Browsing CategoryDhiraj Akhyan Vivechan

ધન્યાશ્રી, સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી; શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી. ૧ ઢાળ પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ; દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ. ૨ અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ; પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ. ૩…

ધન્યાશ્રી આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યાં બહુ બહુ વિઘનજી; સમજી વિચારી કર્યાં ઉલ્લંઘનજી, ભાવશું ભજ્યા શ્રીભગવનજી. ૧ ઢાળ ભજ્યા ભગવાન ભાવશું, સાબિત કરી શિર સાટ; લાલચ મેલી આ લોક સુખની, લીધી અલૌકિક વાટ. ૨ તે ભક્ત પ્રહ્‌લાદ પ્રમાણિયે, જાણિયે ધ્રુવ જનક જયદેવ; વિભીષણ અંબરીષ આદિ, ભજ્યા હરિ તજી બીજી…

ધન્યાશ્રી શુભમતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી રળિયાતજી; સુખદુઃખ આવે જો તેમાં દિન રાતજી, કાંઈ કચવાઈ ન થાય કળિયાતજી.૧ ઢાળ કળિયાત ન થાય કોઈ દિન, રહે મનમાંય તે મગન; દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઈ દન. ૨ વણતોળી વિપત માંહી, વળી ધરવી અંતરે ધીરને; સદાય…

ધન્યાશ્રી જેના કસાણાં કસોટીમાં તનજી, તે તે થયા નર નિરવિઘનજી; સુખ દુઃખ પડ્યે ન મૂંઝાય મનજી, કાચું માને સાચું કસણી વિનજી. ૧ ઢાળ કાચું માને કસણી વિના, શોધાણું માને છે સાર; ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉરે વિચાર. ૨ જેમ કુલાલ કસે મૃત્તિકા, વળી કાષ્ઠને કસે સુતાર; દરજી કસે…

ધન્યાશ્રી જેહને થાવું હોય હરિભક્તજી, તેહને ન થાવું આ દેહમાં આસકતજી; વળી વિષયસુખથી રે’વું વિરકતજી, જેહ સુખ સારુ આ જળે છે જક્તજી. ૧ ઢાળ જક્ત સુખમાં ન જળવું, વળી વિષય સુખને સ્વાદ; શુદ્ધ ભક્ત શ્રીહરિતણા, થાવું જેવા જન પ્રહ્‌લાદ. ૨ પ્રહ્‌લાદ ભક્ત પ્રમાણિયે, જાણિયે જગવિખ્યાત; હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહું…

ધન્યાશ્રી ત્યારે પ્રહ્‌લાદ કહે પિતા એ સારુંજી, ભણીશ જેમાં ભલું થાશે મારુંજી; એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડ્યા અધ્યારુજી. ૧ ઢાળ અધ્યારુ શંડામર્ક જે, તેને કહે છે એમ ભૂપાળ; ભણાવો આને વિદ્યા આપણી, જાઓ તેડી બેસારો નિશાળ. ૨ પ્રહ્‌લાદ બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક; તેને તર્ત…

ધન્યાશ્રી એવા સુણી બાળકના બોલજી, શંડામર્કે કર્યો મને તોલજી; આતો વાત ચઢી ચગડોલજી, ત્યારે કહ્યું રાયને મર્મ ભર્મ ખોલજી. ૧ ઢાળ ખોલી મર્મ ખરું કહ્યું, પ્રહ્‌લાદ તમારો જે તન; તેતો ભક્ત છે ભગવાનનો, એ મેં જોઈ લીધું રાજન. ૨ આસુર વિદ્યા એની જીભે, ભૂલે પણ ભણશે નહિ; બીજા બાળકને બગાડશે,…

ધન્યાશ્રી કહે હિરણ્યકશિપુ કોઈ છે યાં સેવકજી, મારી મૂકાવો આની તમે ટેકજી; આણે તો આદરિયું અવળું છેકજી, એવું સુણી ઉઠિયા અસુર અનેકજી. ૧ ઢાળ અસુર ઊઠી આવી કહે, રાય જેમ કહો તેમ કરીએ; રાય કહે આને મારો જીવથી, તો આપણે સર્વે ઉગરીએ. ૨ અસુરકુળ કાનનનો, કાપનાર આ છે કુઠાર; જેમ…

ધન્યાશ્રી કહો ભાઈ આપણે કરિયે કેમજી, સહુ વિચારવા લાગ્યા વળી એમજી; કોણ જાણે કેમ રહેછે એ ક્ષેમજી, હવે જેમ મરે કરો સહુ તેમજી. ૧ ઢાળ તેમ તપાસી સહુ કરો, નાખો ઠાઉકો ઠાલે કૂપ; મરી જાશે કે ભોરંગ ખાશે, થાશે તેણે રાજી ઘણું ભૂપ. ૨ તેમાં નાખ્યે પણ નવ મર્યા, ત્યારે…

ધન્યાશ્રી નથી હરિજનને ધીરજસમ ધનજી, કામ દામ આવે એ દોયલે દનજી; જ્યારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિઘનજી. ૧ ઢાળ વિઘન આવે વણચિંતવ્યાં, સુર અસુર ને નર થકી; જોખમ ન થાય જન જેમ, તેમ વાત કરવી નકી. ૨ આદ્ય અંતે મધ્ય માંય, ભક્તે સુખ શું શું ભોગવ્યું;…

ધન્યાશ્રી વળી પ્રહ્‌લાદની કહું સુણો વાતજી, તેહપર કોપિયો તેનો તાતજી; ઊઠ્યો લઈ ખડગ કરવા ઘાતજી, થયો કોલાહલ મોટો ઉતપાતજી. ૧ ઢાળ ઉતપાત તે અતિશે થયો, કહે પાપી પ્રહ્‌લાદ ક્યાં ગયો; દેખાડ્ય તારા રાખનારને, કાઢી ખડગ મારવા રહ્યો. ૨ પ્રહ્‌લાદ કહે પૂરણ છે, સરવે વિષે મારો શ્યામ; હમણાં પ્રભુ પ્રગટશે, ટાળશે…

ધન્યાશ્રી પ્રગટ્યા નૃસિંહજી પ્રહ્‌લાદને કાજજી, બહુ રાજી થઈ બોલિયા મહારાજજી; માગો માગો પ્રહ્‌લાદ મુજથકી આજજી, આપું તમને તેહ સુખનો સમાજજી. ૧ ઢાળ આપું સમાજ સુખનો, એમ બોલિયા છે નરહરિ; પ્રહ્‌લાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગું બીજું ફરી. ૨ મારે તો નથી કાંઈ માગવું, પણ એવું કહેશોમા કોઈને; પંચ…

ધન્યાશ્રી વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયેજી, જેનો તાત ઉત્તાનપાદ લહિયેજી; સુનીતિને ઉદર આવ્યા જહિયેજી, જનમી ઉરમાં વિચારિયું તહિયેજી. ૧ ઢાળ ઉરમાં એમ વિચારિયું, થાવું મારે તે હરિદાસ; એવે વિચારે આવિયા, વળી નિજ પિતાની પાસ. ૨ આદર ન પામ્યા તાતથી, થઈ પુષ્ટિ એહ પરિયાણની; અપરમાયે પણ એમ જ કહ્યું, થઈ દૃઢ…

ધન્યાશ્રી દૃઢ વિચાર એમ કરી ધ્રુવે મનજી, વેગેશું ચાલિયા વળતા વનજી; મારગમાં મળ્યા નારદમુનિ જનજી, તેણે કહ્યાં બહુ હેતનાં વચનજી. ૧ ઢાળ વચન કહ્યાં બહુ હેતનાં, વળી આપ્યો મંત્ર અનુપ; પછી અચળ તપને આદર્યું, જપે મંત્ર એ સુખ સ્વરૂપ. ૨ પાંચ વરસના એક પગે, ઊભા અચળ અડગ થઈ; બહુ બલાઉ…

ધન્યાશ્રી નિર્બળથી નથી નીપજતું એ કામજી; શીદ કરે કોઈ હૈયામાંહી હામજી; ઘણું કઠણ છે પામવા ઘનશ્યામજી, જેણે પામિયે સુખ વિશ્રામજી. ૧ ઢાળ સુખ વિશ્રામ પામિયે, વામિયે સર્વે વિઘન; તેમાં કસર ન રાખિયે, રાખિયે પ્રગળ મન. ૨ ધારી ટેક ધ્રુવના સરખી, ઉર આંટી પાડવી એમ; પામું હરિ કે પાડું પંડને, કરું…

ધન્યાશ્રી વળી કહું વર્ણવી ધ્રુવની વાતજી, શીત ઉષ્ણ સહે છે દિન ને રાતજી; તેમાં ન થાય કોઈ કાળે કળિયાતજી, કરવા હરિને રાજી રળિયાતજી. ૧ ઢાળ રાજી કરવા મહારાજને, સુખ દુઃખ સહે છે શરીર; અડગ ઊભા એક પગ ભર, ધારી દૃઢતા મન ધીર. ૨ રોઝ ગેંડા પાડા અરણા, શશાં સેમર સુરા…

ધન્યાશ્રી હરિ ભજવા હરખ હોય હૈયેજી, ત્યારે ભક્ત ધ્રુવ જેવા થઈયેજી; એથી ઓરા રતિયે ન રહિયેજી, પરમ પદને પામિયે તહિયેજી. ૧ ઢાળ પરમ પદને પામિયે, વામિયે સર્વે વિકાર; કાચા સાચા સુખને, નવ પામે નિરધાર. ૨ અજાર ન દેવો અંગે આવવા, દેહ દમવું ગમતું નથી; એવા ભક્ત જક્તમાં ઘણા, તેની વાત…

ધન્યાશ્રી જુઓ હરિભક્ત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઈ અકળાણો ઈન્દ્રજી; ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઈ કહી વાત મારું ગયું મંદરજી. ૧ ઢાળ મારું તો ઘર ગયું, આજ કાલે લેશે અવધપતિ; એનું સત્યધર્મ નિ’મ જોઈને, હું તો અકળાણો અતિ. ૨ એને દાને કરી ડોલિયું, મારું અચળ ઈન્દ્રાસન; માટે રાખો કહું…

ધન્યાશ્રી ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી, ધૂપદીપ કરી ઉતારી આરતિજી; પછી હાથ જોડી કરી વિનતિજી, માગોમાગો મુજથી મોટા મહામતિજી. ૧ ઢાળ માગો કાંઈક મુજ પાસથી, તેહ આપું તમને આજ; ત્યારે મુનિ બોલિયા, આપ્ય તારું સર્વે રાજ. ૨ પૂછ રાણી કુંવર તારાને, સહુ હોય રાજી રળિયાત; તો મેં જે માગ્યું તે…

ધન્યાશ્રી વિશ્વામિત્ર કહે વીતશે એક માસજી, ત્યારે હું આવીશ તમારી પાસજી; ત્યાં સુધી કરજો કાશીમાંહિ વાસજી, પછી હું વેચીશ કરી તપાસજી. ૧ ઢાળ તપાસ કરીશ હું ત્રણેનો, પછી વેચીશ વિગતે કરી; ત્યારે ત્રણે ચાલ્યાં ત્યાં થકી, દૃઢ ધીરજ મનમાં ધરી. ૨ રાજા રાણી કુંવરનાં છે, અતિ કોમળ અંગ; સો સો…

ધન્યાશ્રી ત્યાર પછી ત્રણે ચાલી ભૂલ્યાં વાટજી, આગળ આવ્યું ઉજ્જડ નડેડાટજી; ના’વ્યું નીર નદી કોઈ વાટ ઘાટજી, તોય મને નથી કરતાં ઉચ્ચાટજી. ૧ ઢાળ ઉચ્ચાટ નથી જેને અંતરે, રહે છે આનંદ ઉરમાં અતિ; દઢ ધીરજ મનમાં ધરી, કરી સઘન વન વિષે ગતિ. ૨ ખેર કેર ખજુરી ખરાં, બાવળ કંટાળા બોરડી;…