ભક્તિનિધિ – પદ ૦૪

રાગ:- આશાવરી

સંતો સમે સેવી લિયો સ્વામી, જેને ભજતાં રહે નહિ ખામી રે; સંતો૦ | ટેક-

મટે ખોટ્ય મોટી માથેથી, કોટિક ટળિયે કામી છે ।

પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામી રે; સંતો૦ ।।૧।।

અણુ એક એથી નથી અજાણ્યું, જાણો એ છે અંતરજામી ।

તેને તજીને જે ભજે બીજાને, તે તો કે’વાયે લુણ હરામી રે; સંતો૦ ||૩||

વિવેચન

સદ્. નિષ્કુળાનંદ સ્વામી ખાસ કરીને સંતોને મુમુક્ષુઓને કહે છે કે હે સંતો યોગ્ય તક મળે ત્યારે જરૂર મહારાજની કે ભગવાનના સાચા ભક્તોની સમયની સેવા કરી લેવી એવું કરવાથી તે સાધકને આ લોક પરલોકમાં કોઈ ખામી રહેશે નહિ. અનંત જન્મનું માથે મેણુ છે, ખોટ્ય છે તે દૂર થાય છે કોટિક વાર આ સંસારમાં ભટક્યા છીએ તે કામના દૂર થાય છે અનંત ધામના ધામી-પ્રરબ્રહ્મ- પુરૂષોત્તમ નારાયણ મળે ત્યારે સર્વ કામનાઓ દૂર થાય છે પુરી થાય છે. જે પરમાત્માની વેદ-ઉપનિષદ-પુરાણો સ્તુતિ કરી રહ્યા છે. શીવ બ્રહ્માદિ બ્રહ્માંડના અધિપતિઓ જેની આગળ હાથ જોડીને હજુર રહે છે એવા મહારાજ સર્વે નામના નામી જોડીને હજુર રહે છે એવા મહારાજ સર્વે નામના નામી અને ધામના ધામી આજ મનુષ્યાકારે પ્રત્યક્ષ મળ્યા છે માટે તેમની સેવા કરી લો. તે અંતરયામી પોતે છે તેનાથી અણુપણ અજાણ્યું નથી તે તમામ જાણે છે એવા મહારાજને મુકીને બીજાને ભજવા તે લુણ હરામી પણ ગણાય. તેના દર્શન, સ્પર્શ જે પ્રાણી કરે છે તેના અનંત ભવના પાપ નાશ થઈ જાય છે. તેને પરમાનંદ પ્રાપ્ત થાય છે એવા મહારાજની અનન્ય ભાવથી સેવા કરી લેવી.