Browsing CategoryVachnamrut Chintan

પ્રતિપાદિત વિષયઃ કયે ઠેકાણે માન રાખવું સારું તથા કયે ઠેકાણે નિર્માની થવું સારું. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાન ને ભગવાનના ભક્ત આગળ માન રાખવું સારું નથી. તેમની આગળ નિર્માની થવું સારું.ર. સત્સંગનો દ્રોહી હોય ને ભગવાનને મોટા સંતનું ઘસાતું બોલતો હોય ત્યાં માન રાખવું સારું. ત્યાં નિર્માની ન થવું. વિવેચન :–…

પ્રતિપાદિત વિષયઃ આધ્યાત્મિક દરિદ્રતા. મુખ્ય મુદ્દાઃ ૧.વૈરાગ્યની ખામી હોય તો દોષો–વિકૃતિઓ દૂર થતા નથી.ર.વૈરાગ્યના અભાવમાં પણ સંત અથવા ભગવાનની કૃપા થાય તો દોષ દૂર થાય. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે…

પ્રતિપાદિત વિષયઃ મુક્તના ભેદ. મુખ્ય મુદ્દાઃ ૧. મુક્તભાવમાં મુખ્ય કારણ ભગવાનમાં કયા ભાવથી કેટલો જોડાયો છે તે છે. ર. મુક્તભાવમાં ન્યૂનતાનું કારણ માયા અને માયિક ભાવો સાથે કેટલો ઊંડાણથી જોડાયો છે તે છે. વિવેચન :– આ વચનામૃત મુક્તના ભેદનું વચનામૃત છે. ભગવાનના ભક્ત મુક્ત બધા જ સરખા કેમ નથી ?…

પ્રતિપાદિત વિષયઃ નિશ્ચયની દૃઢતા કરવી. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાનનું પરસ્વરૂપ તથા અવતાર સમયે મનુષ્ય સ્વરૂપ તે બન્નેની રીતને યથાર્થ પણે જાણવી. ર. મનુષ્ય સ્વરૂપમાં પરસ્વરૂપનું અનુસંધાન કરવું. વિવેચન :– આ વચનામૃત નિશ્ચયની દૃઢતા કરવાનું છે. વચનામૃતમાં મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે. જે પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને…

પ્રતિપાદિત વિષયઃ નરનારાયણ ભગવાન ભક્તને અર્થે તપ કરે છે. મુખ્ય મુદ્દાઃ ૧. જે પરમાત્માની સાચી આરાધના કરવા તત્પર થાય છે તેને ભગવાનની તપશ્ચર્યાનો ફાયદો મળે છે. ર. ભગવાનને પ્રતાપે ભક્તની સાધના પૂર્ણ કક્ષાએ પહોંચે છે. વિવેચન :– શ્રી નરનારાયણ ૠષિના તપનું આ વચનામૃત છે. પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે…

પ્રતિપાદિત વિષયઃ જે પોતાના કલ્યાણમાં ઉપયોગી થાય તે જ સાચી બુદ્ધિ કહેવાય તથા નિર્ગુણપણે ભગવાનમાં હેત કરવું. મુખ્ય મુદ્દાઃ ૧. ઝાઝી બુદ્ધિ હોય પણ ભગવાન કે તેમના ભક્તનો અવગુણ લે તો તે કલ્યાણના માર્ગમાં ઉપયોગ ન થયો ગણાય.ર. થોડી બુદ્ધિ હોય પણ પોતાનો અવગુણ ને ભગવાન અને તેમના ભક્તોનો ગુણ…

પ્રતિપાદિત વિષયઃ શ્રેષ્ઠ ભક્તિ. મુખ્ય મુદ્દાઃ ૧. આત્મનિષ્ઠા ને વૈરાગ્યયુક્ત ભક્તિ શ્રેષ્ઠ છે. ર. ગોપીઓની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. ૩. ગોપીઓમાં મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવા ત્રણ પ્રકાર છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો છે. બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે…

પ્રતિપાદિત વિષયઃ સાંખ્ય અને યોગનું રહસ્ય(સિદ્ધાંતો). મુખ્ય મુદ્દાઃ ૧. સાંખ્યમત : માયિક ચોવીસ તત્ત્વોથી પર થયા વિના મુક્ત ન થવાય.ર. યોગ મત : ઈન્દ્રિય અંતઃકરણને સંપૂર્ણ પરમાત્મામાં સંયમ કર્યા વિના મુક્ત ન થવાય. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની…

પ્રતિપાદિત વિષયઃ પ્રમાદ તથા સ્થૂળ–સૂક્ષ્મ દેહનાં કર્મ. મુખ્ય મુદ્દાઃ ૧. જે કરવાનું હોય તે ન થાય અને ન કરવાનું હોય તે કરાય તેને પ્રમાદ કહેવાય છે. ર. જેને પતિવ્રતાની ભક્તિ કરવી તેને પ્રમાદનો ત્યાગ કરવો. ૩. સ્થૂળ દેહ જેટલું જ સૂક્ષ્મ દેહનું પણ કર્મ લાગે છે. વિવેચન :– આ વચનામૃતમાં…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને વિષે પતિવ્રતાપણું અને ભક્તનો પક્ષ. મુખ્ય મદ્દાઃ ૧.ભગવાનને વિષે પતિવ્રતાપણું અને ભક્તનો પક્ષ.ર.ભગવાનના ભક્તને ભગવાન તથા ભકત પ્રત્યે પક્ષવાળી દૃષ્ટિ જોઈએ. વિવેચન :– આ વચનામૃત મહારાજની નિષ્ઠા અને સત્સંગની દૃઢતા કરાવનારું છે. મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત હોય તેણે એક તો શ્રીજી મહારાજને વિષે એટલે કે…

પ્રતિપાદિત વિષયઃ કામાદિકનું બીજ બળી ગયાનું સાધન. મુખ્ય મુદ્દાઃ ૧.વિષય અને કામાદિક પ્રત્યે દોષોની તથા વૈરબુદ્ધિની શેડય જીવમાં ઉતારવી. ર.એવી સમજણ હોય તો પણ નબળા દેશકાળ ન સેવવા. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછયો છે. રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય…

પ્રતિપાદિત વિષયઃ વૃંદાવન અને કાશીનો મહા પ્રલયમાં પણ નાશ થતો નથી. મુખ્ય મુદ્દાઃ ૧.વૃંદાવન અને કાશી પવિત્ર ભૂમિ જરૂર છે પણ તેને અવિનાશી ન ગણી શકાય.ર.તે તીર્થભૂમિ અધ્યાત્મ સાધનામાં જરૂર મદદરૂપ થાય.૩.તીર્થભૂમિનો આજીવિકામાં ઉપયોગ ન કરવો જોઈએ. વિવેચન :– મહારાજ પાસે માધ્વી સંપ્રદાયનો એક બ્રાહ્મણ આવ્યો. તેને મહારાજે પ્રશ્ન પૂછયો…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના સુખની ઓળખાણ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન અને સંતની જે જીવને ઓળખાણ થાય તેનો વિવેક જાગ્રત થાય છે અને તે ભગવાનનો ભક્ત બને છે. ર.ભગવાન અને સંત મળ્યા પછી માયિક ભોગ, સુખને ઈચ્છે તે નરકના કીડા સમાન છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ ભક્તો પ્રત્યે કૃપા કરીને બોલ્યા છે…

પ્રતિપાદિત વિષયઃ પંચ વિષયમાંથી સમગ્રપણે વૃત્તિ કેમ નીકળે અને તેનો અભાવ કેમ થાય ? મુખ્ય મુદ્દાઃ ૧. સાંખ્યની દૃષ્ટિ પામીને સર્વે લોકના સુખનો વિચાર કરે ને પરમાત્માના સુખની સાથે તુલના કરે તો બીજામાંથી મન હરીને પરમાત્માના સુખમાં મન ઠરે. વિવેચન :– અહીં મહારાજ સર્વે મોટા પરમહંસ તથા હરિભક્તને પૂછે છે…

પ્રતિપાદિત વિષયઃ નિશ્ચય ટળવો – ન ટળવો. મુખ્ય મુદ્દાઃ ૧. શાસ્ત્રનો આધાર લઈને (લક્ષણો જોઈને) નિશ્ચય કર્યો હોય તો તે ટળતો નથી. ર. પોતાના મનની મેળે કરેલો નિશ્ચય ટળી જતાં વાર લાગતી નથી. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. જેને ભગવાનનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય…

પ્રતિપાદિત વિષયઃ સત્સંગીએ અવશ્ય જાણવાની વાર્તા. મુખ્ય મુદ્દાઃ ૧.સંપ્રદાયની રીત. ર.ગુુરુપરંપરા. ૩.સંપ્રદાયમાં પ્રમાણરૂપ ગ્રથ. ૪.સર્વેના નિયમો. પ.ભગવાનનુ સ્વરૂપ. વિવેચન :– આ વચનામૃતમાં પ્રથમ મહારાજે મોટા મોટા પરમહંસોને પ્રશ્ન પૂછયો. જે સત્સંગી હોય તેણે અવશ્યપણે શી શી વાર્તા જાણવી જોઈએ ? પછી પોતે જ તેનો ઉત્તર કર્યો જે એક તો આપણો…

પ્રતિપાદિત વિષયઃ અખંડ સ્મૃતિ રાખવી. મુખ્ય મુદ્દા         ૧.આપત્કાળમાં અખંડ સ્મૃતિથી એકાંતિક ધર્મની રક્ષા થાય છે.ર.અખંડ સ્મૃતિ રાખવાના હેતુથી મહિમા સમજવામાં આવે તો તેનાથી સંપૂર્ણ ધર્મમાં પણ રહેવાય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે કે કોઈ ભક્ત શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મને પાળતો હોય…

પ્રતિપાદિત વિષયઃ જીતેન્દ્રિયપણું કોને કહેવાય અને ત્યાગી સંતને ભગવાનના ભક્ત સંબંધી પ્રવૃત્તિમાર્ગમાં રહેવુ ઘટે કે નહિ ? મુખ્ય મુદ્દાઃ ૧.પંચ વિષયનો અંતરમાં દોષે યુક્ત અભાવ થાય તે જીતેન્દ્રિયપણાનું કારણ છે. ર.નિવૃત્તિમાર્ગવાળા ત્યાગીએ પણ ભગવાન અને તેના ભક્ત સંબંધી પ્રવૃત્તિમાર્ગમાં રહેવું એ જ ભક્તિ છે. તેમ કરવાથી તે ભગવાનની કૃપાનું પાત્ર…

પ્રતિપાદિત વિષયઃ સાધુમાં કયા ગુણ અખંડ રહે છે ને કયા આવે જાય એવા છે તથા આત્મવિચાર. મુખ્ય મુદ્દાઃ ૧. સ્વધર્મ, આત્મનિષ્ઠા અને નિશ્ચય આ ગુણો સાધુમાં અખંડ રહે છે.(રહેવા જોઈએ) ર. માયાના તત્ત્વોથી નોખા પડી સાક્ષીભાવ તેની સમીક્ષા કરવી ને પોતાનો આત્મભાવ દૃઢ કરવો. વિવેચન :– નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનો નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાનના પરસ્વરૂપને પહેલા જાણીને પ્રત્યક્ષ સ્વરૂપમાં તેનું અનુસંધાન કરતા જવું. ર. ભગવાનના(પ્રત્યક્ષ) સ્વરૂપમાં મનુષ્યભાવ ટાળી દેવભાવ લાવવો. દેવભાવ ટાળી પરમાત્માનો ભાવ લાવવો. તેને દૃઢ કરવો તે નિશ્ચય. વિવેચન :– આ વચનામૃત નિશ્ચયનું છે. મહારાજ કહે છે કે ભગવાનનું ધામમાં રહ્યું એવું મૂળરૂપ છે…

પ્રતિપાદિત વિષયઃ જાણપણારૂપ ધામને દરવાજે ઊભું રહેવું. મુખ્ય મુદ્દાઃ ૧.કલ્યાણના માર્ગની વિવેકશક્તિ એ જાણપણું છે. ર.શુદ્ધ અને પવિત્ર આશયથી કરાયેલી સત્સંગ સંબંધી ક્રિયાઓ નિર્વિકલ્પ સ્થિતિમાં વિધ્નરૂપ થતી નથી. વિવેચન :– આ વચનામૃત જાણપણાનું છે. મહારાજ સર્વ હરિભક્તો પ્રત્યે કહે છે કે અમારા જે મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ…