કર્મયોગનો વિષય અને યોગારૂઢ પુરુષનાં લક્ષણો શ્રીભગવાન બોલ્યા अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य:।स संन्यासी च योगी च निरग्निर्न चाक्रिय:।।१।। અર્થઃ કર્મફળનો આશ્રય લીધા વિના જે શાસ્ત્રમાં કહેલા કર્તવ્યકર્મો કરે છે તે સંન્યાસી છે, યોગી છે; જે યજ્ઞનો કે કર્મમાત્રનો ત્યાગ કરે છે તે સંન્યાસી કે યોગી નથી. अनाश्रित: कर्मफलम्-આ…
Browsing CategoryAdhyay 06
ગીતા અધ્યાય-૦૬, શ્લોક ૦૫ થી ૧૦
આત્મ-ઉદ્ધાર માટે પ્રેરણા અને ભગવત્પ્રાપ્ત પુરુષનાં લક્ષણો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:।।५।। અર્થઃ પોતાના વડે પોતાનો સંસાર-સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે; કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર કે શત્રુ છે. उद्धरेदात्मनात्मानम्…પોતાની જાતથી પોતાનો ઉદ્ધાર કરવો-એનું તાત્પર્ય એ છે કે, પ્રાકૃત પદાર્થ, વ્યક્તિ, ક્રિયા અને સંકલ્પમાં આસક્ત…
ગીતા અધ્યાય-૦૬, શ્લોક ૧૧ થી ૩૨
શ્લોક ૧૧-૩૨ વિસ્તારપૂર્વક ધ્યાનયોગનો વિષય शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मन:। नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम्।।११।। અર્થઃ પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં ને અતિ નીચું નહીં એવું દર્ભ, મૃગચર્મ તથા વસ્ત્ર (એવા ક્રમવાળું), પોતાનું સ્થિર આસન સ્થાપી. शुचौ देशे ધ્યાન કેમ કરવું તે હવે કહે છે-તેમાં બાહ્યોપકરણ બતાવે છે. शुचि શબ્દને કોઈ વિશેષણ નહિ…
ગીતા અધ્યાય-૦૬, શ્લોક ૩૩ થી ૩૬
મનના નિગ્રહનો વિષય અર્જુન બોલ્યા योऽयं योगस्त्वया प्रोक्त: साम्येन मधुसूदन।एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम्।।३३।। અર્થઃ હે મધુસૂદન ! જે આ યોગ સમભાવરૂપે આપે કહ્યો, એની સ્થિતિ (મનની) ચંચળતાને લીધે હું સ્થિર જોતો નથી. હવે અર્જુન પ્રથમ ભગવાને જે સમતારૂપ યોગ કહ્યો તેને વિશદરૂપે જાણવા માટે ફરીવાર પ્રશ્ન કરે છે…
ગીતા અધ્યાય-૦૬, શ્લોક ૩૭ થી ૪૭
શ્લોક ૩૭-૪૭ યોગભ્રષ્ટ પુરુષની ગતિનો વિષય તથા ધ્યાનયોગીનો મહિમા અર્જુન બોલ્યા अयति: श्रद्धयोपेतो योगाच्चलितमानस:। अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति।।३७।। कच्चिन्नोभय विभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति। अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मण: पथि।।३८।। एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषत:। त्वदन्य: संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते।।३९।। અર્થઃ હે કૃષ્ણ ! જે યોગમાં શ્રદ્ધાવાળો છે, પરંતુ પૂરો સંયમી ન હોવાથી…