Browsing CategoryDhir Dhurandhara

ધીર ધુરંધરા શૂર સાચા ખરા, મરણનો ભય મનમાં ન આણે; અર્વ ખર્વ દળ એક સામા ફરે, તૃણને તુલ્ય તેનેય જાણે.–૧ મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે; કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા, એ દળ દેખતા સર્વ ભાગે.–૨ કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા…

જ્યાં લગી જગત જંજાળ ઉરમાં ખરી ત્યાં લગી સૂરતા ચિત-નાવે, જે જે વિચારીને જુક્તિ કરવા જશે તેજ કાયરપણુ નામ કહાવે-જ્યાં.-૧ પરચો ઈચ્છે તેને પામર જાણવો જનન ઈચ્છવું જોગ્ય જાણે, નિષ્કામતે નારાયણ રૂપ છે આશાને તૃષ્ણા ઉરમાં ન આણે–જ્યા.-૨ અક્ષરપર પુરુષોત્તમ શ્રીહરિ તેહને સુજશે તેજ કરશે, જનમતિમંદ હોવા છતાં ઊભા થઈ…

મતવાલા તણી રીત મહાવિકટ છે, પ્રેમ રસ પીએ તે જન જાણે, મૂંડાતે શું જાણે મજીઠના પાડને, ભીખતાં જન્મનો અંત આણે… મત.-૧ વર્ણ આશ્રમતણી આડ મહા વિકટ છે તે કેમ પાધરી વાત પ્રીછે, શીશ આર્યા વિના શ્યામ રીઝે નહી, શીશ અર્પે જે કોઈ શરણ ઈચ્છે. મત.-૨ બાગબગીચે પ્રેમ નવ નીપજે દામ…

જ્યાં લગી જાતને ભાત જંજાળ છે ત્યાં લગી આત્મા જાણ અળગો, જેહને હરિ વિના અન્ય અળખામણુ સત્ય સ્વરૂપ નર તેહ વળગ્યો-જ્યાં-૧ ઉલ્ટા અન્નની સેજ ઈચ્છા ટળી દેખતા ઉબકો સહુને આવે, તેહને જે ભખે મનુષ્યમાં નવ ખપે શ્વાન સૂકર તણી જાત્ય કહાવે-જ્યાં-૨ જ્યાં લગી દેહનેહું કરી જણશે ત્યાં લગી ભોગવિલાસ ભાવે,…

ભેખને ટેક વર્ણાશ્રમ પાળતા ઉલ્ટો એજ જંજાળ થાએ, ગાડર આણીએ ઊનને કારણે કાંતેલા કોકડા તેજ ખાએ ભેખ-૧ જે જેવો થઈ રહે સાર તેને કહે એજ આવરણ તણુ રૂ૫ જાણો જેમ એ ધાલારી તેમએ ધર્મરત તેમાં તે શું નવલુ કમાણો-૨ તજે ત્રણ ઈષણા તે જ વિચક્ષણા જહદાજહદનો મર્મ જાણે, ભાગને ત્યાગનો…

મેલ મન તાણ્ય ગ્રહીવચન ગુરૂદેવનું સેવ તુરૂપ એ શુધ્ધ સાચું, મન ભલે મત્ત થઈ કોટી સાધન કરે સદ્ગુરુ શબ્દ વિણ સર્વ કાચું.-૧ જજ્ઞજાગે કરી સ્વર્ગ સુખ ભોગવે પુણ્ય ખુટે પડે નક્કિ પાછો, તીર્થને વ્રત તણુ જોર પણ તયાં લગી ગુરૂગમ વિના ઉપાય કાચો.-૨ અડસઠ તીરથ સદ્ગુરૂચરણમાં જાણશે જે જન હશે…

સૂર સંગ્રામને દેખતા નવડગે ડગે તેને સ્વપ્ને સુખ ન હોયે ! હયગજ ગર્જના હાંક વાગે ઘણી મનમાં ઘડક નવ ધરે તોયે !-૧ અડગ સંગ્રામને સમે ઊભો રહે અર્પવા શીશ આનંદ મનમાં ચાકરી સુફળ કરવાતણે કારણે વિકસ્યુ વદન ઊમંગ તનમાં.-૨ અકથ અલૌકિક રાજને રીજવે જે નર મનતણી તાણ મુકે વચન પ્રમાણે…

અવસર આવીયો રણ રમવા તણો અતિ અમૂલ્ય ન મળે નાણે સમજવું હોય તો સમજજો સાનમાં તજી પરપંચ તક જોઈ ટાણે.-૧ મુનિ મન મધ્ય વિચાર એવો કરે મોહ શું લડે તે મર્દ કેવા. પાખરિયા નર કૈક પાડ્યા ખરા શૃંગી શશી સુરરાજ જેવા -૨ એવા તો કઈકની લાજ લીધી ખરી એક ગુરૂદેવથી…

ધાર તલવારની સોયલી ચપળ છે વચનની ટેક તે વિકટ જાણો ભેખની ટેક તે વચનમાં નવ રહે, રહે તે પ્રગટ ભક્તિ પ્રમાણો.-૧ શૂરને એક પળ કામ આવી પડે મરે કાં મોજ લઈ સુખ પામે સંત સંગ્રામથી(મનસાથે) પળન પાછો હઠે મન દમવા તણે ચડે ભામે-૨ મનશુ લડવા કોણ સામો મડે સુરનર અસુર…

કર્મનું કુટણુ સકલ સંસારમાં લખ્યુ લલાટમાં તેજ થાશે શુભાશુભ ભોગ જે લખ્યા લલાટમાં અલખ લખાય શું નામ જાશે.-૧ ભાગ્યમાં લખ્યા ભગવંત જો હોય તો સાધન લેશ નવ ઘટે કરવું ભાગ્યમાં લખ્યુ અણવાંછે આવી મળે તેહને કાજ શું મથી મરવું.-૨ સજના તણો સંસ્કારશો શુભ હતો ગિધગુણિકા અજામેળ જેવા એવા અધમ ઓધારણ…