Browsing CategoryNarad Bhakti Sutra

મનુષ્યને માટે શાસ્ત્રકારોએ ચાર પુરુષર્થો ગણાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પુરુષાર્થ ઉપરાંત પરમાત્માની ભક્તિને પાંચમો પુરુષાર્થ ગણવામાં આવે છે. ભક્તિ એ અંતિમ પુરુષાર્થ છે. એવું વ્યાસજી, શુકદેવજી, સનકાદિક વિગેરેના ચરિત્રો ઉપરથી નિશ્ચિત થાય છે. તેમાં મનુષ્યના જીવનમાં સૌ પ્રથમ “અર્થ’ પુરુષાર્થ સામે આવે છે. મનુષ્યજીવનમાં જે…

सा त्वस्मिन् परमप्रेमस्वरुपा ।।२।। તે ભક્તિ પરમાત્મામાં પરમ પ્રેમ રૂપા છે. પ્રથમ સૂત્ર પ્રતિજ્ઞા સૂત્ર છે. આ સૂત્રમાં ભક્તિ કોને કહેવાય તેનો નિર્દેશ કરે છે.सा. तु अस्मिन्-સા એટલે જે ભક્તિની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરી છે તે ભક્તિ. “तू” શબ્દ લૌકિક પ્રેમની નિવૃતિ માટે તેનાથી ભક્તિ વિલક્ષણ છે એવું બતાવવા માટે…

अमृत स्वरुपा श्च ।।३।। ભક્તિ અમૃત સ્વરૂપા છે. અમૃત શબ્દનો એક અર્થ છે-ન-મૃત-જેને મૃત્યુનો અભાવ છે જે ક્યારેય મૃત્યુ પામતી નથી. સદાકાળ જીવીત રહે છે જે નિત્ય છે. અમૃતનો બીજો અર્થ છે અતિરસરૂપતા. દા.ત. કહેવામાં આવ્યું છે કે अमृतं क्षीरभोजनम् અર્થાત્ ક્ષીરભોજનમાં અતી રસરૂપતા છે ક્ષીર ભોજન નાશ નથી પામતુ…

यल्लब्ध्वा पुमान्सिध्धो भवति, अमृतो भवति, तृप्तो भवती ।।४।। જે પ્રેમ અથવા પરમાત્માને પામીને ભક્ત સિધ્ધ થઈ જાય છે, અમૃત બની જાય છે અને તૃપ્ત બની જાય છે. આ સૂત્રમાં ફળ નિર્દેશથી ભક્તિનું સ્વરૂપ વર્ણન કરવામાં આવે છે. “यल्लब्ध्वा” એવી વાત બાહ્ય દૃષ્ટીથી કહેવામાં આવી છે જેમ કોઈને કોઈ વસ્તુ ઉતરાધિકારમાં…

यत्प्राप्य न किञ्चित् वाञ्छति, न शोचति, न द्वेष्टि, न रमते, नोत्साहि भवति- ।।५।। જે ભક્તિને પામીને ભક્ત અન્ય કાંઈ વસ્તુ ઈચ્છતો નથી. ન કોઈને માટે શોક કરે છે ન કોઈનો દ્વેષ કરે છે, ન કોઈમાં રમણ કરે છે અર્થાત્ ન કોઈમાં આસક્ત થાય છે. અને ન કોઈ લૌકિક કાર્યમાં અતિ…

यज्ज्ञात्वा, मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति ।।६।। જેને જાણીને મનુષ્ય મત્ત-ગાંડો બની જાય છે, સ્તબ્ધ થઈ જાય છે અને આત્મારામ થઈ જાય છે. ભક્તિ તો દરેકના હૃદયમાં છે જ પણ કોઈ દેહ ભક્ત છે, કોઈ પત્ની ભક્ત છે, કોઈ ધનનો ભક્ત છે એમ મનુષ્ય પોતાના હૃદયની ભક્તિ ક્યાંકને ક્યાક…

सा न कामयमाना निरोधरुपत्वात् ।।७।। ભક્તિ કામના સ્વરૂપ નથી કારણ કે તે નિરોધ સ્વરૂપા છે. જો કે કામ-પ્રધુમ્ન કૃષ્ણપુત્ર છે તેથી ભક્તિ કામની માતા છે કામની ભોગ્યા નથી. એ કથન ઈતિહાસ જગતમાં ભલે સાચુ હોય પણ અધ્યાત્મ જગતમાં તો એ વાત પણ સાચી નથી. કારણ કે ભક્તિનું સંતાન કામ ન…

निरोधस्तु लोकवेदव्यापारन्यासः ।।८।। અહિં નિરોધ પારિભાષિક શબ્દ છે અર્થાત્ તેની વ્યાખ્યા(પરિભાષા) પણ નારદજી એ બતાવી છે. આ સૂત્રમાં નારદજી તેમની વ્યાખ્યા બતાવી રહ્યા છે લૌકિક અને વૈદિક સમગ્ર વ્યાપારનું ભગવાનને સમર્પણ કરી દેવું તે નિરોધ કહેવાય छे. ‘न्यासो नाम भगवति सर्मपणम्’ ન્યાસનો અર્થ છે ભગવાનને સમર્પણ કરવું પરંતુ અહિં ન્યાસનો…

तस्मिनन्यता तद्विरोधिषूदासीनता च ।।९।। ભગવાનમાં અને ભક્તિમાં અનન્યતા અને તેના વિરોધી પ્રત્યે ઉદાસીનતા ને પણ નિરોધ કહેવામાં આવે છે. अनन्यांश्चिन्तयन्तो मां ये जनापर्युपासते । तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।। ९-२२ ગીતામાં ભગવાને કહ્યું છે કે જે મનુષ્યો અનન્ય પણે મારું જ ચિંતવન કરે છે તથા અનન્ય પણે મારી ઉપાસના કરે…

अन्याश्रयाणां त्यागो अनन्यता ।।१०।। અન્ય આશ્રયોનો ત્યાગ કરવો તેને અનન્યતા કહેવાય છે. કોઈને ધનનો આશ્રય હોય છે કે જે ધારીશુ તે બધુ રૂપિયાથી થાય છે એમને એવો ભ્રમ હોય છે કે આપણે ધનથી મહાત્માઓને અને ભગવાનને પણ ખરીદી શકીએ છીએ. આવી વૃતિને ધનાશ્રય કહેવાય. ભગવાનના ભક્તો એવો આશ્રય લેતા નથી.…

लोकेवेदेषु तदनुकूलाचरण तद्विरोधिषूदासीनता च ।।११।। લૌકિક વ્યવહારમાં અને શાસ્ત્રીય વ્યવહારમાં(કર્મોમાં) ભગવાન અને ભક્તિને અનુકુળ આચરણ કરવું તેજ વિરોધી પ્રત્યેની ઉદાસીનતા છે. ઉદાસીનતાનો અર્થ એ થાય કે उत+असिन् = ઉપર બેઠેલો. જેનાથી જગતના સારા અથવા ખરાબ કોઈ ભાવો તમને સ્પર્શી ન શકે. પોતાની જાતને ભગવાનના ચરણાવિંદમાં સર્મપિત કરી રાખો ભગવાનને અનુકૂળ…

भवतु निश्चयदाढर्यादृध्वं शास्त्ररक्षणम् ।।१२।।अन्यथा पातित्यशङ्कया ।।१३।। નિશ્ચયની દૃઢતા થઈ ગયા પછી શાસ્ત્રનું રક્ષણ ભલે થાય. અન્યથા પતીત થવાનો ભય રહે છે. કેટલાક વિદ્વાનો આ સૂત્રનો અર્થ એવો કરે છે કે વિધિ નિષેધ થી પર અલૌકિક પ્રેમ પ્રાપ્ત કરવાનો મનમાં દૃષ્ટ નિશ્ચય થઈ જાય પછી પણ શાસ્ત્રની રક્ષા અર્થાત્ ભગવત અનુકુળ…

लोकेऽपि तावदेव किन्तु भोजनादि त्यापार त्वाशरीरधारणावधि ।।१४।। ‘લૌકિક વ્યવહાર પણ જેમ આગલા સુગમાં વૈદિક વ્યવહારમામ બતાવ્યુ તેમ કરવો પરંતુ ભોજનાદિ શરીર વ્યાપાર છે તે તો જ્યાં સુધી શરીર ધારણ હોય ત્યાં સુધી અવશ્ય કરવો. ‘लोकेऽपि तावदेव ‘ અર્થાત ‘शास्त्र रक्षणस्य मर्यादा तावदेव लोक रक्षणस्यापि मर्यादा”-જેમ શાસ્ત્રની મર્યાદા આગળના સૂત્રોમાં બતાવી…

तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ।।१५।। હવે અનેક મતભેદોથી ભક્તિના લક્ષણો કહીએ છીએ. આગળના સૂત્રોમાં એ બતાવ્યુ કે નિશ્ચય દૃઢ થયા પછી અર્થાત્ ભક્તિની દૃઢતા થયા પછી લોક અને શાસ્ત્રનું રક્ષણ કરવું પરંતુ તેના પહેલા તેના ચક્કરમાં ન પડવું પણ ભક્તિની દૃઢતા કરવી અન્યથા ભક્તિના માર્ગ થકી પડી જવાની આશંકા રહે છે…

पूजादिष्वनुरागः इति पराशर्यः ।।१६।। પૂજાદિકમાં અનુરાગ થવો તે ભક્તિ દૃઢ થયાનું લક્ષણ છે એવું પરાશર પુત્ર ભગવાન વ્યાસજીનું માનવુ છે-મત છે. પુજાદિકમાં અનુરાગ એ વૈધી ભક્તિ છે- જેને કર્મ મિશ્રા પણ કહેવામાં આવે છે મનુષ્યોનું માનસ કર્મપ્રધાન હોવાથી તેનાં માધ્યમથી ભગવાનમાં જલ્દી પ્રવેશ થાય છે અને ભગવાનમાં તથા ભક્તિમાં જલ્દી…

कथादिष्वीति गर्गः ।।१७।। વ્યાસ ભગવાને ક્રિયા યોગની પ્રધાનતાથી અથવા કર્મેન્દ્રિયોની પ્રધાનતાથી પૂજાદિકમાં અનુરાગને ભક્તિની દૃઢતા માની છે જ્યારે ગર્ગાચાર્યજીએ જ્ઞાનેન્દ્રિયોની પ્રધાનતાથી કથાશ્રવણ આદિકમાં અનુરાગ થવો તેને ભક્તિની દૃઢતા માની છે. ગર્ગમુનિએ વૈધતા નો આગ્રહ નથી રાખ્યો. કર્મન્દ્રિયો જનીત ક્રિયામાં વૈધતા વધુ લાગુ પડતી હોય છે મુનિએ જ્ઞાનમિશ્રા ભક્તિ પર વધારે…

आत्मरति अविरोधेन इति शांडिल्यः ।।१८।। શાંડિલ્ય ઋષિનો મત એમ છે કે પૂજા કરો કે કથા સાંભળો-કરો કોઈ પણ ભક્તિ કરો પણ તે ભક્તિ આત્મરતિમાં વિરોધી ન હોવી જોઈએ. આત્મસ્વરૂપના આર્વિભાવમાં વિરોધરૂપ ન થવી જોઈએ એવી રીતે થવી જોઈએ. અથવા તો એમ કહો કે આત્મરતિ એટલે પરમાત્મરતિ કારણ કે પરમાત્મા સર્વના…

नारदस्तु तदर्पिताखिलचारता तद्विस्मरणे परम व्याकुलता च ।।१९।। નારદજી કહે છે કે પોતાના સંપૂર્ણ કર્મ પરમાત્માને અર્પણ કરવા તથા ભગવદ્ વિસ્મૃતિમાં પરમ વ્યાકુળતા અનુભવાય તેને ભક્તિની દૃઢતા કહેવાય. નારદજીનું કહેવું છે કે કેવળ એક અંગ-પૂજામાં અથવા કથામાં અનુરાગ થઇ જાય પછી ભલે તે અનુરાગ આત્મરતિમાં વિરોધી ન હોય તો પણ પુરતુ…

अस्तु एवमेव ।।२०।। હા, પ્રેમનું યથાર્થ રૂપ એવું જ છે.ઓગણીશમાં સૂત્રમાં જે લક્ષણ બતાવ્યુ તે સમસ્ત કર્મનું અર્પણ અને વિરહમાં પરમ વ્યાકુળતા એ ભક્તિની પરમ દૃઢતાનું લક્ષણ છે તે લક્ષણમાં આગળના સૂત્રોમાં આપેલ લક્ષણો અંતર્ભાવિત થઈ જાય છે પરંતુ આ લક્ષણ તે લક્ષણોમાં સંપૂર્ણ પણે અંતર્ભાવિત થઈ શક્ત નથી માટે…

यथा व्रजगोपिकानाम् ।।२१।। જેમ કે નારદજીએ કહેલુ લક્ષણ સંપૂર્ણ પણે ગોપીઓમાં જોવામાં આવે છે. ભક્તિ કરવામાં હઠીલા પણું હોવું જોઈએ. નહિ તો શરીર ઈન્દ્રિયો વિગેરે ભક્તિ કરવા દે તેવા નથી. માટે તેની સાથે હઠીલાઈ કરે ત્યારે ભક્તિ થઈ શકે છે ‘बुध्धेः फलमनाग्रहः’ બુદ્ધિમાન વ્યક્તિ આગ્રહ છોડી દે છે પરંતુ ભક્તિમાં…

न तत्रापि माहात्त्म्यज्ञान विस्मृत्यपवादः ।।२२।। ત્યાં(ગોપીઓમાં)પણ મહાત્મ્યજ્ઞાનની વિસ્મૃતિનું કલંક નથી. સંસ્કૃતમાં અપવાદ શબ્દનો એક અર્થ કલંક એવો થાય છે. પ્રેમનો સ્વભાવ છે કે તે જ્યારે વધે છે ત્યારે તેમાં પ્રિયતમનો મહિમાં ભૂલાય જાય છે. પરંતુ મહાત્મ્યજ્ઞાનનું ભૂલાય જવું એ ભક્તિમાં ભક્તને માટે કલંકરૂપ નથી. એ તો પ્રેમના ભૂષણરૂપ છે. પ્રેમનો…