્યારેય નથી કર્યું કે જેથી તમારે અંહિ આવવાનું થયું છે? વળી

स्वपुरुषमभिविक्ष्य पाशहस्तं वदति यमः किल तस्य कर्णमूले।
परिहर मधुसुदन प्रपन्नान् प्रभुरहमन्यनृणा न वैष्णवानाम् ।। भागवत

પોતાના સેવક યમ ભટ્ટોને જોઈને યમરાજ કહે છે કે ભગવાનના શરણાગતનો તમારે સર્વથા ત્યાગ કરી દેવો તેને ક્યારેય તેડવા જવું નહિ ભગવાનના શરણાગત સિવાયના જીવોને જ હું દંડદાતા છું પણ વૈષ્ણવને દંડ દેનારો હું નથી.

तदृर्थ प्राण स्थिर्तियथा हनुमतः
यावत् तव कथालोके विचरिष्यति पावनी ।
तावत् स्थास्यामि मेदिन्यां तवाज्ञामनुपालयन् । वा.रा.उ.का. १०८/३५

હે પ્રભો જ્યાં સુધી આપની કથા(રામ કથા) આ પૃથ્વી પર રહેશે ત્યાં સુધી તેને આધારે હું પૃથ્વી પર તમારી આજ્ઞાનું પાલન કરતો થકો રહીશ.

अथवा कृतकृत्यानाम् अपि नारदादिनाम् तदेकाराधनार्थ प्राणधाराणम् ।
तदीयता भावस्तु उपरीचर वसुनः –

તે સર્વ કાંઈ ભગવાનનું છે તેમ દેખતો હતો.

सर्वभूतेषु तद्भावो यथा प्रहलादस्य एवं सर्वेषु भूतेषु भक्तिरव्यभिचारिणी ।
कर्तव्या पण्डितैर्शात्वा सर्वभूतमयं हरिम् ।। वि.पु.

ભગવાન સર્વમાં રહ્યા છે તેવી બુધ્ધિથી સર્વ કાંઈમાં ભગવદ્ બુધ્ધિ કરી તેની સેવા-ભક્તિ કરવી.

तस्मिन् सर्वथा अप्रातिकुल्य यथा हन्तुमागतेऽपि भगवति भीष्मस्य –
एह्येहि देवेश जगन्निवास नमोऽस्तु ते शांर्गगदासि पाणये ।
प्रसह्य मां पातय लोकनाथ रथादुदग्राअद्भूतशौर्यसंरव्ये ।। महा.

ઈત્યાદિકથી ઉધ્ધવ-અકૂર વિગેરેની ભક્તિ ચેષ્ટાઓથી જાણવું