Browsing CategoryGadhada Madhya Prakran

પ્રતિપાદિત વિષયઃ નિશ્ચિત ધ્યેયનું મહત્ત્વ. મુખ્ય મુદ્દો         ૧.મરીને ભગવાનના અક્ષરધામમાં જવું છે એવું દૃઢપણે ધ્યેય નક્કી કરવું. વિવેચન :– આ વચનામૃતની શરૂઆત મહારાજે કૃપા વાકયથી કરી છે. આ ધ્યેય નિશ્ચિત કરવા માટેનું વચનામૃત છે. મહારાજ કહે છે કે બે સેના સામસામે પરસ્પર લડવા તૈયાર થઈ હોય,…

પ્ર્રતિપાદિત વિષયઃ મનના સ્વભાવનું નિરૂપણ. મુખ્ય મુદ્દા         ૧.મન જીવ થકી જુદું નથી તેની જ કોઈ કિરણ છે. ર.જેવા વિષય તેવું બની જવું તેવો મનનો સ્વભાવ છે. ૩.મનમાં વિવેક રાખવો એ સંતનો સ્વભાવ છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે આજે અમે મનનું રૂપ વિચારી…

પ્રતિપાદિત વિષયઃ યોગનિષ્ઠા તથા સાંખ્યનિષ્ઠા. મુખ્ય મુદ્દા         ૧.અભ્યાસ દ્વારા મનને કેન્દ્રિત કરી સુખ દુઃખથી પર થવું તે યોગદૃષ્ટિ છે. ર.આપાત રમણીય સુખોની પાછળ ભયંકર દુઃખો રહેલા છે તેને જોતા શીખવું તે સાંખ્યદૃષ્ટિ છે. વિવેચન :– આ વચનામૃતમાં મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે જે ભગવાનને વિશે અચળ…

પ્રતિપાદિત વિષયઃ વાસનાવાળા ત્યાગી અને નિર્વાસનિક ગૃહસ્થ તે બેમાંથી મર્યા પછી કોની ઉત્તમ ગતિ થાય ? મુખ્ય મુદ્દા ૧. મૃત્યુ પછી ઉત્તમ ગતિ માટે નિર્વાસનિકપણું કારણભૂત છે. ર. સગવડતા, શક્તિ ને સમૃદ્ધિની હાજરીમા પણ નિર્વાસનિક રહેવું તે જ સાચી નિર્વાસનિકતા છે. વિવેચન :– મહારાજે આ વચનામૃતમાં પરમહંસો પ્રત્યે પ્રશ્ન પૂછયો…

પ્રતિપાદિત વિષયઃ ભક્તિમાં અતરાય કરે તેવા સદ્‌ગુણોને પણ ગૌણ કરવા. મુખ્ય મુદ્દા         ૧.ભગવાન તથા ભક્તોને ન ગમે તે ન કરવું, ગમે તેમ કરવું.ર.શિખામણના શબ્દો સવળાં કરીને ધારવા. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરીને ભક્તોને કહે છે કે ભગવાનના ભક્ત હોય તેણે ભગવાન અને ભગવાનના…

પ્રતિપાદિત વિષયઃ અંતરમાં મલિન આશય ન રહે તો જ મોટા રાજી થાય છે. મુખ્ય મુદ્દા         ૧.સ્વભાવને દબાવવા પ્રબળ સંસ્કાર જોઈએ. ર.ગરીબની આગળ અવળાઈ કરે તે ભગવાન સામે પણ અવળાઈ કરે ખરો. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુકતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો : તમારે ક્રોઘ શે નિમિત્તે…

પ્રતિપાદિત વિષયઃ ભક્તની જીવન દોરી. મુખ્ય મુદ્દા         ૧.ભગવાનના ખરેખરા ભક્તનો અવગુણ ન આવવો. ર.ભગવાનના ભક્તના દ્રોહી ઉપર રીસ ન ઉતરવી. વિવેચન :– આ વચનામૃત જીવનદોરીનું છે. આ વચનામૃતમાં મહારાજે પોતાની પ્રકૃતિ કેવી છે તે સ્પષ્ટ કરી છે. વચનામૃતની શરૂઆતમાં પ્રાગજી દવેએ કહ્યું કે શ્રીમદ્‌ભાગવત જેવો કોઈ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના સ્વરૂપમાં જેનું મન અતિ આસક્ત થયું હોય તેનાં લક્ષણ. મુખ્ય મુદ્દા         ૧.દેહાદિકની આસક્તિને ઉલ્લંઘીને ભગવાનમાં આસક્તિ કરવી. ર.પરમાત્માના એકાંતિક સંતની સેવાથી ભગવાનમાં આસક્તિ થાય છે. વિવેચન :– આ વચનામૃત ભગવાનમાં અતિ આસક્તિનું છે. મહારાજ કહે કે જે ભક્તનું ચિત્ત ભગવાનની મૂર્તિને વિશે અતિ…

પ્રતિપાદિત વિષયઃ સોનું અને સ્ત્રી અતિ બંધનકારી છે. મુખ્ય મુદ્દા         ૧.સોનું અને સ્ત્રી ગમે તેવા ધીરજવાનની ધીરજને ખતમ કરી દે છે. ર.જેને પરમાત્માનો સાચો સેવક થવાની દૃઢ ઝંખના જાગે તે જ તે બેના બંધનથી મુકાઈ શકે છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે શ્રીમદ્‌ભાગવતાદિ…

પ્રતિપાદિત વિષયઃ મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો. મુખ્ય મુદ્દો ૧.મહારાજ, અક્ષરધામ, મહાપુરુષ–મહામાયા, પ્રધાન–પુરુષ, વિરાટ, બ્રહ્મ …ક્રમથી સૃષ્ટિ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ પ્રાગજી દવે પાસે શ્રીમદ્‌ભાગવતમાં રહેલી કપિલ ગીતાની કથા કરાવતા હતા. કથા પૂરી થતાં મહારાજે અધ્યાત્મ તત્ત્વોની કથા કહી. પરમાત્મા શ્રીજી મહારાજ પોતાના ધામમાં અનંત અક્ષરાત્મક મુક્તો…

પ્રતિપાદિત વિષયઃ સંબંધીનું હેત. મુખ્ય મુદ્દા         ૧.સંબંધીનું હેત થોરના ઝાડ જેવું છે વગર પોષણે પણ પાંગરે છે. ર.ભગવાનની સાથે સાચો સંબંધ જોડવાથી એટલે કે મહારાજની ઉપાસનાથી તે દૂર થાય છે. વિવેચન :– આ વચનામૃત થોરના ઝાડનું વચનામૃત છે. મહારાજ કહે છે કે આ સંસારને વિષે પોતાના…

પ્રતિપાદિત વિષયઃ દૃઢ નિષ્કામી વર્તમાનના ઉપાય અને ફળ. મુખ્ય મુદ્દા ૧.નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તેને આ લોક તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહેતું નથી.ર.નિષ્કામી ભક્તની કરેલી સેવા ભગવાનને ખૂબ ગમે છે.૩.મન, પ્રાણ અને દેહને સત્સંગના નિયમોમાં વશ કરવાથી દૃઢ નિષ્કામ વ્રત રહી શકે છે. વિવેચન :– આ વચનામૃતમાં…

પ્રતિપાદિત વિષયઃ તત્ત્વો જડ છે કે ચૈતન્ય. મુખ્ય મુદ્દા         ૧.તત્ત્વોનાં બે વિભાગ છે. કારણરૂપ તત્ત્વ જે ચેતન છે. કાર્યરૂપ તત્ત્વ જે જડ છે. ર.મુક્તિ એકલા જીવની જ થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછયો છે કે આ જીવને વિશે માયાના કાર્ય એવા…

પ્રતિપાદિત વિષયઃ આત્મદર્શન અને જીવનું કલ્યાણ. મુખ્ય મુદ્દા ૧.કેવળ આત્મદર્શનથી જીવનું કલ્યાણ થતું નથી. ર.ધર્મે સહિત ભગવાનની ઉપાસનાથી જીવનું કલ્યાણ થાય છે. વિવેચન :– મહારાજ કહે આજે અમને નિદ્રા બહુ આવી. તે નિદ્રામાં વિચાર બહુ કર્યો ને તેમાં જે નિર્ણય કર્યો છે તે તમને કહું છું : જે હું રામાનંદ…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખ્યાના ઉપાય. મુખ્ય મુદ્દો         ૧. ચાર ઉપાયથી ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. ચિત્તનો ચોટવાનો સ્વભાવ  શૂરવીરપણુ વૈરાગ્ય ભય. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો : ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય…

પ્રતિપાદિત વિષયઃ પ્રકૃતિ ટાળવાનો ઉપાય. મુખ્ય મુદ્દો         ૧.પ્રકૃતિ ટાળવા માટે સત્પુરુષમાં વિશ્વાસ, પ્રીતિ, ગરજ અને ધીરજ જોઈએ. વિવેચન :– આ પ્રકૃતિ ટાળ્યાનું વચનામૃત છે. મહારાજે ગીતા વચન… સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ । પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ।। – નો ઉલ્લેખ કરીને કહ્યું, જે જ્ઞાની…

પ્રતિપાદિત વિષયઃ વાસુદેવમાં પ્રવેશ થવો એટલે શું ? મુખ્ય મુદ્દા         ૧.ભગવાનમાં અતિ આસક્તિ થવી તેને પ્રવેશ થયો કહેવાય. ર.જેમ જળમાં જળ મળી જાય તે પ્રવેશ નથી. વિવેચન :– આ વાસુદેવ ભગવાનમાં પ્રવેશનું વચનામૃત છે. જગત પ્રવેશ, દેવતાન્તર પ્રવેશ અને મહારાજમાં પ્રવેશ કેમ થાય અથવા પ્રવેશ એટલે…

પ્રતિપાદિત વિષયઃ સ્વાભાવિક ગુણનું પ્રવર્તન તથા દશમ અને પંચમ સ્કંધનું રહસ્ય. મુખ્ય મુદ્દાઃ ૧.મોટેરામાં નિષ્કામી વ્રત ખાસ જોઈએ. ર.પરોક્ષપણે જે ભગવાનને ગાયા છે તે જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે એમ માનવું તે દશમ સ્કંધનું રહસ્ય છે. ૩.જો ભગવાને બાંધેલ મર્યાદા લોપે તો ગમે તેવા મોટાની પણ અધોગતિ થાય છે…

પ્રતિપાદિત વિષયઃ એક દંડવત પ્રણામ અધિક કરવો. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાનના ભક્તના દ્રોહે કરીને આ જીવનું જેવું ભૂંડું થાય છે તથા કષ્ટ થાય છે તેવું બીજા કોઈ પાપે કરીને થતું નથી. ર.ભગવાનના ભક્તની સેવા કરવાથી આ જીવનું રૂડું થાય છે તેવું બીજા કોઈ સાધનથી થતું નથી. ૩.અપરાધ માફ કરાવવા નિયમથી એક…

પ્રતિપાદિત વિષયઃ માનનો ત્યાગ કરવો. મુખ્ય મુદ્દા : ૧.માનમાંથી જીવને સ્વાદ આવે છે એવો તો કયાંયથી આવતો નથી. ર.ભગવાન અને તેના ભક્તોને રાજી કરવા સેવા કરવી પણ કોઈ વખાણે તે સારુ ન કરવી. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કૃપાવાકયથી શરૂઆત કરી છે. મહારાજ કહે છે કે જેને પરમેશ્વર પાસે…

પ્રતિપાદિત વિષયઃ સંગણ–નિર્ગુણપણું અક્ષરને વિષે છે. મુખ્ય મુદ્દો : ૧.ભગવાન સંગણ પણ નથી નિર્ગુણ પણ નથી. વિવેચન :– આ વચનામૃતમાં ભગવદાનંદ સ્વામીએ મહારાજને પૂછયું, જે હે મહારાજ ! ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે ? તે ભાગવતમાં બ્રહ્માજીની સ્તુતિમાં બ્રહ્માજીએ કહ્યું…