Browsing CategoryBhagvat Gita Chintan

શ્લોક ૧-૮ જ્ઞાનયોગ અને કર્મયોગ અનુસાર અનાસક્તભાવે નિત્યકર્મ કરવાની શ્રેષ્ઠતાનું નિરુપણ અર્જુન બોલ્યા ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिजनार्दन। तत्‌किं कर्मणि घोरे मां नियोजयसि केशव।।१।। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहसीव मे। तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्‌।।२।। અર્થઃ હે જનાર્દન ! જો તમે કર્મ કરતાં જ્ઞાનને ચઢિયાતું માનો છો, તો પછી હે કેશવ! મને…

શ્લોક ૦૧ – ૦૪ વિશ્વરૂપનાં દર્શન કરવા માટે અર્જુનની પ્રાર્થના અર્જુન બોલ્યા मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम्‌। यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम।।१।। અર્થ : અર્જુન કહે છે-મારા ઉપર અનુગ્રહ કરવા માટે આપે જે પરમ રહસ્યરૂપ અધ્યાત્મ-જ્ઞાનસંબંધી વચન કહ્યું, તેનાથી મારો આ મોહ ટળી ગયો. ।।૧।। ભગવાનની કૃપાનો અનુભવ કરીને અર્જુન ભાવવિભોર થઈ…

શ્લોક ૨૪-૩૦ ભગવાનના પ્રભાવ તેમજ સ્વરૂપને ન જાણનારાઓની નિંદા અને જાણનારાઓનો મહિમા अव्यक्तं व्यकितमापन्नं मन्यन्ते मामबुद्धय:। परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम्‌।।२४।। અર્થ : મારા અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પરમ ભાવને નહિ જાણનારા બુદ્ધિ વિનાના અબુધ માણસો અવ્યક્ત-અલૌકિક દિવ્યમૂર્તિ એવા મને બીજા મનુષ્ય જેવો વ્યક્તિભાવ પામેલો માને છે. ।।૨૪।। अव्यक्तं જે મનુષ્યો-अबुद्धय:-બુદ્ધિ વિનાના છે…

શ્લોક ૩૭-૪૭ યોગભ્રષ્ટ પુરુષની ગતિનો વિષય તથા ધ્યાનયોગીનો મહિમા અર્જુન બોલ્યા अयति: श्रद्धयोपेतो योगाच्चलितमानस:। अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति।।३७।। कच्चिन्नोभय विभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति। अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मण: पथि।।३८।। एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषत:। त्वदन्य: संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते।।३९।। અર્થઃ હે કૃષ્ણ ! જે યોગમાં શ્રદ્ધાવાળો છે, પરંતુ પૂરો સંયમી ન હોવાથી…

શ્લોક ૦૭-૧૨ સાંખ્યયોગી અને કર્મયોગીનાં લક્ષણો તથા એમનો મહિમા योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय:।। सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते।।७।। અર્થઃ જેનું મન પોતાને વશ છે, જે જિતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળાં પ્રાણીઓના આત્માસ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લોપાતો નથી. जितेन्द्रिय:…

શ્લોક ૧૬-૨૦ ક્ષર, અક્ષર, પુરુષોતમનો૨ વિષય द्वाविमौ पुरुषौ लोके क्षरश्वाक्षर एव च। क्षर: सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते।।१६।। અર્થ : (માટે જ વેદના રહસ્યાર્થરૂપ તત્ત્વત્રયને નિરૂપણ કરતાં પોતે જ કહે છે) આ લોકમાં બે પુરુષ છે. એક ક્ષર અને બીજો અક્ષર. સર્વ ભૂત-પ્રાણીમાત્ર ક્ષર-બદ્ધ પુરુષ જીવાત્મા છે અને બીજો કૂટસ્થ-શુદ્ધ નિર્વિકાર…

શ્લોક ૧૨-૧૫ પ્રભાવસહિત પરમેશ્વરના સ્વરૂપનો વિષય यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम्‌। यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्‌।।१२।। અર્થ : સૂર્યમંડળમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશ કરી રહ્યું છે તેમજ જે ચંદ્રમંડળમાં તેજ છે તથા અગ્નિમાં જે તેજ છે. તે તેજ મારું જ-મેં જ આપેલું છે એમ જાણ ।।૧૨।। પ્રભાવ અને મહત્ત્વની તરફ…

શ્લોક ૦૭-૧૧ જીવાત્માનો વિષય શ્રીભગવાન બોલ્યા ममैवांशो जीवलोके जीवभूत: सनातन:। मन: षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति।।७।। અર્થ : આ જીવલોકમાં મારો અંશભૂત સનાતન જીવાત્મા પ્રકૃતિમાં રહેલાં અને મન જેમાં છઠ્ઠું છે. એવા પાંચેય ઈન્દ્રિયોને પોતા તરફ ખેંચે છે-વશમાં રાખે છે. ।।૭।। ममैवांशो जीवलोके जीवभूत: सनातन:। જેમની સાથે જીવની તાત્ત્વિક એકતા નથી અથવા…

શ્લોક ૦૫-૧૮ સત્વ, રજસ, તમસ – ત્રણેય ગુણોનો વિજય सत्त्वं रजस्तम इति गुणा: प्रकृतिसम्भवा:। निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्‌।।५।। અર્થ : હે મહાબાહો ! સત્ત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણ પ્રકૃતિ-માયામાંથી ઉત્પન્ન થયેલા છે. તે અવ્યય-વિકારશૂન્ય અક્ષર-અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. ।।૫।। सत्त्वं रजस्तम इति… ત્રીજા અને ચોથા શ્લોકમાં જે…

શ્લોક 0૧-0૪ જ્ઞાનનો મહિમા તથા પ્રકૃતિ-પુરુષથી જગતની ઉત્પત્તિ શ્રી ભગવાન બોલ્યા परं भूय: प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम्‌। यज्ज्ञात्वा मुनय: सर्वे परां सिद्धिमितो गता:।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-સઘળાં જ્ઞાનોના મધ્યે અતિ ઉત્તમ મારું પરમ જ્ઞાન હું તને ફરીથી કહું છું. જે જ્ઞાનને જાણીને-સમજીને સર્વ મુનિઓ આ સંસારમાંથી મુક્ત ભાવને પામીને…

શ્લોક ૧૯-૨૭ ભગવત્પ્રાપ્તિનો ઉપાય તથા ગુણાતીત પુરુષનાં લક્ષણો नान्यं गुणेभ्य: कर्तारं यदा द्रष्टानुपश्यति। गुणेभ्यश्व परं वेत्ति मद्‌भावं सोऽधिगच्छति।।१९।। અર્થ : જ્યારે દ્રષ્ટા-જીવાત્મા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા નથી દેખતો-સમજતો અને એ ત્રણેય ગુણોથી પર રહેલા પોતાના સ્વરૂપને તેમજ પરમાત્મસ્વરૂપને યથાર્થ સમજે છે. ત્યારે તે પુરુષ મારા સ્વરૂપને પામે છે.…

શ્લોક ૦૧-૦૬ સંસારવૃક્ષનું કથન અને ભગવત્પ્રાપ્તિનો ઉપાય શ્રીભગવાન બોલ્યા ऊर्ध्वमूलमध: शाखमश्वत्थं प्राहुरव्ययम्‌। छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्‌।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-આદિપુરુષ પરમાત્મારૂપ ઊંચે મૂળ જેનું છે. નીચે બ્રહ્માદિક શાખાઓ જેની પ્રસરેલી છે. એવા સંસારરૂપ પીપળાના વૃક્ષને અવ્યય, અવિનાશી, નિત્ય કહે છે અને વેદો જેનાં પાંદડાં છે.…

શ્લોક ૧૧-૩૨ વિસ્તારપૂર્વક ધ્યાનયોગનો વિષય शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मन:। नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम्‌।।११।। અર્થઃ પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં ને અતિ નીચું નહીં એવું દર્ભ, મૃગચર્મ તથા વસ્ત્ર (એવા ક્રમવાળું), પોતાનું સ્થિર આસન સ્થાપી. शुचौ देशे ધ્યાન કેમ કરવું તે હવે કહે છે-તેમાં બાહ્યોપકરણ બતાવે છે. शुचि શબ્દને કોઈ વિશેષણ નહિ…

શ્લોક ૦૧-૦૬ સાંખ્યયોગ અને કર્મયોગનો નિર્ણય અર્જુન બોલ્યા संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि। यत्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्‌।।१।। અર્થઃ હે કૃષ્ણ ! તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો; તો આ બન્નેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય, તે કહો. संन्यासं…

શ્લોક ૫૪-૭૨ સ્થિરબુદ્ધિના પુરુષનાં લક્ષણો અને એનો મહિમા અર્જુન બોલ્યા स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव। स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम्‌।।५४।। અર્થઃ હે કેશવ ! સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિરબુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે ? તે સ્થિરબુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે…

શ્લોક ૩૯-૫૩ કર્મયોગનો વિષય एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योर्गे त्विमां श्रृणु। बुद्धया युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि।।३९।। અર્થઃ હે પાર્થ ! આ બુદ્ધિ તારે માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ, જે બુદ્ધિથી યુકત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મબંધનમાંથી છૂટી…

શ્લોક ૩૧-૩૮ ક્ષાત્રધર્મ અનુસાર યુદ્ધ કરવાની આવશ્યકતાનું નિરુપણ स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि। धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते।।३१।। यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम्‌। सुखिन: क्षत्रिया: पार्थ लभन्ते युद्धमीदृशम्‌।।३२।। અર્થઃ વળી, સ્વધર્મને જોતાં પણ તારે ભય પામવો ન જોઈએ; કેમ કે ક્ષત્રિય માટે ધર્મર્યુકત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. હે પાર્થ ! આપમેળે…

શ્લોક ૧૨-૧૯ બન્ને સેનાઓના શંખ-ધ્વનિનું કથન तस्य संजयन्हर्षं कुरुवृद्ध: पितामह:। सिंहनादं विनद्यौच्चै: शंखं दध्मौ प्रतापवान्‌।।१२।। અર્થઃ કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતાં જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો. ભીષ્મપિતા કુરુકુળમાં બાહિ્‌લક સિવાય સર્વથી વૃદ્ધ હતા. તેથી કુરુવૃદ્ધ કહ્યા છે. વળી બન્ને પક્ષના સરખા સંબંધી હતા-દાદા…

અર્જુનવિષાદયોગ શ્લોક ૧-૧૧ બન્ને સેનાઓના મુખ્ય-મુખ્ય શુરવીરોની ગણના તેમજ સામર્થ્યનું કથન ધૃતરાષ્ટ્ર બોલ્યા धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सव:। मामका: पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय।।१।। અર્થઃ હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક, મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ? धर्मक्षेत्रे कुरुक्षेत्रे  : સરસ્વતી નદીનો દક્ષિણ ભાગ અને દ્રુષદ્‌વતી નદીના ઉત્તર ભાગના…

શ્લોક ૧-૧૨ સાકાર અને નિરાકારના ઉપાસકોની ઉત્તમતાનો નિર્ણય તથા ભગવત્પ્રાપ્તિના ઉપાયનો વિષય અર્જુન બોલ્યા एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते। ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमा:।।१।। योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय। અર્થ : અર્જુન કહે છે-જે અનન્ય ભક્તજન આ પૂર્વે કહ્યું એ પ્રકારે નિરન્તર આપના ભજન-ધ્યાનમાં સંલગ્ન રહીને આપની ઉપાસના કરે…

શ્લોક ૨૬-૩૪ નિષ્કામ ભગવદ્ભક્તિનો મહિમા पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति। तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मन:।।२६।। અર્થ : કેટલો સરળ અને સુલભ છું તે તો જો !) પત્ર, પુષ્પ, ફળ કે જળ જે મને પ્રેમથી અર્પણ કરે છે. તે હું પવિત્ર-એકાગ્ર મનવાળા મારા ભક્તનું ભક્તિથી આપેલું ગ્રહણ કરું છું. ।।૨૬।।…