Browsing CategoryBhakti Nidhi

રાગ:- ધન્યાશ્રી શ્રી પુરૂષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિ નેતિ કહી જેને ગાય નિગમજી । અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ થયા આજ સુગમજી ।।૧।। રાગ :- ઢાળ સુગમ થયા શ્રીહરિ, ધરી નર તનને નાથજી । જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી ।।૨।। આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિકોટિનાં કલ્યાણ…

રાગ:- ધન્યાસરી ભાગ્ય જાગ્યાં આજ જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં ના’વે કોઇ તેહને સમાનજી । જેહને મળિયા પ્રભુ મૂર્તિમાનજી, જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી ।।૧।। રાગ :- ઢાળ ધ્યાન ધરે જેનું જાણજો, અજ ઇશ સરીખા સોઇ । તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે નહિ કોઇ ।।૨।। એવી અલૌકિક…

રાગ:- ધન્યાસરી જોને કોઇક કરેછે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી। સત્ય જોગ જગને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સામર્થજી ।।૧।। રાગ :- ઢાળ સામર્થ પ્રમાણે સહુ કરે, વળી કસર ન રાખે કોઇ । શુદ્ધ મન શુદ્ધ ભાવ શ્રદ્ધાએ, શુદ્ધ આદરે કરે સોઇ ।।૨।। એમ…

રાગ:- ધન્યાસરી વિઘને ભર્યાં સુખ સારૂં સાધનજી, કરતાં મુઝાય છે શુદ્ધ સંતનાં મનજી । તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી ।।૧।। રાગ :- ઢાળ વિઘન વિવિધ ભાતનાં, રહ્યાં સાધન પર સમોહ । સુર અસુર ઇચ્છે પાડવા, પ્રેરી કામ ક્રોધ લોભ મોહ ।।૨।। જપતાં જાપ…

રાગ:- ધન્યાસરી નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી । સમઝીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી ।।૧।। રાગ :- ઢાળ અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની । તે વિના ત્રિલોક સુખને, માને શોભા મીયાંનની ।।૨।। મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર ।…

રાગ:- ધન્યાસરી પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી હામજી । જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી ।।૧।। રાગ :- ઢાળ ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે । તેને તોલે ત્રિલોક માંહિ, સમઝી જુવો નહિ નિસરે ।।૨।। જેણે આ લોકસુખની આશા મેલી, પરલોક…

રાગ:- ધન્યાસરી ભક્તિ સમાન નથી ભવમાં કાંયજી, સમઝુ સમઝો સહુ મનમાંયજી । પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી, તેને તુલ્ય બીજું કેમ કે’વાયજી ।।૧।। રાગ :- ઢાળ કે’વાતો નથી કલ્પતરૂં, નવ નિધિને સિદ્ધિ સમેત । કામદુઘા અમૃતની ઉપમા, ન ઘટે કહું કોઇ રીત ।।૨।। જેમ મંદારમાં સાર બહુ બાવના ચંદન,…

રાગ:- ધન્યાસરી ભક્તિ સમાન નથી સાધનજી, વારમવાર વિચારૂં છું મનજી । જે સારૂં જન કરે છે જતનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘનજી ।।૧।। રાગ :- ઢાળ સઘન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલ । માને સુખ તેમાં મૂરખા, જે હોય હૈયાના ટળેલ ।।૨।। જેમ સોનરખથી સોનું કરતાં, જોયે…

રાગ:- ધન્યાસરી ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, કરેછે જન મન પામે છે ખેદજી । એક બીજાનો કરે છે ઉચ્છેદજી, તેનો નથી કેને ઉર નિર્વેદજી ।।૧।। રાગ :- ઢાળ નિર્વેદ વિના ખેદ પામી, કરેછે ખેંચાતાણ । નંદે વંદે છે એક એકને, એ સહુ થાય છે હેરાણ ।।૨।। નવે પ્રકારે કરી નાથની,…

રાગ:- ધન્યાસરી ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક લાજજી ।  તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાઓ સુખ ત્યાગજી ।।૧।। રાગ :- ઢાળ તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે કરી ભગતિ । સમ વિષમમાં સરખી, રહે માન અપમાને એક મતિ ।।૨।। પ્રસંશા સુણી…

રાગ:- ધન્યાસરી સાચી ભક્તિ કરતાં કો’કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહિ સહુએ ખોટું ઠેરાવ્યુંજી । અણસમઝુંને એમ સમઝયામાં આવ્યુંજી, વણ અર્થે ભક્તિ શું વેર વસાવ્યુંજી ।।૧।। રાગ :- ઢાળ વેર વસાવ્યું વણ સમઝે, સાચી ભક્તિ કરતલ સાથ । શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઇ મીરાંથ ।। ૨ ।। પ્રહ્લાદ ભક્ત જાણી…

રાગ:- ધન્યાસરી હરિની ભક્તિનો કરતાં દ્વેષજી, આવે અંગે અંતરે કોટિ કલેશજી । તેણે કરી રહે હેરાન હમેશજી, એહમાંહી સંશય નથી લવલેશજી ||1|| રાગ :- ઢાળ લેશ સંશય નવ લેખવો, એનો દેખવો અસદ્ ઉપાય । નાખતાં રજ સૂરજ સામી, પાછી પડે આંખ્ય મુખમાંય ।। ૨ ।। જે જળથી શીતળ થાય, તેને…

રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી, જેહ ભક્તિને મોટે મોટે જાચીજી । તેહ વિના બીજી છે સર્વે કાચીજી, તેહમાં ન રે’વું કેદિયે રાચીજી ।।૧।। રાગ :- ઢાળ રાચી રે’વું રસરૂપ પ્રભુમાં, જોઇ જીવન પ્રગટ પ્રમાણ । પછી ભક્તિ તેની ભાવશું, સમજીને કરવી સુજાણ ।।૨।। જોઇ મરજી જગદીશની, શિશસાટે કરવું…

રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલીજી, કરી દિયે કામ એજ એકલીજી । એહ વિના બીજી છે ભૂલવાની ગલીજી, જગમાં જે જે કે’વાય છે જેટલીજી ।।૧।। રાગ :- ઢાળ જેટલી ભક્તિ જન કરે છે, પરહરી પ્રભુ પ્રગટને । તેને ભક્ત કે’વો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસાર્યો મર્કટને ||૨|| તેણે…

રાગ:- ધન્યાસરી પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશય મા કરશો લગારજી । પ્રગટને ભજી પામ્યા કંઇ ભવ પારજી, ખગ મૃગ જાતિ નર ને નારજી ।।1।। રાગ :- ઢાળ નર નારી અપાર ઉદ્ધર્યાં, પ્રભુ પ્રગટને પામી વળી । તેહના જેવી પ્રાપતિ, નથી કેની જો સાંભળી ||૨|| જેની સાથે જમ્યા રમ્યા જીવન,…

રાગ:- ધન્યાસરી ઉરમાંહિ કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિષેકજી । એહને સમાન નહિ કોઇ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી ||૧|| રાગ :- ઢાળ તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઇ રે’વું સાવધાન । તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન ।।૨।। ધર્મ વિચારીને ધનંજયે,…

રાગ:- ધન્યાસરી પૂરણ પુરૂષોત્તમ પામિયે જ્યારેજી, તન મનમાંહિ તપાસિયે ત્યારેજી। આવો અવસર ન આવે ક્યારેજી, એમ વિચારવું વારમવારેજી ।।૧।। રાગ :- ઢાળ વારમવાર વિચારવું, વણસવા ન દેવી વળી વાત । સમો જોઈને સેવકને, હરિ કરવા રાજી રળિયાત ||૨|| અવળાઇને અળગી કરી, સદા સવળું વર્તવું સંત । અવળાઇયે દુઃખ ઉપજે, વળી…

રાગ:- ધન્યાસરી પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડીજી, તેને તો ભૂલ્ય આવે ઘડી ઘડીજી । માગે જો મોળ્ય તો લાવે મોજડીજી, એવી અવળાઇની ટેવ જેને પડીજી ।।૧।। રાગ :- ઢાળ ટેવ પડી અવડાઇની, સવળું કરતાં સુઝે નહિ । એવા ભક્તની ભગતિ, સુખદાયક નો’યે સહિ ||૨|| પાણી માગે તો આપે પથરો,…

રાગ:- ધન્યાસરી કમાણી કહો ક્યાં થકી થાયજી, નરે ન કર્યો કોઇ એવો ઉપાયજી। જે જે કર્યું તે ભર્યું દુઃખમાંયજી, તે કેમ કરી કરે સેવામાં સા’યજી ।।૧।। રાગ :- ઢાળ સા’ય ન થાય ભુંડપની ભક્તિએ, કોઇ કરે જો કોટી ઘણી । પરિચર્યા પામર નરની, તે સર્વે સામગ્રી સંકટતણી ।।૨।। ઉનાળે પે’રાવે…

રાગ:- ધન્યાસરી પાષાણ મૂર્તિ પૂજે છે જનજી, તેપણ સમયે જોઇ કરે સેવનજી । સમય વિના સેવા ન કરે કોઇ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી ।।911 રાગ :- ઢાળ પ્રસન્ન કરવા પ્રભુને, સમો જોઇને કરે છે સેવ । વણ સમાની સામગ્રીએ, પૂજે નહિ પ્રતિમા દેવ ।।૨।। પરોક્ષને પણ પ્રીતે…

રાગ:- ધન્યાસરી નથી અંધારૂં નાથને ઘેરજી, એપણ વિચારવું વારમવારજી । સમઝીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી ।।૧|| રાગ :- ઢાળ મે’ર કરે મોટી અતિ, જો ઘણું રહિયે ગર્જવાન । ઉન્મત્તાઇ અળગી કરી, ધારી રહિયે નર નિર્માન ||૨|| અવળાઇ કાંઇ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ…