પ્રતિપાદિત વિષયઃ મન જીત્યાનાં લક્ષણો. મુખ્ય મુદ્દાઃ ૧. ઈન્દ્રિયો જ્યારે વિષયથી પાછી હઠે ત્યારે મન જીતાણું જાણવું. ર. આત્મનિષ્ઠા તથા ભગવાનના મહિમાથી પંચ વિષયની નિવૃત્તિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે હે મહારાજ ‘જિતં જગત્કેન મનો હિ યેન ।’ આ મણિરત્નમાળા નામના ગ્રથના શ્લોકમાં…
Browsing CategorySarangpur
સ–૦ર : ભગવાનની મૂર્તિમાં હેત થયાનું
પ્રતિપાદિત વિષયઃ ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય પ્રીતિ કેમ થાય ? ભગવાન અને મોટા સંતને મુમુક્ષુમાં પ્રીતિ (રાજીપો) કેમ થાય ? મુખ્ય મુદાઃ ૧. ભગવાનમાં પ્રીતિ થવાનાં અનેક કારણો છે. તેમાં મુખ્ય કારણ ભગવાનનો મહિમા જાણવો એટલે કે ભગવાનમાં રહેલા દિવ્ય ગુણો જાણવા તે છે. ર. ભગવાન મુમુક્ષુ ઉપર રાજી થાય…
સ–૦૩ : શ્રવણ–મનન–નિદિધ્યાસ અને સાક્ષાત્કારનું
પ્રતિપાદિત વિષયઃ પ્રત્યક્ષ અને માનસી પૂજામાં કઈ શ્રેષ્ઠ ? તથા શ્રવણ મનન નિદિધ્યાસ અને સાક્ષાત્કારના લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.રોમાંચિત ગાત્ર તથા ગદ્ગદ્કંઠ થઈ જે કોઈ પૂજા કરે તે શ્રેષ્ઠ ગણાય. ર. પૂજા–સેવામાં, કથા–કીર્તનાદિકમાં અતિ શ્રદ્ધા હોય તો એના અંતરમાં પ્રેમ નિમગ્નતા છે એમ જાણવું. ૩. ધર્મિષ્ઠ અને ભક્ત વક્તાના મુખે…
સ–૦૪ : આત્મા – અનાત્માના વિવેકનું
આ વચનામૃત આત્મા અનાત્માની ચોખ્ખી ઓળખાણનું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. હે મહારાજ ! આત્મા અનાત્માની ચોખ્ખી વિક્તિ તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્મા–અનાત્મા એક સમજાય નહીં. મહારાજ કહે, એક શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા પછી દેહ…
સ–૦પ : અન્વય – વ્યતિરેકનું
પ્રતિપાદિત વિષયઃ વાસના નિવૃત્તિ તથા દર્શનનું રહસ્ય, અન્વય વ્યતિરેક સ્વરૂપ. મુખ્ય મુદ્દાઃ ૧. પરમાત્માનો સારી રીતે મહિમા સમજવાથી વાસનાની નિવૃત્તિ થાય છે. ર. જેટલા વેગપૂર્વક દર્શન થાય તેટલા જીવમાં ઊંડા સંસ્કારો બેસે છે. જેને અનુસારે ભગવાનમાં પ્રીતિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ર પૂછયો કે વાસનાની…
સ–૦૬ : એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું, ચાર પ્રકારની વાણીનું
પ્રતિપાદિત વિષયઃ એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ? મુખ્ય મુદ્દાઃ ૧. જેને વિષે રહીને વિષય ભોગવાય છે તેને અવસ્થા કહેવાય છે. ર. અવસ્થાઓ સત્ત્વાદિ ગુણના કારણે સર્જાય છે. વિવેચન :– અહીં વચનામૃતમાં શ્રી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે એક એક અવસ્થાને વિષે બીજી…
સ–૦૭ : નૈમિષારણ્ય ક્ષેત્રનું
પ્રતિપાદિત વિષયઃ આધ્યાત્મિક દૃષ્ટિથી નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે શુ ? (અથવા કયા સ્થાનને ગણાય ?) મુખ્ય મુદ્દાઃ ૧. મનોમય ચક્રની ધારા જે ઈન્દ્રિયો જ્યાં બૂઠી થઈ જાય તે સ્થાનને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. ર. ભગવાનના સાચા સત્પુરુષોના સાંનિધ્યમાં આધ્યાત્મિક નૈમિષારણ્ય ક્ષેત્ર રહેલું હોય છે. ૩. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરેલી પરમાત્માની સાધના કે પુણ્યકર્મ…
સ–૦૮ : ઈર્ષ્યાના રૂપનું
પ્રતિપાદિત વિષયઃ ઈર્ષ્યાનું રૂપ. મુખ્ય મુદ્દાઃ ૧. જેના હૃદયમાં ઈર્ષ્યા હોય તે કોઈની પણ પ્રગતિ દેખી ન શકે. ર. માનમાંથી ઈર્ષ્યા જન્મે છે. વિવેચન :– આ વચનામૃત ઈર્ષ્યાનું વચનામૃત છે. ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે ઈર્ષ્યાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે જેના હૃદયમાં માન હોય તે…
સ–૦૯ : યુગના ધર્મ પ્રવર્ત્યાનું, સ્થાન તે શું ? તેનું
પ્રતિપાદિત વિષયઃ હૃદયમાં પ્રવર્તતા યુગના ધર્મનું કારણ શું ? મુખ્ય મુદ્દાઃ ૧. યુગધર્મ પ્રવર્તવાનુ કારણ સત્ત્વાદિ ગુણ છે. ર. ગુણની પ્રવૃત્તિનું કારણ કર્મ છે. ૩. જેને ભગવાન અને સંતના વચનમાં અતિ વિશ્વાસ હોય તેના ગમે તેવાં તામસી કર્મો હોય તેનો નાશ થઈ જાય છે. વિવેચન :–…
સ–૧૦ : આત્મદૃષ્ટિ,બાહૃદૃષ્ટિનું,પાંચ ખાસડાંનું
પ્રતિપાદિત વિષયઃ ધર્મવાળા તથા અધર્મી અને આત્મદૃષ્ટિ તથા બાહ્યદૃષ્ટિ. મુખ્ય મુદ્દાઃ ૧. જેને સાચા સંતમાં પ્રીતિ છે તે ધર્મવાળા છે. જેને સાચા સંતનો દ્વેષ છે તે અધર્મી છે. ર. મહારાજ સાથે આત્મદૃષ્ટિનો સંબંધ કેળવવો. ૩. આત્મદૃષ્ટિવાળા ભક્તોનો અતિ મહિમા છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કુંડળથી સંતનું મંડળ લઈને ગામ…
સ–૧૧ : પુરુષ પ્રયત્નનું
પ્રતિપાદિત વિષયઃ પુરુષપ્રયત્ન અને પરમાત્માની કૃપા. મુખ્ય મુદ્દાઃ ૧. જે સાધક પૂર્ણ પુરુષપ્રયત્ન કરે છે તેના ઉપર જ ભગવાનની કૃપા થાય છે. ર. ભગવાનના ધામની પ્રાપ્તિ પુરુષપ્રયત્નથી નથી થતી પણ પરમાત્માની કૃપાથી જ થાય છે. ૩. પરમાત્મા કૃપા અને ન્યાય બન્ને સદ્ગુણોને યોગ્ય ન્યાય આપે છે. વિવેચન :– આ વચનામૃત…
સ–૧ર : આત્માના વિચારનું
પ્રતિપાદિત વિષયઃ સાધુમાં કયા ગુણ અખંડ રહે છે ને કયા આવે જાય એવા છે તથા આત્મવિચાર. મુખ્ય મુદ્દાઃ ૧. સ્વધર્મ, આત્મનિષ્ઠા અને નિશ્ચય આ ગુણો સાધુમાં અખંડ રહે છે.(રહેવા જોઈએ) ર. માયાના તત્ત્વોથી નોખા પડી સાક્ષીભાવ તેની સમીક્ષા કરવી ને પોતાનો આત્મભાવ દૃઢ કરવો. વિવેચન :– નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો…
સ–૧૩ : નિશ્ચય ટળ્યા ન ટળ્યાનું
પ્રતિપાદિત વિષયઃ નિશ્ચય ટળવો – ન ટળવો. મુખ્ય મુદ્દાઃ ૧. શાસ્ત્રનો આધાર લઈને (લક્ષણો જોઈને) નિશ્ચય કર્યો હોય તો તે ટળતો નથી. ર. પોતાના મનની મેળે કરેલો નિશ્ચય ટળી જતાં વાર લાગતી નથી. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. જેને ભગવાનનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય…
સ–૧૪ : પ્રમાદ અને મોહનું
પ્રતિપાદિત વિષયઃ પ્રમાદ તથા સ્થૂળ–સૂક્ષ્મ દેહનાં કર્મ. મુખ્ય મુદ્દાઃ ૧. જે કરવાનું હોય તે ન થાય અને ન કરવાનું હોય તે કરાય તેને પ્રમાદ કહેવાય છે. ર. જેને પતિવ્રતાની ભક્તિ કરવી તેને પ્રમાદનો ત્યાગ કરવો. ૩. સ્થૂળ દેહ જેટલું જ સૂક્ષ્મ દેહનું પણ કર્મ લાગે છે. વિવેચન :– આ વચનામૃતમાં…
સ–૧પ : મુગ્ધા, મધ્યા અને પ્રૌઢાનુ
પ્રતિપાદિત વિષયઃ શ્રેષ્ઠ ભક્તિ. મુખ્ય મુદ્દાઃ ૧. આત્મનિષ્ઠા ને વૈરાગ્યયુક્ત ભક્તિ શ્રેષ્ઠ છે. ર. ગોપીઓની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. ૩. ગોપીઓમાં મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવા ત્રણ પ્રકાર છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો છે. બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે…
સ–૧૬ : નરનારાયણના તપનું
પ્રતિપાદિત વિષયઃ નરનારાયણ ભગવાન ભક્તને અર્થે તપ કરે છે. મુખ્ય મુદ્દાઃ ૧. જે પરમાત્માની સાચી આરાધના કરવા તત્પર થાય છે તેને ભગવાનની તપશ્ચર્યાનો ફાયદો મળે છે. ર. ભગવાનને પ્રતાપે ભક્તની સાધના પૂર્ણ કક્ષાએ પહોંચે છે. વિવેચન :– શ્રી નરનારાયણ ૠષિના તપનું આ વચનામૃત છે. પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે…
સ–૧૭ : મુક્તના ભેદનું, આંબલીની ડાળીનું
પ્રતિપાદિત વિષયઃ મુક્તના ભેદ. મુખ્ય મુદ્દાઃ ૧. મુક્તભાવમાં મુખ્ય કારણ ભગવાનમાં કયા ભાવથી કેટલો જોડાયો છે તે છે. ર. મુક્તભાવમાં ન્યૂનતાનું કારણ માયા અને માયિક ભાવો સાથે કેટલો ઊંડાણથી જોડાયો છે તે છે. વિવેચન :– આ વચનામૃત મુક્તના ભેદનું વચનામૃત છે. ભગવાનના ભક્ત મુક્ત બધા જ સરખા કેમ નથી ?…
સ–૧૮ : ખાર ભૂમિનું
પ્રતિપાદિત વિષયઃ કુસંગ એ સ્વભાવનુ રક્ષણ પોષણ કરનારું પરિબળ છે. મુખ્ય મુદ્દાઃ ૧. સાચા સંતમાં અશ્રદ્ધા અને કુસંગમાં શ્રદ્ધાવાળું હૃદય એ જીવનની નબળાઈઓને પાંગરવાની ઉત્તમ ભૂમિકા છે. ર. કુસંગની રેલ, યુવાની ઉંમર, નબળાઈના બીજ વાવે છે. જીવની મૂર્ખતા એ નબળાઈઓનું રક્ષણ કરે છે, સંતના અવગુણ તેમાં ખાતરરૂપ બને છે અને…