ભક્તિનિધિ – ૫દ ૦૬

રાગ:- બિહાગડો

હજૂર રહિયે હાથ જોડી રે હરિશું હજુર, બીજાં સર્વેની સાથેથી ત્રોડી રે; હરિશું૦ ટેક

લોક પરલોકનાં સુખ સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી ।

મરિચી જળ જેવાં માની લેવાં, તેમાં ખોવી નહિ ખરી મોડી રે; હરિશું૦ ||૧||

રૂડો રોકડો દોકડો દોપ્ય આવે, નાવે કામ સ્વપ્નની ક્રોડી ।

તેમ પ્રગટ વિના જે પ્રતીતિ, તેતો ગદ્ધુ માન્યું કરી ઘોડી રે; હરિશું૦ ।।૩।।

વિવેચન

ભગવાનની સેવા કરવા હાથ જોડીને નમ્રતા પૂર્વક ગર્જવાન થઈને હજુર રહેવું જોઈએ અર્થાત્ અદના સેવક થઈને રહેવું જોઈએ તે પણ ભગવાનની સેવામાં વિઘ્ન ન આવે અને અદલ પણે થાય તે માટે ભગવાનના સંબંધ રહિત અન્ય સંબંધ તોડીને સેવામાં રહેવું જોઈએ. બીજા સંબંધ રહિત, અન્ય સંબંધ તોડીને સેવામાં રહેવું જોઈએ. બીજા સંબંધો જાળવતા ભગવાનની સેવામાં જરૂર ખામી આવશે. માટે એવા સંબંધો દૂર કરીને રહેવું આ લોક પરલોક સ્વર્ગાદિકના ઉત્તમ સુખ સાંભળી કે જોઈને તેમાં ઘોડવું નહિ તો ભગવાન કે સંત-ભક્તની સેવા છુટી જશે. પેલા તો જાંજવાના જળ જેવા હોય છે. તે ભગવાનની નિષ્કામ સેવા વિના જીવની આંતર તૃષ્ણા દૂર કરે તેવા નથી. માટે તેમાં સમય અને શક્તિ ખોય ન નાખવા. હિરાની આંખ્ય સાંભળીને તેની સુંદરતા(ડેકોરેટીવ) સાંભળી કે જોઈને પોતાની ચામડાની આંખ ફોડી ન નાખવી આ ભલે હીરાની નથી. તો પણ સુખદાયી આ જ છે હિીરાની ભલે સાંભળવામાં લોભામણી હોય પણ તેને આંખની જગ્યાએ લટકાવતા દર્શન સુખ ન આવે ઉલ્ટી દૂખરૂપ બને તેમ પ્રત્યક્ષ ભગવાન અને તેના સાચા સંત-ભક્તની નિષ્કામ સેવા તેને મુકીને બીજી વસ્તુમાં લલચાવું તે દૃષ્ટાંત દીધા જેવું છે. તેમની નિષ્કામ સેવાથીશ્રેષ્ઠ જીવના કલ્યાણ માટે બીજી કોઈ વસ્તુ નથી. રોકડો રૂપિયો તુરત કામમાં આવે છે પણ સ્વપનામાં

કરોડ રૂપિયા પ્રાપ્ત થઈ જાય તો જાગ્યા પછી તેનાથી ૫૦૦ ગ્રામ શાકભાજી આવે નહિ. ખાલી સ્વપ્નમાં રાજી થવા જેવું છે કામનું નથી. તેમ પ્રગટ ભગવાન અને તેની નિષ્કામ સેવા તે વિના તો બીજા ઉપાયો તો ઘોડાની ખોટ્યમાં ગધેડાને ઘોડું માની લઈને ઘોડાનું સુખ લેવા જેવું ગણાય. પ્રત્યક્ષ ભગવાન અથવા પ્રત્યક્ષ સંત- ભક્ત તેમની સેવા ભલે થોડી જણાતી હોય, અર્થ રહિત દેખાતી હોય તો પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તે ભવસિંધુ તરવા મોટી હોડી છે વહાણ છે તે ભવસાગર પાર ઉતારી દે તેવી છે.