ભક્તિનિધિ – ૫દ ૦૯

રાગ:– પરજ

સંતો મનમાં સમઝવા માટ રે, કેદિ મેલવી નહિ એ વાટ રે; સંતો૦ ।।

જોઇ જોઇને જોયું છે સર્વે, વિવિધ ભાતે વૈરાટ ।

ભક્તિ વિના ભવ ઉદભવનો, અળગો ન થાય ઉચ્ચાટ રે; સંતો૦ ।।૧।।

માટે ભક્તિ ભવભય હરણી, કરવી તે શીશને સાટ ।

તેહ વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટ રે; સંતો૦ ।।૩।।

વિવેચન

સ્વામી કહે છે કે હે સંતો ભગવાનની સેવાનો માર્ગ-ભક્તિનો માર્ગ ક્યારેય મેલવો નહિ. ભગવાનની સાચી ભક્તિ વિના ભવ-ઉદ્ધવ જન્મ-મૃત્યુનો ઉચ્ચાટ દૂર થતો નથી. કોઈ તપશ્ચર્યા કરીને દેવતાઓ કે તેથી મોટા રાજ્ય પ્રાપ્ત કરી લે તો પણ તેનો એક દિવસ નાશ થઈ જાય છે ત્યારે અચળ પ્રાપ્તિ ક્યાં રહી? માટે ભગવાનની ભક્તિ શીરને સાટે કરવી તેનાથી તે તમામ દૂર થઈને પરમાત્માની અવિચળ પ્રાપ્તિ થાય છે. ભક્તિ કે મહારાજની સેવા કરતા થાકી જાય છે અર્થાત્ કંટાળીને બીજો માર્ગ પકડી લે છે ને વળી પોતાને હોંશિયાર માને છે એવી હોંશિયારી અને એવું ડહાપણને દૂર જઈને જમીનમાં ઘટી દો. એવું ડહાપણની ભગવાનના ભક્તને કોઈ જરૂર નથી એને તો ભગવાનની સાચી સેવા-ભક્તિ કરીને ભગવાનના ચરણોમાં અભયપદ પામવું છે.