Browsing CategoryDhiraj Akhyan Vivechan

ધન્યાશ્રી વન વિષમ અતિશય વિકટજી, જ્યાં જ્યાં જાય ત્યાં પામે સંકટજી; રાત દિવસ રહે દુઃખ અમટજી, ઝાડ પા’ડ પૃથ્વી અતિ દુરઘટજી. ૧ ઢાળ દુરઘટ દેખી અટવી એહ, ચળી જાય મનુષ્યનાં ચિત્ત; તેમાં રાજા રાણી રડવડે, પડે દુઃખ ત્યાં અગણિત. ૨ ઘણાં ગોખરું કાટા ફ્રંગટા, કૌચ કંદ્રુ કરણાંનીર; આવિ સ્પર્શે એ…

ધન્યાશ્રી દમયંતી પોકાર કરે હે રાજનજી, મેલી તમે મુજને રડવડતી વનજી; હું પતિવ્રતા મારું અબળાનું તનજી, તમ વિના મારી કોણ કરશે જતનજી. ૧ ઢાળ જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું શી રીતમાં; હે દૈવ દીધું દુઃખ તેં સામટું, તેહનું ન વિચાર્યું ચિત્તમાં. ૨ રડી લડથડી પડી ગઈ, સૂધ…

ધન્યાશ્રી વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી; ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી. ૦૧ ઢાળ મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન; નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન. ૨ વીતી વેળાએ મુનિ આવિયા, રાજા કેમ કર્યું તેં ભોજન; મને…

ધન્યાશ્રી વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી; ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી. ૦૧ ઢાળ મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન; નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન. ૨ વીતી વેળાએ મુનિ આવિયા, રાજા કેમ કર્યું તેં ભોજન; મને…

ધન્યાશ્રી વળી કહું એક ભક્ત વિભીષણજી, ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી; તેહ જાણી રાવણ કોપ્યો તતક્ષણજી, તેનું કોણ કરે રાક્ષસ રક્ષણજી. ૧ ઢાળ રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બા’ર; આવ્યા રામના સૈન્યમાં, ના’પ્યા ગરવા તે વાર. ૨ ત્યારે વિભીષણ કહે રખવાળને, જઈ કહો રામજીને વાત; ભક્ત તમારો નામ વિભીષણ,…

ધન્યાશ્રી હંસધ્વજ સુત સુધનવા જેહજી, તેને અતિ શ્રીહરિમાં સનેહજી; દૃઢ હરિભક્ત અચળ વળી એહજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુન્હામાં તેહજી. ૧ ઢાળ તેને તાતે તપાસ કઢાવી, નાખ્યો તપેલ તેલની માંઈ; શ્રીહરિના સ્મરણ થકી, વળી કાયા ન બળી કાંઈ. ૨ ત્યારે કહે તેલ તપ્યું નથી, કાં તો ઔષધિ છે એહ પાસ;…

ધન્યાશ્રી એહ આદિ ભક્ત થયા બહુ ભૂપજી, સાચા સત્યવાદી અનઘ અનુપજી; પરપીડા હરવા શુદ્ધ સુખરૂપજી, કરી હરિ રાજી તરી ગયા ભવકૂપજી. ૧ ઢાળ ભવ કૂપરૂપ તે તર્યા, આગળે ભક્ત અનેક; ધન્ય ધન્ય એની ભગતિ, ધન્ય ધન્ય એહની ટેક. ૨ એવી ટેક જોઈએ આપણી, કરવા પ્રભુને પ્રસન્ન; જ્યાં સુધી ન રીઝે…

ધન્યાશ્રી એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત સમર્થજી; સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘર પર કામ તેમાં એક મતજી. ૧ ઢાળ મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે; કોહ્યું કસાયું સડ્યું બગડ્યું, બળ્યું ઉતર્યું ખાઈ દિન નિર્ગમે. ૨ ત્યારે ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની…

ધન્યાશ્રી એમ કહી દેવી ગઈ છે સમાયજી, નથી હર્ષ શોક જડભરતને કાંયજી; તેહ સમે રાજા આવ્યો એક ત્યાંયજી, નામ રહુગણ બેશી શિબિકાયજી. ૧ ઢાળ શિબિકાનો વુઢારથી વાટમાં, પડયો માંદો આવી તેની ખોટ; ઝાલી જડભરત જોડિયા, લીધા તે ઘડી દડિ દોટ. ૨ જડભરત જાળવે જીવજંતુ, કીડી મકોડી ન કચરાય; દિયે તલપ…

ધન્યાશ્રી ટેક એક નેક શુકજીની સારીજી, મતિ અતિ મોટી સૌને સુખકારીજી; ગજપુર આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પામ્યા મુનિ ભારીજી. ૧ ઢાળ ભારે પીડા પામિયા પરથી, કરી બહુ બહુ ઉપહાસ; ઉન્મત્ત જાણી કહે કઠણ વાણી, ડરાવે દેખાડી ત્રાસ. ૨ કોઈક નાખે ગોબર ઠોબર, પિશાબ ઈંટ પાણા કઈ; કોઈક સંચારે…

ધન્યાશ્રી વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પકીજી; આપે જ્ઞાનદાન જનને વિવેકીજી, પામ્યા ભવપાર અગણિત એહ થકીજી. ૧ ઢાળ અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ; જ્યાં જ્યાં હોય જીવ જિજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ. ૨ એમ કરતાં આવિયા, નારદ નારાયણસર; દીઠા સામટા સહસ્ર દશ,…

ધન્યાશ્રી એવા તો સનકાદિક સુજાણજી, વિષયસુખ દુઃખરૂપ જાણી તજી તાણજી; ભજી પ્રભુ પામિયા પદ નિર્વાણજી, એહ વાત સરવે પુરાણે પ્રમાણજી. ૧ ઢાળ પુરાણે વાત એહ પરઠી, સનકાદિક સમ નહિ કોય; વેર કરી વિષય સુખ સાથે, ભજ્યા શ્રીહરિ સોય. ૨ જેહ સુખ સારુ શિવ બ્રહ્મા, સુર અસુર નર ભૂખ્યા ભમે; તે…

ધન્યાશ્રી વળી ઋષી એક જાણો જાજળીજી, આરંભ્યું તપ અતિ વિષમ વળીજી; કર્યું હરિધ્યાન તેણે તનસૂધ ટળીજી, આવ્યાં વનવિહંગ ઘણી સુઘરિયો મળીજી. ૧ ઢાળ સુઘરિયે મળી માળા ઘાલ્યા, વળી બેઉ કાનની કોર; ઈંડાં મૂકીને અહોનિશ, કરે છે શોર બકોર. ૨ અડગ પગે તે ઊભા રહ્યા, વળી જાય ન આવે ક્યાંય; જાણે…

ધન્યાશ્રી આરુણી ઉપમન્યુ આપત્ય ધૌમ્યના શિષ્યજી, ગુરુ આગન્યામાં વરતે અહોનિશજી; જાય અન્ન જાચવા હરખે હંમેશજી, આણી આપે ગુરુને નાપે ગુરુ તેને લેશજી ૧ ઢાળ લેઈં ન આપે જ્યારે શિષ્યને, શિષ્ય જાચે અન્ન પછી જઈ; ત્યારે ગુરુ કહે ગરીબ ગૃહસ્થને, ફરી ફરી પીડવા નહિ. ૨ ત્યારે પય પળી પીને વળી, કરે…

ધન્યાશ્રી એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવનજી; તોય કોઈ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને ધન્યધન્યજી. ૧ ઢાળ ધન્યધન્ય એહ જનને, જેણે શિશ સાટે સોદો કર્યો; તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો. ૨ લીધો સિંદોરો શિશ હાથમાં, તેહ સાથ જોવા…

ધન્યાશ્રી સુણો એક મુદ્‌ગલ ઋષિની રીતજી, વીણે અન્ન દિન પંદર લગી નિતજી; કરી પાક જમાડે અભ્યાગત ઘણે હિતજી, વધે અન્ન તેહ જમે કરી અતિ પ્રીતજી. ૧ ઢાળ કરી પ્રીત અતિ જમતો, ત્યાં દુર્વાસા ઋષિ આવિયા; અતિ આદર દઈ બ્રાહ્મણે, જમવાને બેસારિયા. ૨ જમી અન્ન જે વધ્યું હતું, તે ચોળી પોતાને…

ધન્યાશ્રી વળી કહ્યું એક શિલોંચ્છવૃત્તિ ધારીજી, વીણે એક કણકણ ધર્મ વિચારીજી; ઋષિ ઋષિસુત ઋષિનારી સુતનારીજી, જમે દિન આઠમે એહ મળી વળી ચારીજી. ૧ ઢાળ ચારે બેઠાં જ્યારે જમવાને, હતો સાથુ શેર જુગલ; ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનું, તક જોઈ આવ્યા તેહ પલ. ૨ આવી કહ્યું આપો અન્ન મને, હું ભૂખ્યો…

ધન્યાશ્રી વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાતજી; જેને ઘેર પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભક્તિ દોય દિવસ ને રાતજી. ૧ ઢાળ રાત દિવસમાં રાગે કરી, ગાય ગોવિંદ ગીત પ્રીતે કરી; જાચી લાવે અન્ન તેહ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી. ૨ બ્રાહ્મણ ને વળી ભક્ત હરિના, જાણી શિષ્ય…

ધન્યાશ્રી પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછો પડી ગયો કાળજી; આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, તેને ઓળખ્યા જયદેવે તતકાળજી. ૧ ઢાળ તતકાળ તેને ઓળખી, બહુ બહુ કરાવે છે સેવ; ત્યારે ચોરટે પણ જાણિયું, આ ખરો ખૂની જયદેવ. ૨ આવ્યા અરિના હાથમાં, હવે ઉગર્યાની આશા સહિ; જોઈ…

ધન્યાશ્રી થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથીજી; વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા અધિક એક એકથીજી. ૧ ઢાળ એક એકથી અધિક થયા, કૈક ઋષિ કૈક રાજન; તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન. ૨ કઠણ કસણી સહી શરીરે, કાઢયો મેલ માંહેલો…

ધન્યાશ્રી વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજ્યા વિના હરિ ન ભજાયજી; હરિ ભજ્યા વિના ભક્ત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભક્તપણું લજાયજી. ૧ ઢાળ લજજા જાય આ લોકમાં, પરલોકે પણ પહોંચે નહિ; એવી ભક્તિ આદરતાં, કહો ભાઈ કમાણી સહિ. ૨ જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની;…