ભક્તિનિધિ – ૫દ ૦૨

રાગ:- આશાવરી

સંતો જુવો મનમાં વિચારી, સાચી ભક્તિ સદા સુખકારી રે; સંતો૦ ટેક

વણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહિ અન્ન વારી ।

નહિ પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી જો ખુવારી રે; સંતો૦ ।।૨।।

ભક્તિ વિના ભવપાર ન આવે, સમજો એ વાત છે સારી ।

નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, ભક્તિનિધિ અતિ ભારી રે; સંતો૦ ।।૪।।

વિવેચન

સ્વામી કહે છે સાચી ભક્તિ સદા સુખ આપનારી થાય છે. દેખા દેખી કે દંભ કપટથી દેખાડવા આ સંસારમાં ખુબ જ ભક્તિ થાય છે તે તો જેમ ડોક્ટરના બતાવ્યા વિના સીધી બજારમાંથી ઉંચી કિંમતની દવા લઈને ખાઈ લેવું તેવું છે મોટે ભાગે તે જલ્દી મોતને ઘાટ ઉતારે છે ઊંચી કિંમત જેટલી હોય તેટલો દવા ફાયદો કરે તેવું હોતું નથી. ડોક્ટરના નિદાનથી દીધેલ હોવી જોઈએ. કોઈને પૂછ્યા વિના રસ્તો જોઈને જ ખાલી ચાલવા લાગી જાય છે પણ જે રસ્તો ઉજ્જડ- વેરાન છે અન્ન જળ મળવાનું નથી એવા રસ્તામાં ગયા પછી આવવાનું પણ જોખમ થઈ જાય છે તેમ ભોમિયાનું માર્ગદર્શન લીધા વિના કરવાથી પછી પાછુ પણ સાચા માર્ગ અવાતું નથી ને જીવનું જોખમ થઈ જાય છે ઉપર બતાવી તેવી અનેક ભૂલવણી આ ભવમાં છે આ જગતના જીવતો રઘવાયા છે પણ મુમુક્ષુ સાધકો પણ પોતાની શ્રધ્ધાના કેફમાં રઘવાયા થઈને ફરતા હોય છે ને જ્યાં ત્યાં ઊધા માર્ગે દોટુ દેતા ફરે છે ત્યારે સ્વામી કહે છે કે જ્યાં ત્યાં સલવાય જઈને જનમ હારી જાય છે જ્યારે ખબર પડે છે ત્યારે સમય ચાલ્યો ગયો હોય છે. સ્વામી કહે ભક્તિમાં પણ જો સાવધાની ન રાખે તો આવું થાય છે. માટે સ્વામી કહે છે સાચી ભક્તિ વિના પાર ન આવે અને સાચી ભક્તિ પ્રાપ્તિ થઈ તો એના જેવો કોઈ ખજાને નથી.