Browsing CategoryVadtal GJ

પ્રતિપાદિત વિષયઃ નિર્વિકલ્પ સમાધિ. મુખ્ય મુદ્દાઃ ૧.અષ્ટાંગયોગની સમાધિ કરતાં પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપી સમાધિ શ્રેષ્ઠ છે. ર.ભગવાનના ભક્તએ મન સાથે જરૂર વેર બાંધવું; તેમાં તેનુ જરૂર સારું થશે. વિવેચન :– આ વચનામૃતમાં વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ ! મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને જેવા છે તેવા જાણવા અને તેનો ઉપાય. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન જેવા છે તેવા જાણે તો ભગવાનનો દ્રોહ ન થાય. ર.ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તો પૂરા જાણી શકાય નહિ તો અધૂરા ગણાય. વિવેચન :– આ વચનામૃતમાં બુવાના કાનદાસજીએ મહારાજને પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ ભગવાન શે પ્રકારે…

પ્રતિપાદિત વિષયઃ સત્સંગમાં મોટેરો કરવા યોગ્ય કોણ ? મુખ્ય મુદ્દાઃ ૧.ઈષ્ટદેવ પ્રત્યે અસાધારણ ભક્તિવાળા જે મહાપુરુષ છે તે સંપ્રદાયમાં મોટેરા કરવાને યોગ્ય છે. ર.મોટેરા ચાર પ્રકારના છે–દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ જેવા. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે જ આગેવાન સંતો તથા ભક્તોને પ્રશ્ન પૂછયો છે જે આપણા…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિ અંતરમાં ધારવાનો યોગાભ્યાસ. મુખ્ય મુદ્દાઃ ૧.ત્રીસ લક્ષણે યુક્ત સંતના સંગમાં સર્વે સાધનનો સમાવેશ થઈ જાય છે. ર.ભગવાનની મૂર્તિ પ્રથમ સમગ્રપણે ધારવાનો પ્રયાસ કરવો. દરેક ઈન્દ્રિયોના વિષય માધ્યમથી ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવાનો અભ્યાસ કરવો. ૩.જીવમાં મૂર્તિ ધારવાથી જીવમાં રહેલાં રાગ–દ્વેષ, વાસના નાશ થાય છે. વિવેચન :– આ…

પ્રતિપાદિત વિષયઃ દૃઢ આશ્રયનું સ્વરૂપ. મુખ્ય મુદ્દાઃ ૧.જે કાંઈ ઈચ્છે તે ભગવાન થકી ઈચ્છે બીજા થકી નહિ. ર.આશ્રયમાં ઢીલાશ હોય તે ભક્તનો ઘસારો ખમી ન શકે. ૩.ઉત્તમ ભક્તની ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન સરખી માનસી પૂજા કરવાથી સો જન્મે ઉત્તમ થવાનો હોય તો આ જ જન્મે ઉત્તમ થાય છે. વિવેચન :–…

પ્રતિપાદિત વિષયઃ કાળ, કર્માદિકની સત્તા કેટલી ? મુખ્ય મુદ્દાઃ ૧.સર્વસ્વ સત્તા પરમાત્માની છે. ર.કાળ, કર્મ ભગવાનની ઈચ્છાને પામીને ફળ આપે છે. ૩.ભગવાન જીવના પૂર્વકર્મને જોઈને દેહ આપતા હોવાથી વિચિત્રતા જીવના કર્મનું ફળ છે. તેમાં ભગવાનની નિર્દયતા કે વિચિત્રતા નથી. વિવેચન :– આ વચનામૃતમાં વડોદરાના ચીમનરાવજીએ પ્રશ્ન પૂછયો. હે મહારાજ, જીવ…

પ્રતિપાદિત વિષયઃ ૧. દૈવી–આસુરી જીવ. ર. ભગવાનનું અન્વય–વ્યતિરેકપણું. મુખ્ય મુદ્દાઃ ૧.આસુરી જીવ દૈવી ન જ થાય. ર.ભગવાન અન્વય થકા સદા વ્યતિરેક જ છે. વિવેચન :– હરિભક્તો પરસ્પર ભગવદ્‌વાર્તા કરતા હતા. તેમા દૈવી આસુરીનો પ્રસંગ નીસર્યો કે દૈવી હોય તે ભગવાનનો ભકત જ થાય અને આસુરી હોય તે ભગવાનથી વિમુખ જ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ. મુખ્ય મુદ્દાઃ         ૧.ત્રણ દેહથી અલગ પડીને વૃત્તિને શુદ્ધ કરીને ભગવાનની મૂર્તિમાં રાખવાનો અભ્યાસ કરવો. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ થોડીવાર ધ્યાનમુદ્રામાં બેસી, દર્શન દઈને પછી બોલ્યા, જે આ નેત્રની વૃત્તિ અરૂપ છે તો પણ રૂપવાન પદાર્થ તેના માર્ગમાં આવે તો…

પ્રતિપાદિત વિષયઃ નિર્ગુણ સુખની ઓળખાણ. મુખ્ય મુદ્દાઃ ૧.નિર્ગુણ સુખ અતિ માત્રામાં છે. ર.નિર્ગુણ સુખ સમાધિ અવસ્થામાં અથવા ગુણાતીત સ્થિતિમાં અનુભવાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે મુનિ મંડળ પ્રત્યે પ્રશ્ન પૂછયો છે. રાજસી, તામસી અને સાત્ત્વિકી એ ત્રણ પ્રકારનું સુખ તે જેમ ત્રણ અવસ્થામાં જણાય છે તેમ નિર્ગુણ એવું જે…

પ્રતિપાદિત વિષયઃ જીવના કલ્યાણનો ઉપાય. મુખ્ય મુદ્દાઃ ૧.રાજા રૂપે અને સાધુ રૂપે ભગવાન પૃથ્વી ઉપર અવતાર લઈને વિચરતા હોય ત્યારે તે પરમાત્માની ઓળખાણ સહિતના આશ્રયથી કલ્યાણ થાય છે. ર.તેમના એકાંતિક સંતને ઓળખી તેમની આજ્ઞા તથા ભગવાનની આજ્ઞામાં વર્તવાથી કલ્યાણ થાય છે. ૩.મૂર્તિનો વિશ્વાસ રાખી આશ્રય કરી ધર્મ સહિત ભક્તિ કરવાથી…

પ્રતિપાદત વિષયઃ જીવનો નાશ તથા સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શન તથા પરમાત્મદર્શનનું સાધન છે. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન, ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને ગરીબ આ ચારનો દ્રોહ કરવાથી જીવનો નાશ થઈ જાય છે. ર.પોતાના આત્મકલ્યાણનું સાધન બુદ્ધિમાં ન સૂઝવું એ જીવનો નાશ થયો જાણવો. ૩.શાસ્ત્ર પુરાણને જાણવા છતાં ભગવાન અને નિર્દોષ સંતમાં…

પ્રતિપાદત વિષયઃ ભગવાનનો મહિમા સહિત નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન મનુષ્ય સ્વરૂપે હોય અથવા(મનુષ્ય ચરિત્રમાં) તેમનો નિશ્ચય થાય તો તે જીવ બીજના ચંદ્રમાની જેમ વધતો જાય છે. ર.જો ભગવાનમાં અનિશ્ચયનો ઘાટ થાય તો તે જીવ તેજહીન થતો જાય છે. ૩.પરિપૂર્ણ નિશ્ચયવાળાને કૃતાર્થતા–પૂર્ણતા અનુભવાય છે. ૪.અપૂર્ણ નિશ્ચયવાળાને પ્રાપ્તિમાં ઘણી જ શંકાઓ રહે…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનની મૂર્તિની અલૌકિકતા. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની મૂર્તિમાં સહજ ચમત્કાર રહેલો છે. ર.ભગવાન એકદેશી થકા સર્વદેશી છે. વિવેચન :– આ વચનામૃતમાં ભાદરણના પાટીદાર ભગુભાઈએ મહારાજને પ્રશ્ન પૂછયો જે હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? પ્રશ્નમાં ‘આ’ શબ્દથી એમ નક્કી થાય છે કે મહારાજને જોઈને ત્યારે જ કોઈને…

પ્રતિપાદિત વિષયઃ ધર્મિષ્ઠતા–અધર્મિષ્ઠતા. મુખ્ય મુદ્દાઃ ૧.વિમુખ જેને ધર્મિષ્ઠ જાણે છે તે ધર્મિષ્ઠ નથી ને પાપી જાણે છે તે પાપી નથી. ર.સત્પુરુષનો દ્રોહ કરનારો છે તે જ અધર્મી છે અને તેનો ગુણ ગ્રહણ કરનારો છે તે સર્વથી ધર્મિષ્ઠ છે. વિવેચન :– આ વચનામૃતમાં વડોદરાના વાઘમોડિયા રામચંદ્રજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો જે…

પ્રતિપાદિત વિષયઃ દૈવીપણા તથા આસુરીપણામાં કારણરૂપ પરિબળો. મુખ્ય મુદ્દાઃ ૧.અનાદિકાળના દૈવી અને આસુરી જીવો છે. ર.જીવ જેવા કર્મો કરે તેવા ભાવને પામે છે. ૩.જીવ જેવો સંગ કરે છે તેવા ભાવને પામે છે. ૪.જેના ઉપર સત્પુરુષનો રાજીપો થાય તે દૈવી અને જેના ઉપર કોપ થાય તે આસુરી થઈ જાય છે. વિવેચન…

પ્રતિપાદિત વિષયઃ મહારાજનો રહસ્ય અભિપ્રાય. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનના ભજનનું જે સુખ છે તે જ સુખરૂપ અને બીજું સર્વે દુઃખરૂપ. ર.પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહેજે સત્સંગ થાય તેટલો કરાવવો. વિવેચન :– આ વચનામૃત રહસ્ય અભિપ્રાયનું વચનામૃત છે. સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા તેણે એમ કહ્યું જે હે મહારાજ તમે…

પ્રતિપાદિત વિષયઃ જીતેન્દ્રિયપણું કોને કહેવાય અને ત્યાગી સંતને ભગવાનના ભક્ત સંબંધી પ્રવૃત્તિમાર્ગમાં રહેવુ ઘટે કે નહિ ? મુખ્ય મુદ્દાઃ ૧.પંચ વિષયનો અંતરમાં દોષે યુક્ત અભાવ થાય તે જીતેન્દ્રિયપણાનું કારણ છે. ર.નિવૃત્તિમાર્ગવાળા ત્યાગીએ પણ ભગવાન અને તેના ભક્ત સંબંધી પ્રવૃત્તિમાર્ગમાં રહેવું એ જ ભક્તિ છે. તેમ કરવાથી તે ભગવાનની કૃપાનું પાત્ર…

પ્રતિપાદિત વિષયઃ સત્સંગીએ અવશ્ય જાણવાની વાર્તા. મુખ્ય મુદ્દાઃ ૧.સંપ્રદાયની રીત. ર.ગુુરુપરંપરા. ૩.સંપ્રદાયમાં પ્રમાણરૂપ ગ્રથ. ૪.સર્વેના નિયમો. પ.ભગવાનનુ સ્વરૂપ. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ મહારાજે મોટા મોટા પરમહંસોને પ્રશ્ન પૂછયો. જે સત્સંગી હોય તેણે અવશ્યપણે શી શી વાર્તા જાણવી જોઈએ ? પછી પોતે જ તેનો ઉત્તર કર્યો જે એક તો આપણો…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના સુખની ઓળખાણ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન અને સંતની જે જીવને ઓળખાણ થાય તેનો વિવેક જાગ્રત થાય છે અને તે ભગવાનનો ભક્ત બને છે. ર.ભગવાન અને સંત મળ્યા પછી માયિક ભોગ, સુખને ઈચ્છે તે નરકના કીડા સમાન છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ ભક્તો પ્રત્યે કૃપા કરીને બોલ્યા છે…

પ્રતિપાદિત વિષયઃ કામાદિકનું બીજ બળી ગયાનું સાધન. મુખ્ય મુદ્દાઃ ૧.વિષય અને કામાદિક પ્રત્યે દોષોની તથા વૈરબુદ્ધિની શેડય જીવમાં ઉતારવી. ર.એવી સમજણ હોય તો પણ નબળા દેશકાળ ન સેવવા. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછયો છે. રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય…