ધન્યાશ્રી મળિયો મારગ ચાલિયાં ચોંપેજી, પડે આખડે પગ પાછા ન રોપેજી; પોં’ચિયે કાશિયે તો સારું છે સહુપેજી, નવ પોં’ચિયે તો ઋષિ રખે કોપેજી. ૧ ઢાળ ઋષિ કોપ્યાની બીક રહે, રખે વાટે વહી જાય માસ; આપે શાપ તો આપણને, એવો ત્રણેને મને ત્રાસ. ૨ અન્ન વિના અચેત અતિ, ગતિ થોડી થોડી…
Browsing CategoryDhiraj Akhyan Vivechan
કડવું- 25
ધન્યાશ્રી માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી તમને પીડ્યા સુણી સુરેશની ગુજનેજી, ઘટે એવું કામ કરવું અબુજનેજી ૧ ઢાળ અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો; માટે માગો મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો. ૨ ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન; એથી અધિક બીજું…
કડવું-26
ધન્યાશ્રી જ્યારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તૂલજીઃ દેશે ત્યારે જ્યારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથીનથી એમાં ભૂલ્યજી. ૧ ઢાળ ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિનાપૈસે પૂરો ન થાય; તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય. ૨ નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની…
કડવું-27
ધન્યાશ્રી સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભક્ત પ્રભુનો પૂરો પુનિતજી; સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઈ ચિત્તજી. ૧ ઢાળ કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ; પોતે પોતાની પ્રજા પાસે, રખાવે બહુ અનાજ. ૨ એમ કરતાં આવી પડ્યો, બાર વરસનો વળી કાળ; એકાદશ વરસ અન્ન પો’ચિયું,…
કડવું-29
ધન્યાશ્રી વળી કહું વાત એક અનુપજી, ભક્ત એક રત્નપુરીનો ભૂપજી; નામ મયૂરધ્વજ સદાય સુખરુપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી. ૧ ઢાળ હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભક્ત સત્યવાદી સઈ; ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઈ. ૨ કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા, અર્જુન થયા તેના શિષ્ય; યજ્ઞશાળામાં આવિયા, જ્યાં બેઠા હતા…
કડવું-31
ધન્યાશ્રી ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી; આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજ્યો તમે જરૂર મનજી. ૧ ઢાળ જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ; વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યો નથી સંદેહ. ૨ ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને; પુત્ર પ્રજાને પાળજો,…
કડવું-38
ધન્યાશ્રી શિબિ રાજા છે દયાનો નિવાસજી, પાપ કરતાં પામે બહુ ત્રાસજી; તેણે કેમ અપાય મારી પરમાંસજી, તેનો તન મનમાં કર્યો તપાસજી. ૧ ઢાળ તપાસ કરી તને મને, ત્રાજું મગાવ્યાં તે વાર; કાતું લઈ માંડ્યું કાપવા, આપવા આમિષ હોલાભાર. ૨ કાપી કાપી રાયે આપિયું, સર્વે શરીરનું માંસ; તોય ત્રાજું નવ ઉપડ્યું,…
કડવું-39
ધન્યાશ્રી આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તેતો પરલોકના સુખને કાજજી; એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી. ૧ ઢાળ ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જ્યારે રહે એ રાજાની રીત; ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઈએ પ્રીત. ૨ અંગથી અળગું અવનિએ, વળી જે જે જણસો હોય; તેતે…
કડવું-42
ધન્યાશ્રી પછી પાંચે થયા નળપ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી; નાખી નળકન્ઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિરવાણજી. ૧ ઢાળ નિરાશી નર અમર ગયા, ત્યારે ઈન્દ્રે કર્યો ઉપાય; આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર્ય નળમાંય. ૨ ત્યારે નળ મતિ રતિ નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા ભ્રાત સાથ; રાજ સાજ સુખ સમૃદ્ધિ,…