Browsing CategoryGadhada First Chapter

પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તો ચાર પ્રકારની મુકિતને નથી ઈચ્છતા. મુખ્ય મુદ્દો : ભગવાનની સેવા વિના બીજું કાઈ ઈચ્છવું નહિ. વિવેચન :– અહીં આ વચનામૃતના શ્લોકમા ૧. સાલોક્ય ર. સાષ્ટિ ૩. સામીપ્ય ૪. સારૂપ્ય પ. એકત્વ । આ પાંચ મુકિતઓ વર્ણવી છે. છતા વચનામૃતમાં ચાર મુકિતનો જ ઉલ્લેખ કેમ કર્યો…

પ્રતિપાદિત વિષય : સ્નેહ તો એનું નામ જે ભગવાનની અખંડ સ્મૃતિ રહે. મુખ્ય મુદ્દા : આપણા હૃદયમાં મહારાજ પ્રત્યે ભક્તિ છે કે નહિ તેનો તપાસ કરવા માટે સ્મૃતિ પણ એક કસોટી છે. વિવેચન :– ભગવાનમાં સ્નેહનું શું લક્ષણ છે ? મહારાજ વચ.કા.૧૧મા સ્નેહનું લક્ષણ કરતા જણાવે છે કે જેને જેના…

પ્રતિપાદિત વિષય : ભગવાન સાકાર છે કે નિરાકાર ? મુખ્ય મુદ્દો : ભગવાનને સદાય સાકાર જ માનવા. વિવેચન :– આ વચનામૃતમાં ગોપાળાનદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે, હે મહારાજ ! કેટલાક વેદાંતી એમ કહે છે કે ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રકારની શ્રુતિઓને ભણે છે. જયારે નારદ, શુક, સનકાદિક…

પ્રતિપાદિત વિષય : ભૌતિક અને ચિદાકાશની ચર્ચા. મુખ્ય મુદ્દા : ભૌતિક આકાશ અને ચિદાકાશ બન્ને ભિન્ન છે. વિવેચન :– અહીં આ વચનામૃતમાં આકાશની લીનતા કેમ થાય છે ? તે પ્રશ્ન છે. તેના સ્પષ્ટીકરણ માટે એમ કહેવાય કે આકાશ બે પ્રકારનો છે. ૧. ભૌતિક આકાશ. ર. ચિદાકાશ. તેમાં જે ભૌતિક આકાશની…

પ્રતિપાદિત વિષય : ચાર અંગની વાર્તાનાં લક્ષણો. મુખ્ય મુદ્દા : ૧.સત્સંગમાં પ્રગતિ કરવા માટે જીવનમાં સારી ધરેડ પડે તેને અંગ કહેવાય છે. ર.અંગની સ્પષ્ટતા ન હોય તો ભ્રમણા રહે ને પ્રગતિ થતી નથી. ૩.પ્રથમ એક અંગ હોય તેને દૃઢ કરવું. ૪. અંતે ચારેય અંગ સિદ્ધ કરવાં. વિવેચન :– આ વચનામૃતમાં…

પ્રતિપાદિત વિષય : ચાર પ્રકારના કુસંગીનું વિવરણ અને તેનો ત્યાગ. મુખ્ય મુદ્દા : ૧. બહારનો કુસંગ અંદરના કુસંગનું પોષણ કરે છે. ર. અંદરનો કુસંગ બહારના કુસંગના સહકાર વિના સફળ થતો નથી. ૩. ઉપર બતાવેલા કુસંગનો ત્યાગ કરવો. ૪. તેનાથી બચવા મહારાજને નિત્ય પ્રાર્થના કરવી. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે કૃપા…

પ્રતિપાદિત વિષય : અંતર્દૃષ્ટિ એટલે શું ? મુખ્ય મુદ્દા : ૧. અભ્યાસ કરવાથી વૃત્તિ ભગવાનમાં ધીરે ધીરે રહેવા લાગે છે. ર. મૂર્તિનો અભ્યાસ કરવો તે જ અંતર્દૃષ્ટિ છે. વિવેચન :– આ વચનામૃતમાં સદ્‌.બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે, ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ…

પ્રતિપાદિત વિષય : બુદ્ધિ ભેદ અને તેની કુશાગ્રતા. મુખ્ય મુદ્દો : આત્મકલ્યાણનો માર્ગ સૂઝે તે બુદ્ધિની સાચી કુશળતા. વિવેચન :– આ વચનામૃત કુશાગ્રબુદ્ધિનું છે. મહારાજ કહે જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની(પરમાત્માની) પ્રાપ્તિ થાય છે. ‘દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ'(કઠોપ. ૧૩૧૧) એમ કહ્યું છે. તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય…

પ્રતિપાદિત વિષય : ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. મુખ્ય મુદ્દો : મહારાજ આપણા અંતરમાં રહીને પોતાનો નિશ્ચય કરાવે છે. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં પૂર્ણાનંદસ્વામીનો પ્રશ્ન છે : દસ ઈન્દ્રિયો રજોગુણની છે ને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણનાં છે. માટે સર્વે ઈન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયિક છે…

પ્રતિપાદિત વિષય : ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણવા. મુખ્ય મુદ્દા : ૧. જે શાસ્ત્રની જે વાતમાં મુખ્યતા હોય તે વિષયના જ્ઞાનમાં તેનું ગ્રહણ કરવું. ર. ચારેય શાસ્ત્રોનું સંકલન કરીને ભગવાનનો મહિમા સમજવો. વિવેચન :– શ્રીજી મહારાજ દાદાખાચરના દરબારમાં મોક્ષધર્મની કથા વંચાવતા હતા. તેમાં એમ આવ્યું કે સાંખ્ય, યોગ, વેદાંત અને…

પ્રતિપાદિત વિષય : સત્સંગમાં વધવા ધટવાનું કારણ શું ? મુખ્ય મુદ્દાઃ ૧. સાધુનો જે ગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે વધતો જાય છે.ર. સાધુનો જે અવગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે. વિવેચન :– આ વચનામૃત સત્સંગમાં વધવા–ઘટવાના કારણનું છે. કલ્યાણના માર્ગમાં કોણ આગળ વધી જાય…

પ્રતિપાદિત વિષય : ભાગવતધર્મનું પોષણ અને મોક્ષનું દ્વાર ઉધાડુ કેમ થાય ? મુખ્ય મુદ્દા : ૧. ભગવાન પાસે પહોંચવાના ઉપાયોને ભાગવતધર્મ કહેવાય છે. ર. એકાંતિક સંતથી તે માર્ગનું પોષણ થાય છે. ૩. જગત આસક્તિ એ મોક્ષમાર્ગ માટે દ્વારબંધી છે. ૪. ભગવાન અને સંતમાં આસક્તિ થાય એટલે મોક્ષના દ્વાર ખુલ્યા કહેવાય…

પ્રતિપાદિત વિષય : જીવને ભજન સ્મરણ તથા વર્તમાનનો દૃઢાવ એક સરખો કેમ રહેતો નથી ? મુખ્ય મુદ્દો : સારા દેશાદિક અને સત્પુરુષનો સંગ રાખે તો દૃઢાવ એક સરખો રહે છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની પ્રેરણાથી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે : જીવને ભજન–સ્મરણ અને વર્તમાનનો એક દૃઢાવ કેમ રહેતો…

પ્રતિપાદિત વિષય : જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. મુખ્ય મુદ્દા : ૧. જ્ઞાની ભક્તના મનમાં ભગવાન વિના બીજી કામના રહેતી નથી. ર. વૈરાગ્ય, આત્મનિષ્ઠા કે ભક્તિને યોગે જો માન આવે તો તે કામના કરતાં પણ વધારે ખોટય છે. ૩. યથાર્થ મહિમા સમજવાથી કામના અને અહંકાર બંને ખોટય દૂર થાય છે. વિવેચન…

પ્રતિપાદિત વિષય : મોક્ષનું અસાધારણ કારણ. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન એ મોક્ષનાં અસાધારણ કારણ છે. ર. જેવી કુટુંબીમાં પ્રીતિ છે તેવી ભગવાનમાં થાય તો તે પણ મોક્ષનું કારણ બની જાય. ૩. કુટુંબી જેટલી ભગવાનમાં પ્રીતિ નથી માટે કામ–ક્રોધાદિ સ્વભાવો નડે છે. વિવેચન :–…

પ્રતિપાદિત વિષય : ભક્તના અતરમાં વિક્ષેપ કરનારા કોણ છે ? મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના ભક્તના અંતરમાં વિક્ષેપ કરનારા દેહ, કુસંગ અને પૂર્વસંસ્કાર છે. ર. પૂર્વસંસ્કાર મહા મહેનતે દૂર થાય છે. ૩. મોટા પુરુષ જેના ઉપર રાજી થાય તેના ભૂંડા પૂર્વ સંસ્કાર દૂર થાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજની…

પ્રતિપાદિત વિષય : ભગવાનમાં અસાધારણ પ્રીતિ થવાનું કારણ. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનના માનુષી વ્યકિતત્વમાં વિશ્વાસ, આસ્તિકતા અને મહિમા એ અસાધારણ પ્રેમનું કારણ બને છે.ર. જો પ્રેમ નિગૂઢ હોય તો સત્સંગ કરતાં કરતાં જણાઈ આવે છે.૩. મોટા પુરુષનો સંગ પણ ભગવાનમાં અસાધારણ પ્રેમ થવામાં કારણ બને છે. વિવેચન :– આ…

પ્રતિપાદિત વિષય : વાસના ટાળવી એ મોટું સાધન, વાસના ટાળવાના ઉપાય. મુખ્ય મુદ્દા : ૧. વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે.ર. ભગવાન સંબંધી અને જગત સંબંધી બન્ને વાસનાને તપાસતો જાય ને જગત વાસનાને ઓછી કરતો જાય તો તેની વાસના દૂર થાય છે.૩. નિર્વાસનિક પુરુષનો સંગ રાખવો. વિવેચન :– પ્રસ્તુત…

પ્રતિપાદિત વિષય : ધીરજ ન ડગે તેના ઉપાયો. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠાથી આ લોકના સંકટ તરી જવાય છે. ર. મૃત્યુરૂપી સંકટ તરવા ભગવાનના અચળઆશ્રયની જરૂર રહે છે. ૩. મૃત્યુ પહેલા ને પછીના સંકટ અને પ્રલોભનો તરવા માટે ભગવાનની દૃઢ ઉપાસનાની ટેક શ્રેષ્ઠ ઉપાય છે. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદસ્વામીએ…

પ્રતિપાદિત વિષય : ભકતમાં ભગવાનના સત્ય, શૌચાદિક ગુણ આવવાનાં કારણો. મુખ્ય મુદ્દો : ભગવાનનો નિશ્ચય હોય તો પણ જો તેને સાચા ભક્તોમાં ભાવના ન હોય ને તેની સાથે દુર્વ્યવહાર કરે તો ગુણ આવવાના નથી.ઉલ્ટો આસુરી ભાવ આવે છે. વિવેચન :– આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે સત્ય, શૌચાદિક ઓગણચાલીસ…

પ્રતિપાદિત વિષય : ભગવાનનો તત્ત્વે કરીને નિશ્ચય. મુખ્ય મુદ્દા : ૧. મહિમા જાણવે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. ર. સૃષ્ટિના માધ્યમથી ભગવાનનો મહિમા સમજી શકાય છે. ૩. પકવ નિશ્ચયવાળો ભગવાનને રાજી કરવા અતિ પુરુષાર્થ કરે, પોતાના સ્વભાવ મૂકે અને પોતાનો અવગુણ લે. વિવેચન :– આ વચનામૃતમાં નૃસિંહાનંદ સ્વામીએ પૂછયું :…