ધન્યાશ્રી હરિજનને છે એક મોટું જ્યાનજી, જો આવી જાયે અંગે અભિમાનજી; તો ન ભજાયે કેદી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એકતાનજી. ૧ ઢાળ તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતાં; મળે તો મહા સુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતાં. ૨ જેમ ભાંડ બાંડ ના’વે ભિડ્યમાં, કુલક્ષણાની જાણે કળા;…
Browsing CategoryDhiraj Akhyan Vivechan
કડવું-64
ધન્યાશ્રી ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી; ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી. ૧ ઢાળ ધામ પામશે પ્રભુતણું, જિયાં કાળ માયાનો કલેશ નહિ; અટળ સુખ આનંદ અતિ, તેતો કોટિ કવિ ન શકે કહી. ૨ દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે; દિવ્ય પદારથ…
પદ-2
( રાગ : રામગ્રી ) પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે; ચીરી નાખ્ય પ્રહ્લાદને, બાંધી હાથીને પાયે. પદાતિ૦ ૧ ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે; તેમાંથી પ્રહ્લાદ ઉગર્યા, સહુએ દીઠા છે દૃગે. પદાતિ૦ ૨ ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં; તેતો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં.…
પદ – 4( રાગ : રામગ્રી )
ઈચ્છયા અટળ પદ આપવા, અલબેલો અવિનાશ; આવી એમ ધ્રુવને કહ્યું રે, માગો માગો મુજ પાસ. ઈચ્છયા૦ ૧ ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્ન જ થયા; એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા. ઈચ્છયા૦ ૨ અખંડ રે’જો મારે અંતરે, પ્રભુ આવા ને આવા; મોટું બંધન છે માયાતણું, તેમાં ન દેશો…