Browsing CategoryBhakti Nidhi

રાગ:- ધન્યાસરી સુખ અતોલ પામવા માટજી, તન મન ધન મર જાય એહ સાટજી । તોય ન મુકિયે એહ વળી વાટજી, તો સર્વે વારતા ઘણું બેસે ઘાટજી ।।9|| રાગ :- ઢાળ ઘાટ બેસે વાત સરવે, વળી સરે તે સર્વે કામ । કેડે ન રહે કાંઇ કરવું, સેવતાં શ્રીઘનશ્યામ ।।૨।। સહુના સ્વામી…

રાગ:- ધન્યાસરી નિરધાર ન થાય અપાર છે એવાજી, કહો કોણ જાય પાર તેનો લેવાજી । નથી કોઇ એવી ઉપમા એને દેવાજી, જેહ નાવે કહ્યામાં તો કહિયે એને કેવાજી ।।૧।। રાગ :- ઢાળ કહેવાય નહિ કોઇ સરખા, એવા મનુષ્યાકાર મહારાજ । એને મળતે સહુને મળ્યા, એને સેવ્યે સર્યાં સહુ કાજ ।।૨।।…

રાગ:- ધન્યાસરી એની સેવા કરવી શ્રદ્ધાયેજી, તેહમાં કસર ન રાખવી કાંયજી । મોટો લાભ માની મનમાંયજી, તક પર તત્પર રે’વું સદાયજી ||૧|| રાગ :- ઢાળ તત્પર રે’વું તક ઉપરે, પ્રમાદ પણાને પરહરી । આવ્યો અવસર ઓળખી, કારજ આપણું લેવું કરી ।।૨।। અવસરે અર્થ સરે સઘળો, વણ અવસરે વણસે વાત ।…

રાગ:- ધન્યાસરી ભવજળ તરવા હરિ ભક્તિ કરોજી, તેહ વિના અન્ય તજો આગરોજી । શુદ્ધ મન ચિત્તે ભક્તિ આદરોજી, તેમાં તન મન મમત પરહરોજી ।।૧।। ઢાળ તન મન મમતને તજી, ભજી લેવા ભાવે ભગવાન । તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું, અળગું કરી અભિમાન ।। ૨ ।। કોઇ દીન હીનમતિ માનવી, ગરીબ ગ્રસેલ…

રાગ:- ધન્યાસરી ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી, જેથી કોયે જીવ નવ દુઃખાયજી । મહા પ્રભુનો જાણે મોટો મહિમાયજી, સમઝે મારા સ્વામી રહ્યા છે સહુમાંયજી ।।૧।। રાગ :- ઢાળ સ્વામી મારા રહ્યા સઘળે, સર્વે સાક્ષીરૂપે સદાય । એમ જાણી દિલે ડરતા રહે, રખે કોયે મુજથી દુઃખાય ।।૨।। અંતરજામી સ્વામી સૌમાં રહી,…

રાગ:- ધન્યાસરી ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી, સહુ જનને મને સુખ ઉપજાવેજી । ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી, જે ભક્તિને શિવ બ્રહ્મા સરાવેજી ।।૧।। રાગ :- ઢાળ સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે ગુણ ગાય ઘણા । તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઈ રહે નહિ મણા ।। ૨ ।। જેહ…

રાગ:- ધન્યાસરી કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી । જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હતી હૈયે હામજી ।।૧।। રાગ :- ઢાળ હામ હતી હૈયે ઘણી, પ્રભુ પ્રગટ મળવા કાજ । આ દેહે કરી જે દીનબંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ ।।૨।। આ નેણે નિરખિયે નાથને,…

રાગ:- ધન્યાસરી ફેર નથી રતિ ભક્તિ છે રૂડીજી, દોયલા દિવસની માનજો એ મુડીજી । એ છે સત્યવાત નથી કાંઇ કુડીજી, ભવજળ તરવા હરિભક્તિ છે હુડીજી ।।૧।। રાગ :- ઢાળ હુડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ । અપાર સંસાર સમુદ્રમાં, જબર જાણો એ ઝાજ ।।૨।। સો સો ઉપાય સિંધુ તરવા,…

રાગ:- ધન્યાસરી અતિ આદરશું કરવી ભક્તિજી, તેમાં કાંઇ ફેર ન રાખવો રતિજી । પામવા મોટી પરમ પ્રાપતિજી, માટે રાખવી અડગ એક મતિજી ।।૧।। રાગ :- ઢાળ મતિ અડગ એક રાખવી, પરોક્ષ ભક્તના પ્રમાણ । આસ્તિકપણું ઘણું આણીને, જેણે ભજ્યા શ્યામ સુજાણ ।।૨।। શાસ્ત્ર થકી જેણે સાંભળ્યા, ભક્તિતણા વળી ભેદ ।…

રાગ:- ધન્યાસરી ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ બગડે આપણોજી । પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાંગે કેમ ખરખરો એહ ખોટ તણોજી ।।૧।। રાગ :- ઢાળ ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે નર નિશ્ચે કરી । જે ગઇ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી ।।૨।। પગ ન ચાલ્યા પ્રભુ…

રાગ:- ધન્યાસરી ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો દાવોજી । સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી, અવર સુખનો કરી અભાવોજી ।।૧।। રાગ :- ઢાળ અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો । અમૂલ્ય આવા અવસરને, ખોઇને ખાટ્યો કોણ કહો ।।૨।। જેમ ચિંતામણિ મોંઘી ઘણી, તેણે…

રાગ:- ધન્યાસરી સેવા ન કરે તે સેવક શાનોજી, થયો હરિદાસ પણ હરામી છાનોજી। એહને ભક્ત રખે કોઇ માનોજી, અંતર પિતળ છે બા’રે ધુસ સોનાનોજી ।।૧।। રાગ :- ઢાળ સોના સરિખો શોભતો, થયો ભક્ત ભવમાંહિ ભલો । લાખો લોક લાગ્યાં પૂજવા, દેખી આટાટોપ ઉપલો ।।૨।। ખાવા પીવાની ખોટ ન રહી, મળે વસ્ત્ર…

રાગ:- ધન્યાસરી ભક્તિ કરે તેહ ભક્ત કે’વાયજી, ભક્તિ વિના જેણે પળ ન રે’વાયજી । શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજું તે ન સુહાયજી ।।૧।। રાગ :- ઢાળ સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના ભૂલ્યે કરી । અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી ।।૨।। હમેશ રહે હરખ હૈયે, ભલી…

રાગ:- ધન્યાસરી સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ લાગેજી । ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી, તેહ વિના બીજું સરવસ ત્યાગેજી ।।૧।। રાગ :- ઢાળ ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર । ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર ।।૨।। અન્ન જમી જન અવરનું, સૂવે નહિ તાંણી…

રાગ:- ધન્યાસરી ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી । ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી, નક્કી વાત વિના ન બેસે નિરાંતેજી ।।૧।। રાગ :- ઢાળ નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ । ઉર વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ ।।૨।। દાસપણામાં જે દોષછે,…

રાગ:- ધન્યાસરી ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં કરણજી । તન મન ત્રિવિધ તાપનાં હરણજી, એવાં જાણી જન સદા રહે શરણજી ।।૧।। રાગ :- ઢાળ શરણે રહે સેવક થઇ, કેદિ અંતરે ન કરે અભાવ । જેમ વાયસ વહાણ તણો, તેને નહિ આધાર વિના નાવ ।।૨।। તેમ હરિજનને…

રાગ:- ધન્યાસરી પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઇ વાત ન રહી અગમજી । સર્વે લોક ધામ થયાં સુગમજી, એમ કહે છે આગમ નિગમજી ।।૧।। રાગ :- ઢાળ આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઇ । સર્વે સુખની સંપતિ, આવિ રહી એના ઉરમાંઇ ।।૨।। સર્વે પાર જે પ્રાપતિ, સર્વેને…

રાગ:- ધન્યાસરી મન બુદ્ધિના માપમાં ના’વેજી, એવું અતિ સુખ હરિભક્તિથી આવેજી । જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની કા’વેજી ।।૧।। રાગ :- ઢાળ ભક્તિ પ્રભુ પ્રગટની, જે જે કરી છે હરિજને । તે તેને પળ પાકી ગઇ, સહુ વિચારી જુવો મને ।।૨।। કુબજાએ કટોરો ભરી કરી, ચરચ્યું…

પ્રગટ ભગવાનની ભક્તિની મોટાઈ જેટલી કહીએ તેટલી ઓછી છે. તે સર્વથી શિરોમણી છે તેનાંથી કૈક પ્રાણધારીઓ તરી ગયા છે પ્રાણધારીને પરમ પદ પામવા ભક્તિ જેવું કોઈ નથી એકલી ભક્તિ સર્વ કામ પુરૂ કરી દે છે જેમ અને ક તારાઓ એક સામટા ઉગે તો પણ રાત્રીનું અંધારૂ સૂર્ય વિના સંપૂર્ણપણે કોઈ…

રાગ:- ધન્યાસરી જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એ તો થયું જેમ માહ મહિને માવઠુંજી । વિવાયે વે’ચાણી લાંણીમાં એલઠુંજી, એહમાંહી સારું શું કર્યું એકઠુંજી ।।૧।। રાગ :- ઢાળ સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો મેલ । જેમ ગીગો ગયો ગંગાજીયે, નાકે દુર્ગંધીનો ભરેલ ।।૨।। તેમ ભક્તિમાં કોય…

રાગ:- ધન્યાસરી દૂર ન રહે એવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી । જેમ જનની નિત્ય જાળવે બાળજી, એમ અતિ કૃપા રાખે છે કૃપાળજી ।।૧।। રાગ :- ઢાળ કૃપાળ એમ કૃપા કરી, સમે સમે કરે છે સંભાળના । નિત્યે નજીક રહી નાથજી, પળેપળે કરેછે પ્રતિપાળના ।।૨।। ખાતાં પીતાં સૂતાં…