સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને;
સેવ્યા મુક્ત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને. ૧
એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા;
જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા. ૨
એવા સંતને પૂજીને પટ, પ્રીત્યે શું પહેરાવિયાં;
તેણે ઢાંક્યાં સહુનાં ઘટ, ભલાં મન ભાવિયાં. ૩
એવા સંત મળ્યે મળ્યા સ્વામી, ખામી કોયે ન રહી;
કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સહુને કહી. ૪
વિવેચન :-
નિષ્કુળાનંદ સ્વામી એવા સાચા સંતનો મહિમા શું છે ? તે બતાવતાં કહે છે કે, સાચા સંત મળે એટલે ભગવાન સાક્ષાત્ મળી ગયા એમ માનવું. જેને ભગવાન પાસે જવું છે તેને માટે તો ભગવાન કરતાં પણ ભગવાનના સાચા સંત વધારે મહત્વના છે. જેણે સાચા સંતની સેવા કરી છે, ત્યારે તેણે ભગવાનની સેવા કરી છે એમ ભગવાન માની લે છે. તેણે સર્વેની તૃપ્તિ થાય છે એવા સંતને વસ્ત્ર ઓઢાડવાથી સર્વને વસ્ત્ર ઓઢાડવાનું ફળ મળે છે એવા સંત મળતાં સાક્ષાત્ મહારાજ મળ્યા તુલ્ય છે. સાચા સંતથી અધિક બીજી પ્રાપ્તિ છે નહિ. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહે છે કે, ‘નારદ, મેરે સંત સે અધિક ન કોઇ… ભૂકો ભાર હરું સંતન હિત. કરું છાયા કર દોય, જો મેરે સંત કુ રતિ એક દુવે તેહિ જડ ડારું મેં બોઇ.’ સ્વામી દૃષ્ટાંત આપીને બતાવે છે. ‘કમલા મેરો કરત ઉપાસન….. સંતન સમ નહિ સોઇ. એસે મેરે જન એકાંતિક, તેહિ સમ ઓર ન કોઇ મુક્તાનંદ કહત યું મોહન મેરો હિ સર્વસ્વ સોઇ…..’ વગેરે…..ઢાળ – ૧ : પદ-૪