Posts Written BySwaminarayan Chintan

પ્રતિપાદિત વિષયઃ ભગવાનનું સ્વરૂપ સમજવું. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાનમાં માયિક ભાવ બિલકુલ છે જ નહિ. ર. ભગવાન જે બતાવે છે તે જેમ નટ ખેલમાં બતાવે છે તેમ છે. ભગવાન તો પરમ શુદ્ધ છે એમ માનવું. વિવેચન :– આ વચનામૃત નટની માયાનું વચનામૃત છે. જેમ નટવિદ્યાવાળો હોય તે રાજા સામે ખેલ…

પ્રતિપાદિત વિષય સ્વરૂપ નિષ્ઠા. મુખ્ય મુદ્દો         ૧.ભગવત્‌સ્વરૂપની પાકી નિષ્ઠા કલ્યાણનું બીજ છે. વિવેચન :– આ વચનામૃત સ્વરૂપનિષ્ઠાનું છે. સ્વરૂપ શબ્દથી મહારાજનું તાત્પર્ય ભગવાનની મૂર્તિ છે. ભગવાનનું સ્વરૂપ સદા સનાતન દિવ્ય સાકાર મૂર્તિ સ્વરૂપ છે. ભગવાનનું એવું અકળ અને અમાપ વ્યક્તિત્વ છે કે તેનાં અનેક પાસાંઓ છે.…

અન્ય દેવતાઓની ઉપાસનાનો વિષય कामैस्तैस्तैर्हृतज्ञाना: प्रपद्यन्तेऽन्यदेवता:।तं तं नियममास्थाय प्रकृत्या नियता: स्वया।।२०।। અર્થ : અને બીજાઓ તો તે તે કામનાઓથી હરાઈ ગયું છે જ્ઞાન જેમનું એવા હોવાથી, પોત પોતાની પ્રકૃતિ-સ્વભાવને વશ થઈને, તે તે માર્ગમાં રહેલા નિયમોને આશરીને બીજા ઈન્દ્રાદિક દેવોને શરણે જાય છે. ।।૨૦।। कामैस्तैस्तैर्हृतज्ञाना: આજ અધ્યાયના પંદરમાં શ્લોકમાં વર્ણવાયેલા…

પ્રતિપાદિત વિષયઃ …… યજ્ઞનું લક્ષણ. મુખ્ય મુદ્દાઃ ૧.ઈન્દ્રિયોના લૌકિક આહારનો ત્યાગ કરવાથી જીવમાં વિકૃતિ નાશ કરવાની શક્તિ આવે છે. ર.યજ્ઞરહિતનું કલ્યાણ થતું નથી. વિવેચન :– મહારાજે આ વચનામૃતમાં એકાદશીની ઉત્પત્તિની પુરાણની કથા કહી છે. પૂર્વે નાડીજંઘનો દીકરો મુરદાનવ તેણે તપ કરી બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે હું તમારી સૃષ્ટિમાં કોઈથી…

પ્રતિપાદિત વિષયઃ ઉપાસનાની દૃઢતા કરવી. મુખ્ય મુદ્દાઃ ૧. શ્રીકૃષ્ણ ભગવાને દરેક મૂર્તિનો ભાવ પોતામાં બતાવ્યો માટે સર્વ અવતારોમાં કૃષ્ણાવતાર શ્રેષ્ઠ છે. ર. શ્રીજી મહારાજે કૃષ્ણાવતારના પણ સર્વ ભાવો પોતાની મૂર્તિમાં બતાવ્યા તે ઉપરાંત પણ એવા ભાવો બતાવ્યા જે તે અવતારમાં નથી બતાવ્યા માટે મહારાજ અવતારોના અવતારી છે એમ માનીને ભજવા.…

પ્રતિપાદિત વિષયઃ કુસંગ એ સ્વભાવનુ રક્ષણ પોષણ કરનારું પરિબળ છે. મુખ્ય મુદ્દાઃ ૧. સાચા સંતમાં અશ્રદ્ધા અને કુસંગમાં શ્રદ્ધાવાળું હૃદય એ જીવનની નબળાઈઓને પાંગરવાની ઉત્તમ ભૂમિકા છે. ર. કુસંગની રેલ, યુવાની ઉંમર, નબળાઈના બીજ વાવે છે. જીવની મૂર્ખતા એ નબળાઈઓનું રક્ષણ કરે છે, સંતના અવગુણ તેમાં ખાતરરૂપ બને છે અને…

પ્રતિપાદિત વિષયઃ ઈન્દ્રિયો અને મન જીતવાનાં સાધનો. નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ. ભક્તિમાં આવતાં વિધ્નો નાશ તથા જાનકીજીના જેવી સમજણ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન અને તેના ભક્તમાં આત્મબુદ્ધિથી નિર્વિકલ્પ સમાધિ જેવી વિના સમાધિએ શાંતિ તથા નિર્વિધ્નપણું આવે છે.ર.સીતાજીના જેવી સમજણ શ્રેષ્ઠ છે.                 વિવેચન :– આ…

પ્રતિપાદિત વિષયઃ કયે ઠેકાણે માન રાખવું સારું તથા કયે ઠેકાણે નિર્માની થવું સારું. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાન ને ભગવાનના ભક્ત આગળ માન રાખવું સારું નથી. તેમની આગળ નિર્માની થવું સારું.ર. સત્સંગનો દ્રોહી હોય ને ભગવાનને મોટા સંતનું ઘસાતું બોલતો હોય ત્યાં માન રાખવું સારું. ત્યાં નિર્માની ન થવું. વિવેચન :–…

પ્રતિપાદિત વિષયઃ આધ્યાત્મિક દરિદ્રતા. મુખ્ય મુદ્દાઃ ૧.વૈરાગ્યની ખામી હોય તો દોષો–વિકૃતિઓ દૂર થતા નથી.ર.વૈરાગ્યના અભાવમાં પણ સંત અથવા ભગવાનની કૃપા થાય તો દોષ દૂર થાય. વિવેચન :– આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે…

પ્રતિપાદિત વિષયઃ મુક્તના ભેદ. મુખ્ય મુદ્દાઃ ૧. મુક્તભાવમાં મુખ્ય કારણ ભગવાનમાં કયા ભાવથી કેટલો જોડાયો છે તે છે. ર. મુક્તભાવમાં ન્યૂનતાનું કારણ માયા અને માયિક ભાવો સાથે કેટલો ઊંડાણથી જોડાયો છે તે છે. વિવેચન :– આ વચનામૃત મુક્તના ભેદનું વચનામૃત છે. ભગવાનના ભક્ત મુક્ત બધા જ સરખા કેમ નથી ?…

પ્રતિપાદિત વિષયઃ નિશ્ચયની દૃઢતા કરવી. મુખ્ય મુદ્દાઃ ૧. ભગવાનનું પરસ્વરૂપ તથા અવતાર સમયે મનુષ્ય સ્વરૂપ તે બન્નેની રીતને યથાર્થ પણે જાણવી. ર. મનુષ્ય સ્વરૂપમાં પરસ્વરૂપનું અનુસંધાન કરવું. વિવેચન :– આ વચનામૃત નિશ્ચયની દૃઢતા કરવાનું છે. વચનામૃતમાં મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે. જે પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને…

પ્રતિપાદિત વિષયઃ નરનારાયણ ભગવાન ભક્તને અર્થે તપ કરે છે. મુખ્ય મુદ્દાઃ ૧. જે પરમાત્માની સાચી આરાધના કરવા તત્પર થાય છે તેને ભગવાનની તપશ્ચર્યાનો ફાયદો મળે છે. ર. ભગવાનને પ્રતાપે ભક્તની સાધના પૂર્ણ કક્ષાએ પહોંચે છે. વિવેચન :– શ્રી નરનારાયણ ૠષિના તપનું આ વચનામૃત છે. પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે…

પ્રતિપાદિત વિષયઃ જે પોતાના કલ્યાણમાં ઉપયોગી થાય તે જ સાચી બુદ્ધિ કહેવાય તથા નિર્ગુણપણે ભગવાનમાં હેત કરવું. મુખ્ય મુદ્દાઃ ૧. ઝાઝી બુદ્ધિ હોય પણ ભગવાન કે તેમના ભક્તનો અવગુણ લે તો તે કલ્યાણના માર્ગમાં ઉપયોગ ન થયો ગણાય.ર. થોડી બુદ્ધિ હોય પણ પોતાનો અવગુણ ને ભગવાન અને તેમના ભક્તોનો ગુણ…

આસુરી સ્વભાવનાં માણસોની નિંદા અને ભગવદ્ભક્તોની પ્રશંસા त्रिभिर्गुणमयैर्भावैरेभि: सर्वमिदं जगत्‌।मोहितं नाभिजानाति मामेभ्य: परमव्ययम्‌।।१३।। અર્થ : આ કહ્યા એવા સાત્ત્વિક, રાજસ અને તામસ એ ત્રણ ગુણમય ભાવોથી-પદાર્થોથી મોહ પામેલું આ સઘળું જગત્‌, એ માયાના કાર્યથી પર રહેલા અવિનાશી સ્વરૂપ એવા મને જાણતું-ઓળખતું નથી. ।।૧૩।। त्रिभिर्गुणमयै: જે મનુષ્ય, કારણ સ્વરૂપમાં ભગવાન રહ્યા…

પ્રતિપાદિત વિષયઃ શ્રેષ્ઠ ભક્તિ. મુખ્ય મુદ્દાઃ ૧. આત્મનિષ્ઠા ને વૈરાગ્યયુક્ત ભક્તિ શ્રેષ્ઠ છે. ર. ગોપીઓની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. ૩. ગોપીઓમાં મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવા ત્રણ પ્રકાર છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજે સંતોને પ્રશ્ન પૂછયો છે. બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે…

પ્રતિપાદિત વિષયઃ સાંખ્ય અને યોગનું રહસ્ય(સિદ્ધાંતો). મુખ્ય મુદ્દાઃ ૧. સાંખ્યમત : માયિક ચોવીસ તત્ત્વોથી પર થયા વિના મુક્ત ન થવાય.ર. યોગ મત : ઈન્દ્રિય અંતઃકરણને સંપૂર્ણ પરમાત્મામાં સંયમ કર્યા વિના મુક્ત ન થવાય. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની…

પ્રતિપાદિત વિષયઃ પ્રમાદ તથા સ્થૂળ–સૂક્ષ્મ દેહનાં કર્મ. મુખ્ય મુદ્દાઃ ૧. જે કરવાનું હોય તે ન થાય અને ન કરવાનું હોય તે કરાય તેને પ્રમાદ કહેવાય છે. ર. જેને પતિવ્રતાની ભક્તિ કરવી તેને પ્રમાદનો ત્યાગ કરવો. ૩. સ્થૂળ દેહ જેટલું જ સૂક્ષ્મ દેહનું પણ કર્મ લાગે છે. વિવેચન :– આ વચનામૃતમાં…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનને વિષે પતિવ્રતાપણું અને ભક્તનો પક્ષ. મુખ્ય મદ્દાઃ ૧.ભગવાનને વિષે પતિવ્રતાપણું અને ભક્તનો પક્ષ.ર.ભગવાનના ભક્તને ભગવાન તથા ભકત પ્રત્યે પક્ષવાળી દૃષ્ટિ જોઈએ. વિવેચન :– આ વચનામૃત મહારાજની નિષ્ઠા અને સત્સંગની દૃઢતા કરાવનારું છે. મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત હોય તેણે એક તો શ્રીજી મહારાજને વિષે એટલે કે…

પ્રતિપાદિત વિષયઃ કામાદિકનું બીજ બળી ગયાનું સાધન. મુખ્ય મુદ્દાઃ ૧.વિષય અને કામાદિક પ્રત્યે દોષોની તથા વૈરબુદ્ધિની શેડય જીવમાં ઉતારવી. ર.એવી સમજણ હોય તો પણ નબળા દેશકાળ ન સેવવા. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછયો છે. રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધ અને લોભની ઉત્પત્તિ થાય…

પ્રતિપાદિત વિષયઃ વૃંદાવન અને કાશીનો મહા પ્રલયમાં પણ નાશ થતો નથી. મુખ્ય મુદ્દાઃ ૧.વૃંદાવન અને કાશી પવિત્ર ભૂમિ જરૂર છે પણ તેને અવિનાશી ન ગણી શકાય.ર.તે તીર્થભૂમિ અધ્યાત્મ સાધનામાં જરૂર મદદરૂપ થાય.૩.તીર્થભૂમિનો આજીવિકામાં ઉપયોગ ન કરવો જોઈએ. વિવેચન :– મહારાજ પાસે માધ્વી સંપ્રદાયનો એક બ્રાહ્મણ આવ્યો. તેને મહારાજે પ્રશ્ન પૂછયો…

પ્રતિપાદિત વિષયઃ ભગવાનના સુખની ઓળખાણ. મુખ્ય મુદ્દાઃ ૧.ભગવાન અને સંતની જે જીવને ઓળખાણ થાય તેનો વિવેક જાગ્રત થાય છે અને તે ભગવાનનો ભક્ત બને છે. ર.ભગવાન અને સંત મળ્યા પછી માયિક ભોગ, સુખને ઈચ્છે તે નરકના કીડા સમાન છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ ભક્તો પ્રત્યે કૃપા કરીને બોલ્યા છે…