लोकेऽपि तावदेव किन्तु भोजनादि त्यापार त्वाशरीरधारणावधि ।।१४।।
‘લૌકિક વ્યવહાર પણ જેમ આગલા સુગમાં વૈદિક વ્યવહારમામ બતાવ્યુ તેમ કરવો પરંતુ ભોજનાદિ શરીર વ્યાપાર છે તે તો જ્યાં સુધી શરીર ધારણ હોય ત્યાં સુધી અવશ્ય કરવો.
‘लोकेऽपि तावदेव ‘ અર્થાત ‘शास्त्र रक्षणस्य मर्यादा तावदेव लोक रक्षणस्यापि मर्यादा”-જેમ શાસ્ત્રની મર્યાદા આગળના સૂત્રોમાં બતાવી કે નિશ્ચય દૃઢ થયા પછી તેનું રક્ષણ કરવું પણ પ્રથમતો ભક્તિની દૃઢતા કરવી, તેમાં દૃઢ પ્રયત્ન કરવો તેમજ લોકોનુંષ્ઠાનમાં પણ સમજવું. અર્થાત્ ભક્તિની દૃઢતા થયે તેમને પણ જાળવવા. પણ પ્રથમતો ભક્તિની દૃઢતાનો પ્રયત્ન કરવો.
અહિં એક સંશય થાય છે કે ભક્તિમાં વિપરીત કે વિક્ષેપ રૂપ થનારા લૌકિક- વૈદિક વ્યાપારનો ત્યાગ કરવો તેમ ભગવાનના ભક્તોએ શરીરયાત્રા નિર્વહન કરનારા ભોજનાદિ વ્યવહાર નો ત્યાગ કરવો કે નહી? તો તેના ઉત્તરમાં સૂત્રકાર કહે છે કે ભોજનાદિ વ્યવહારનો ત્યાગ ન કરવો. ભગવાનના ભક્તે દંતધાવન, સ્નાન, ભોજન, વસ્ત્રધારણ, નિદ્રા આદિક શરીર વ્યાપાર જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી ઠીક રીતે કરવો જોઈએ. ભોજનાદિકના અભાવમાં શરીર યાત્રા જ અટકી પડે તો ભક્તિનો નિર્વાહ નહિ થઈ શકે. અંહિ સૂત્રમાં “आ” અને “अवधि” બન્ને મર્યાદા રેખાના સૂચક શબ્દો છે તેને માટે નારદજી ‘आ शरीर धारणम्’ અથવા ‘शरिर धारणावधि’ કહી શકત છતાં પણ બન્ને પદ મુક્યા છે માટે કાંઈક વિશેષ અર્થ હોવો જોઈએ. તો વિશેષ એ જણાય છે કે શરીર ધારણ સમય સુધી તેમની છુટી આપી એ બરાબર છે પણ શરીરયાત્રા ગુજરાન નીજ છુટી છે તેને ઓથે શરીર ઈન્દ્રીયાદિકના લાલનમાં ન સરી પડાય તે પણ ભગવાનના ભક્તે અનુસંધાન
રાખવાનું છે માટે જેટલા થકી શરીર ધારણા ચાલે તેમાં સંકોચ કરીને નિભાવ કરવાનો છે એવો શરીર વ્યવહાર ભક્તિનો પોષક બની રહે છે ઘાતક બનતો નથી. માટે જરૂર કરવો. શ્રીજી મહારાજે પણ ભક્તોને એવો જ આદેશ આપ્યો છે. એક બહેન ભક્ત હતા. તેઓ એક શિંગોડું ખાઈને ચલાવતા હતા. તેમજ એક બીજા ભક્ત હતા. તેને ખાવામાં કાંઈ હિંસા થઈ એવી શંકા પડતા ખાવાનું બિલકુલ બંધ કરી દીધુ મહારાજના પ્રતાપથી બન્નેને ભૂખ પરાભવ કરી શક્તી ન હતી. પરંતુ મહારાજે જ્યારે જાણ્યુ ત્યારે આજ્ઞા કરી કે આપણે અન્ન મુકીને સિધ્ધ થવું નથી. આશ્રમ ધર્મ પ્રમાણે અન્ન જમીને ભક્તિ કરો. પછી બન્ને ભક્તો યથા યોગ્ય ભોજન કરીને ભક્તિ કરવા લાગ્યા. જેનો ઉલ્લેખ લીલાગ્રંથોમાં આવે છે. ભગવાનનો ભક્ત ધારે તો ભગવાન પર છોડી દે તો ભગવાન પણ તેનું યોગક્ષેમ ચલાવે ખરા, પણ ખરા ભક્તો પોતાના શરીર વ્યવહારને ચલાવવાનું કષ્ટ ભગવાનને આપતા નથી. કોઈ કહેશે તેમાં ભગવાનને તો કાંઈ કષ્ટ નથી. તો ભગવાનના ભક્ત એવી ભાવના કરતા નથી. “ઃઃઃ” ની ભાવનાથી ભગવાનને સેવે છે. તેથી પોતાના દેહ વ્યવહારને ભક્તોએ સાવધાન થઈને કરવો જોઇએ જેથી નિર્વિઘ્ન ભક્તિનું નિર્વહન થઈ શકે. તેને અર્થે શરીરને યાવત્ જરૂરી સ્નાન, વસ્ત્ર, ભોજન, નિદ્રા યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે સાવધાન થઈને ભગવાનની સેવામાં યોગ્ય રહેવાય એ પ્રમાણે કરી લે છે. એવું નારદજી અને ભક્તિના બીજા આચાર્યો માને છે ભગવાનનો ભક્ત પોતાના રક્ષણનું કષ્ટ જ્યાં સુધી પોતે કરી શકે છે ત્યાં સુધી ભગવાનને આપતો નથી ભગવાનને પરિશ્રમ કરાવતો નથી એવી ભક્તની પ્રગટ ભાવના રહે છે. જો યોગ્ય વ્યવહાર ન કરે તો તેને કષ્ટ આવતા ભગવાનને ચિંતા થાય છે ને પરિશ્રમ લેવો પડે છે તેથી ભગવાને ‘युक्ताहार विहारस्य योगो भवति दुःखहा…’ મુજબ तेभ કરીને ભગવાનની ઉપર ન જવા દેવું.