વિજ્ઞાન સહિત જ્ઞાનનો વિષય શ્રી ભગવાન બોલ્યા मय्यासक्तमना: पार्थ योगं युञ्जन्मदाश्रय:।असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु।।१।। અર્થ : શ્રી ભગવાન કહે છે-હે પૃથાના પુત્ર અર્જુન ! મારામાં પૂરે પૂરું મન રાખીને અને મારોજ દૃઢ આશ્રય કરીને મારો યોગ સાધતાં મને સમગ્રપણે નિઃસંશય જેમ તું જાણું તેમ હું કહું છું તે…
Browsing CategoryAdhyay 07
ગીતા અધ્યાય-૦૭,શ્લોક ૦૮ થી ૧૨
સઘળા પદાર્થોમાં કારણરૂપે ભગવાનની વ્યાપકતાનું કથન रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययो:।प्रणव: सर्ववेदेषु शब्द: खे पौरुषं नृषु।।८।। અર્થ : હેકૌન્તેય ! જળમાં રસ તે હું છું. શશીમાં અને સૂર્યમાં પ્રભા તે હું છું. સર્વ વેદોમાં પ્રણવ-ૐકાર હું છું અને પુરુષોમાં પુરુષાર્થ તે હું છું. ।।૮।। હવે જે કાંઈ કાર્ય દેખાય છે, તેના…
ગીતા અધ્યાય-૦૭, શ્લોક ૧૩ થી ૧૯
આસુરી સ્વભાવનાં માણસોની નિંદા અને ભગવદ્ભક્તોની પ્રશંસા त्रिभिर्गुणमयैर्भावैरेभि: सर्वमिदं जगत्।मोहितं नाभिजानाति मामेभ्य: परमव्ययम्।।१३।। અર્થ : આ કહ્યા એવા સાત્ત્વિક, રાજસ અને તામસ એ ત્રણ ગુણમય ભાવોથી-પદાર્થોથી મોહ પામેલું આ સઘળું જગત્, એ માયાના કાર્યથી પર રહેલા અવિનાશી સ્વરૂપ એવા મને જાણતું-ઓળખતું નથી. ।।૧૩।। त्रिभिर्गुणमयै: જે મનુષ્ય, કારણ સ્વરૂપમાં ભગવાન રહ્યા…
ગીતા અધ્યાય-૦૭, શ્લોક ૨૦ થી ૨૩
અન્ય દેવતાઓની ઉપાસનાનો વિષય कामैस्तैस्तैर्हृतज्ञाना: प्रपद्यन्तेऽन्यदेवता:।तं तं नियममास्थाय प्रकृत्या नियता: स्वया।।२०।। અર્થ : અને બીજાઓ તો તે તે કામનાઓથી હરાઈ ગયું છે જ્ઞાન જેમનું એવા હોવાથી, પોત પોતાની પ્રકૃતિ-સ્વભાવને વશ થઈને, તે તે માર્ગમાં રહેલા નિયમોને આશરીને બીજા ઈન્દ્રાદિક દેવોને શરણે જાય છે. ।।૨૦।। कामैस्तैस्तैर्हृतज्ञाना: આજ અધ્યાયના પંદરમાં શ્લોકમાં વર્ણવાયેલા…
ગીતા અધ્યાય-૦૭, શ્લોક ૨૪ થી ૩૦
શ્લોક ૨૪-૩૦ ભગવાનના પ્રભાવ તેમજ સ્વરૂપને ન જાણનારાઓની નિંદા અને જાણનારાઓનો મહિમા अव्यक्तं व्यकितमापन्नं मन्यन्ते मामबुद्धय:। परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम्।।२४।। અર્થ : મારા અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પરમ ભાવને નહિ જાણનારા બુદ્ધિ વિનાના અબુધ માણસો અવ્યક્ત-અલૌકિક દિવ્યમૂર્તિ એવા મને બીજા મનુષ્ય જેવો વ્યક્તિભાવ પામેલો માને છે. ।।૨૪।। अव्यक्तं જે મનુષ્યો-अबुद्धय:-બુદ્ધિ વિનાના છે…