Browsing CategoryBhagvat Gita Chintan

અનન્યભક્તિ વિના ચતુર્ભુજરૂપનાં દર્શનની દુર્લાભતાનું અને ફળસહિત અનન્યભક્તિનું કથન અર્જુન બોલ્યા दृष्टवेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।इदानीमस्मि संवृत्त: सचेता: प्रकृतिं गत:।।५१।। અર્થ : અર્જુન કહે છે-હે જનાર્દન ! આપનું આ અતિ સૌમ્ય-શાંતિકર માનુષ રૂપ જોઈને હમણાં હું સ્થિરચિત્ત થયો છું અને હું મારા અસલ સ્વભાવને પામ્યો છું. ।।૫૧।। અનવધિકાતિશય…

ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનાં દર્શનના મહિમાનું કથન તથા ચતુર્ભુજરૂપ અને સૌમ્યરૂપ દેખાડવું શ્રી ભગવાન બોલ્યા मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात्‌।तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्‌।।४७।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે અર્જુન ! અનુગ્રહ પૂર્વક પ્રસન્ન થયેલા મેં મારી યોગ શક્તિના પ્રભાવથી આ મારું પરમ તેજોમય સર્વનું આદિભૂત અને…

ભયભીત થયેલા અર્જુન દ્વારા ભગવાનની સ્તુતિ અને ચતુર્ભુજરૂપનું દર્શન કરવા માટે પ્રાર્થના સંજય બોલ્યા एतत्‌ श्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमान: किरीटी।नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्‌गदं भीतभीत: प्रणम्य।।३५।। અર્થ : સંજય કહે છે-કેશવ ભગવાનનું આવું વચન સાંભળીને મુકુટધારી અર્જુન હાથ જોડીને થર-થર કંપતો નમસ્કાર કરીને ફરીથી પણ અત્યન્ત ભયભીત થઈ જઈને પ્રણામ…

ભગવાન દ્વારા પોતાના પ્રભાવનું વર્ણન અને અર્જુનને યુદ્ધ માટે ઉત્સાહિત કરવો શ્રી ભગવાન બોલ્યા कालोऽस्मि लोकक्षयकृत्‌ प्रवृद्धो लोकान्‌ समाहर्तुमिह प्रवृत्त:।ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिता: प्रत्यनीकेषु योधा:।।३२।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હું લોકોનો ક્ષય-સંહાર કરનારો મહાબળવાન કાળ છું અને હાલ-અહીંઆ આ સર્વ લોકોનો સંહાર કરવા પ્રવર્તેલો છું. માટે જે…

અર્જુને ભગવાનનું વિશ્વરૂપ જોવું અને એમની સ્તુતિ કરવી અર્જુન બોલ્યા पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसंधान्‌।ब्रह्माणमीशं कमलासनस्थमृषींश्च सर्वानुरगांश्च दिव्यान्‌।।१५।। અર્થ : અર્જુન કહે છે-હે પ્રકાશમૂર્તે ! હું આપના શરીરમાં સઘળા દેવોને તથા અનેક ભૂતોના સમુદાયોને તથા કમળરૂપ આસનમાં બેઠેલા બ્રહ્માને તથા શંકરને તથા સર્વ ઋષિઓને તેમજ દિવ્ય આકારવાળા સર્પોને હું…

સંજય દ્વારા ધ્રુતરાષ્ટ્રને ઉદેશીને વિશ્વરૂપનું વર્ણન સંજય બોલ્યા एवमुक्त्वा ततो राजन्‌ महायोगेश्वरो हरि:।दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्‌।।९।। અર્થ : સંજય કહે છે કે-હે રાજન્મહાયોગેશ્વર અને સ્મરણમાત્રથી પાપને હરનારા ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે કહીને તુરત જ પૃથાપુત્ર-અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત પોતાનું રૂપ બતાવ્યું. ।।૯।। ભગવાને કહ્યું કે, હું તને દિવ્યચક્ષુ આપું છું તેનાથી…

ભગવાન દ્વારા પોતાના વિશ્વરૂપનું વર્ણન શ્રી ભગવાન બોલ્યા पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्त्रश:।नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च।।५।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પાર્થ ! મારાં સોએ-સો, અને હજારો-હજાર નાના પ્રકારનાં, અનેક વર્ણવાળાં અને અનેક આકૃતિઓવાળાં દિવ્ય અલૌકિક રૂપોને તું જો ।।૫।। पश्य मे पार्थ रूपाणि અર્જુનની સંકોચપૂર્વકની પ્રાર્થનાને સાંભળીને…

ફળસહિત જુદા જુદા યજ્ઞોનું કથન ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्‌ ।।ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।।२४।। અર્થઃ જે યજ્ઞમાં અર્પણ બ્રહ્મ છે. હોમવાનું દ્રવ્ય બ્રહ્મ છે. અર્પણ કરનારો બ્રહ્મ છે. અગ્ની પણ બ્રહ્મ છે. અને બ્રહ્મમાં રહેવાવાળા યોગી દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ છે. ब्रह्मार्पणं…. આગળના શ્લોકોમાં કર્મને જ્ઞાનાકારપણે…

યોગી મહાત્મા પુરુષોનાં આચરણ અને એમનો મહિમા यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता:।ज्ञानाग्निदग्धकर्माणं तमाहु: पण्डितं बुधा:।।१९।। અર્થઃ જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ પુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે. यस्य सर्वे समारम्भा: कामसंकल्पवर्जिता: વિષયોનું વારંવાર ચિંતન થવાથી તેમની…

સગુણ ભગવાનનો પ્રભાવ અને કર્મયોગનો વિષય શ્રીભગવાન બોલ્યા इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम्‌।विवस्वान्‌मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत्‌।।१।। અર્થઃ આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો. અહીં इमम्‌योगम्‌ શબ્દથી કર્મયોગ કહ્યો છે. કારણ કે ભગવાને જે પરંપરાનો ઉલ્લેખ-સૂર્ય, મનુ, ઈક્ષ્વાકુ વગેરે…

સાંખ્યયોગનો વિષય ભગવાન બોલ્યા अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे।गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिता:।।११।। અર્થઃ હે અર્જુન ! જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવાં વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતાં રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા.…

અર્જુનની કાયરતાના વિષયમાં શ્રીકૃષ્ણાર્જુન સંવાદ સંજય બોલ્યા तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्‌।विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदन:।।१।। અર્થઃ આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. પ્રથમ અધ્યાયના અંતમાં ધૃતરાષ્ટ્રે સંજયના મુખથી સાંભળ્યું કે, અર્જુને ધનુષ્યબાણ ફેંકી દીધાં અને ‘લડાઈ નહિ કરું.’ એમ…

શ્લોક ૨૮-૪૭ મોહથી વ્યાપેલા અર્જુનના કાયરતા,સ્નેહ અને શોકભરેલા વચનો મોહથી વ્યાપેલા અર્જુનનાં કાયરતા, સ્નેહ અને શોકભરેલાં વચનો. અર્જુન બોલ્યા दृष्ट्‌वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्‌।।२८।।सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते।।२९।।गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते।न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मन:।।३०।। અર્થઃ હે કૃષ્ણ ! યુદ્ધક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા…

શ્લોક ૨૦-૨૭ અર્જુન દ્વારા સેના નિરીક્ષણનો પ્રસંગअथ व्यवस्तिान्‌ दृष्टवा धार्तराष्ट्रान्‌ कपिध्वज: प्रवृत्ते शस्त्र संपाते धनुरुद्यम्य पाण्डव:।।२०।।हृषीकेश तदा व्यक्यमिदमाह महीपते। અર્થઃ હે રાજન્‌! તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર-સંબંધીઓને જોઈને, શસ્ત્રપ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને હૃષીકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું. अथ શબ્દનું તાત્પર્ય એ છે કે હવે…