Browsing CategoryLoya

પ્રતિપાદિત વિષયઃ ક્રોધ, કામને મૂળથી ઉખેડવા વગેરે. મુખ્ય મુદ્દાઃ ૧. રજોગુણી, તમોગુણી માણસ અથવા દેવતા મહારાજને ગમતા નથી. ર. આત્મનિષ્ઠા, પંચ વર્તમાન અને મહારાજના મહિમાથી કામનો નાશ કરી શકાય છે. …ઈત્યાદિક. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછયો છે કે શંકર શબ્દનો શો અર્થ છે ? ત્યારે મુનિઓએ ઉત્તર કર્યો…

પ્રતિપાદિત વિષયઃ દેહ છતાં મુત્યુનો ભય ટળી જવો. મુખ્ય મુદ્દાઃ ૧.મૃત્યુ એ પોતાના સમગ્ર જીવન દરમ્યાન કરેલાં સારાં–નરસાં કર્મોના સરવાળા – બાદબાકીના પરિણામનો દિવસ છે. ર.જીવન સુધારી પરમાત્મા સન્મુખ થવાથી મૃત્યુનો ભય દૂર થાય છે. ૩.જીવનસુધાર વિશ્વાસ, જ્ઞાન, શૂરવીરતા અને પ્રીતિથી થાય છે. વિવેચન :– આ વચનામૃત મૃત્યુનો ભય ટળી…

પ્રતિપાદિત વિષયઃ માહાત્મ્ય સહિત નિશ્ચયવાળાનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.તેને અર્થે શું શું ન થાય ? ર.વચનમાં ફેર પાડે નહિ. ૩.પ્રાપ્તિ પ્રત્યેનો ફેર હોય. ૪.મહિમા અતિ હોય. પ.ભક્ત તથા અભક્તને મૃત્યુ પછી થનારી પ્રાપ્તિનું હૃદયમાં સ્પષ્ટીકરણ હોય. વિવેચન :– આ વચનામૃતમાં ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો છે ભગવાન…

પ્રતિપાદિત વિષયઃ બધા જ બ્રહ્માંડમાં ભગવાનની મૂર્તિનું તથા કલ્યાણની રીતનું સ્વરૂપ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનની મૂર્તિ એક છે. ભકતો અનેક છે. ર.કલ્યાણની સ્થિતિ એક છે. માર્ગ અનેક છે. ૩.મૂંઝાઈને, રીસ કરીને પ્રેમ ન કરવો. વિવેચન :– આ વચનામૃતમાં અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે અનંતકોટિ બ્રહ્માંડ છે. બ્રહ્માંડોને વિષે…

પ્રતિપાદિત વિષયઃ આ વચનામૃતમાં અનેક પ્રશ્નો છે. તેથી વિવિધ વિષયો તથા મુદ્દાઓની ચર્ચા થઈ છે. વિવેચન :– અહીં મહારાજે કપટ અને દંભ કોને કહેવાય અને કપટી અને દંભી કેમ ઓળખાય તે સંતોને પોતે જ પ્રશ્ન પૂછીને ચર્ચા કરી છે. પોતાની નબળાઈઓ અને મલિનતાને યુક્તિ–પ્રયુક્તિ કરીને ઢાંકવી તેને કપટ કહેવાય અને…

આ વચનામૃતમાં અનેક પ્રશ્નો છે તેથી વિવિધ વિષયો તથા મુદ્દાઓની ચર્ચા થઈ છે. વિવેચન :– સત્સંગ થયા પછી દુર્લભ સાધન.. સત્સંગ થયા પછી દુર્લભ સાધન શું છે ? તો મહારાજ કહે છે તેમાં એકાંતિકપણું આવે તે દુર્લભ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત ભક્તિ, એકાંતિકપણું છે તે દુર્લભ છે. સામાન્યપણે આપણા…

પ્રતિપાદિત વિષયઃ જીવના આત્યંતિક કલ્યાણના જ્ઞાનનો ઉપાય. મુખ્ય મુદ્દાઃ ૧.જ્ઞાનથી મુક્તિ થાય છે. ર.જ્ઞાન પરમાત્મા વિષયક હોવુ જોઈએ. ૩.જ્ઞાન ઈન્દ્રિય, અંતઃકરણ અને અનુભૂત (અનુભવ પહોંચેલું) હોવું જોઈએ. ૪.જ્ઞાન ભક્તિમાં પરિણામ પામેલું હોવું જોઈએ. વિવેચન :– આ વચનામૃત ઈન્દ્રિય, અંતઃકરણ અને અનુભવ પહોંચ્યાનું છે. જીવાત્માની મુક્તિનું કારણ જ્ઞાન છે કે ભક્તિ…

પ્રતિપાદિત વિષયઃ વિવિધ. મુખ્ય મુદ્દાઃ વિવિધ વિષયોની ચર્ચા થઈ છે. વિવેચન :– ડાહ્યાને સંતનો અવગુણ કેમ આવે છે ? તેના ઉત્તરમાં મહારાજ કહે છે કે જે ડાહ્યો હોય તેને પોતાનામાં અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો હોય અને તેની ઉપર પોતે અતિ દ્વેષબુદ્ધિ રાખીને દ્વેષસહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખડો કરતો હોય, તે…

પ્રતિપાદિત વિષયઃ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિ એ ચારેના ઉપજ્યાના હેતુ. મુખ્ય મુદ્દાઃ વિવેચનમાં જ જુઓ. ૧. લક્ષણ ધર્મ : ધરતિ ધારયતિ વા લોકાન્‌ઈતિ ધર્મઃ ।         ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યુપપાદિત : ।         ચોદના લક્ષણો અર્થો ધર્મઃ । વૈરાગ્ય : વૈરાગ્યમ્‌જ્ઞેયમપ્રીતિઃ શ્રીકૃષ્ણેતરવસ્તુષુ । જ્ઞાન : જ્ઞાનં ચ જીવમાયેશરૂપાણાં સુષ્ઠુ વેદનમ્‌। ભક્તિ…

પ્રતિપાદિત વિષયઃ પરમાત્મામાં તીવ્ર કે મંદ સ્નેહ થવાનું કારણ ? મુખ્ય મુદ્દાઃ ૧. કેવળ ઈન્દ્રિયો જે વિષયમાં પ્રવર્તે ત્યાં મંદ વેગ રહે ને તેને અનુસારે મંદ સ્નેહ થાય છે. ર. ઈન્દ્રિયો સાથે મન ભળે તો મધ્યમ વેગથી પ્રવર્તે તો મધ્યમ સ્નેહ થાય. ૩. ઈન્દ્રિયો, મન અને જીવ ભળે તો તીવ્ર…

પ્રતિપાદિત વિષયઃ અસત્‌પુરુષો અને સત્‌પુરુષોની શાસ્ત્રમાંથી સમજણની ગ્રાહૃાવૃત્તિ. મુખ્ય મુદ્દાઃ ૧. અસત્‌પુરુષો બધી જ વસ્તુને સરખી (બ્રહ્મ) માને છે જ્યારે સત્‌પુરુષો તમામમાં તફાવત દેખે છે. તેમાં પણ ભગવાન અને બીજા પદાર્થોમાં અતિ તફાવત છે એમ માને છે. ર. અસત્‌પુરુષને ભાવના કરવી એ જ મુખ્ય છે. જ્યારે સત્‌પુરુષ ભાવના પહેલાં પદાર્થવિવેક…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનો છ પ્રકારનો નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧. સવિકલ્પ અને નિર્વિકલ્પ નિશ્ચયમાં તફાવતનું મુખ્ય કારણ દેહભાવ અને આત્મભાવ રહે છે. ર. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠના ભેદમાં મહિમાનું વધારે ઓછાપણું કારણરૂપ છે. વિવેચન :– આ વચનામૃત નિશ્ચયના છ પ્રકારના ભેદનું છે. નિશ્ચયના મુખ્ય બે ભેદ છે તેમાં એક તો સવિકલ્પ…

પ્રતિપાદિત વિષયઃ ભૂંડા દેશકાળમાં પણ પરાભવ ન થાય. મુખ્ય મુદ્દાઃ ૧.પરમાત્માના ચરણારવિંદને નિર્વિકલ્પપણે પામ્યો હોય તો દેશકાળાદિકે પરાભવ ન થાય ને તે વિના ગમે તેવો મોટો હોય તો પણ પરાભવ થાય. ર. મુક્તિને પામ્યા પછી પણ ભગવાનમાં અને મુક્તોમાં ઘણો ભેદ રહે છે. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ…

પ્રતિપાદિત વિષયઃ મહારાજની રુચિ તથા અભિપ્રાય. મુખ્ય મુદ્દાઃ ૧. નિરાકાર સ્વરૂપમાં પ્રીતિ નહિ. ર. અક્ષરબ્રહ્મની સાથે એકતા કરીને સાકાર ભગવાનની સ્વામી–સેવક ભાવે ઉપાસના કરવી. ૩. ગોપીઓના જેવી ભક્તિ. ૪. જડભરતના જેવો વૈરાગ્ય. પ. શુકજીના જેવી આત્મસ્થિતિ. ૬. યુધિષ્ઠિરના જેવી ધર્મનિષ્ઠા મહારાજ ગમે છે. વિવેચન :– આ વચનામૃત રુચિ તથા અભિપ્રાયનું…

પ્રતિપાદિત વિષયઃ જીવાત્માનું સ્વરૂપ તથા સાંખ્ય, યોગ અને વેદાંતના સિદ્ધાંતો. મુખ્ય મુદ્દાઃ ૧. ઈન્દ્રિયો અંતઃકરણના આધાર વિના જીવ કર્તા–ભક્તોતા થઈ શકતો નથી. ર. નિરાકાર જીવમાં પણ ભગવાન પોતે જ સાકાર રૂપે રહ્યા છે. ૩. સાંખ્યનો સિદ્ધાંતઃ ઈન્દ્રિયો અંતઃકરણથી જુદા થઈને ભગવાનની આરાધના કરવી. ૪. યોગનો સિદ્ધાંતઃ ઈન્દ્રિયો અંતઃકરણને સારી પેઠે…

પ્રતિપાદિત વિષયઃ તીવ્ર, કુંઠિત, અને નિર્મૂળ વાસનાનાં લક્ષણો તથા કપટી અને માનીનાં લક્ષણો . મુખ્ય મુદ્દાઃ ૧. તીવ્ર વાસનાવાળો વિષયથી પોતાની મેળે અથવા બીજા કોઈથી નીકળી ન શકે. ર. કુંઠિત વાસનાવાળો દેશકાળે વિષયમાં બંધાઈ જાય. ૩. નિર્મૂળ વાસનાવાળાને વિષયનો સદાકાળ અંતરથી અભાવ વર્ત્યા કરે. વિવેચન : આ વચનામૃત વાસના નિર્મૂળ…

પ્રતિપાદિત વિષયઃ પ્રથમ સ્તુતિ કરનાર ભક્ત દ્વારા પછી નિંદા કરવાનાં કારણો. મુખ્ય મુદ્દાઃ ૧. દેહના અનાદર, આત્મનિષ્ઠા, પંચવિષયમાં દૃઢ વૈરાગ્ય અને ભગવાનનો મહિમા તેના અભાવથી સ્તુતિ કરતાં કરતાં નિંદા કરવા લાગી જાય છે. ર. પંચવિષયનો અભાવ કેમ ઓળખાય ? સામાન્યથી દેહ ગુજરાન કરે ને સારામાં મુંઝાઈ જાય. વિવેચન :– આ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનો નિશ્ચય. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાનના પરસ્વરૂપને પહેલા જાણીને પ્રત્યક્ષ સ્વરૂપમાં તેનું અનુસંધાન કરતા જવું. ર. ભગવાનના(પ્રત્યક્ષ) સ્વરૂપમાં મનુષ્યભાવ ટાળી દેવભાવ લાવવો. દેવભાવ ટાળી પરમાત્માનો ભાવ લાવવો. તેને દૃઢ કરવો તે નિશ્ચય. વિવેચન :– આ વચનામૃત નિશ્ચયનું છે. મહારાજ કહે છે કે ભગવાનનું ધામમાં રહ્યું એવું મૂળરૂપ છે…