Posts Written BySwaminarayan Chintan

પ્રતિપાદિત વિષય :સાચી રસિકતા કઈ ?મુખ્ય મુદ્દા:૧. રસિક ભકતને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તે મોટી ખોટ્ય છે.ર. પરમાત્મામા રસિકતા જણાય તે જ સાચા અર્થમાં મોક્ષ પ્રદાન કરનારી રસિકતા છે.૩. પરમાત્મામાં પણ રસિકતા હોય અને જગતના વિષયોમાં પણ રસિકતા હોય તે રસિકતા ખોટી છે.વિવેચન :–આ વચનામૃત…

પ્રતિપાદિત વિષય : સ્વધર્મે સહિત ભક્તિ કરવા છતાં પૂર્ણકામપણું મનાતું નથી. મુખ્ય મુદ્દા : ૧. આત્મનિષ્ઠા વિના અધ્યાત્મ ખામીઓ જલ્દી દૂર થતી નથી. ર. ભગવાનના મહિમા વિના પૂર્ણકામપણું આવતું નથી. વિવેચન :– પ્રસ્તુત વચનામૃતમાં મહારાજ કહે છે કે સ્વધર્મે યુકત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિષે પોતાનું યથાર્થ પૂર્ણકામપણું…

પ્રતિપાદિત વિષય : જ્ઞાને કરીને સ્થિતિનું પ્રતિપાદન. મુખ્ય મુદ્દા : ૧. ભગવાનનો મહિમા સમજવાથી અંતરના દોષોની નિવૃત્તિ થાય છે. ર. ભગવાનને નિર્દોષ સમજવાથી પણ અંતરના દોષોની નિવૃત્તિ થાય છે. વિવેચન :– મહારાજ કહે છે કે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે ?…

પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની રીતિ મુખ્ય મુદ્દો : દેહાત્મબુદ્ધિનો ત્યાગ કરીને આત્મભાવથી ભગવાનને ભજવા એ જ ભગવાનને ભજવાની સાચી, શ્રેષ્ઠ અને નિર્વિધ્ન રીતિ છે. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે વાસુદેવમાહાત્મ્ય નામે જે ગ્રથ છે તે અમને અતિશય પ્રિય છે. કેમજે ભગવાનના ભક્તને ભગવાનને…

પ્રતિપાદિત વિષય : વાજિંત્ર વજાડીને કીર્તન ગાનની સાથે ભગવાનની મૂર્તિની પણ સ્મૃતિ રાખવી. મુખ્ય મુદ્દો : સંગીત ભક્તિમાં મદદ થાય તેવું આયોજન કરવું. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઈત્યાદિક વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવાં તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું…

પ્રતિપાદિત વિષય : ભગવાનને અતિ પ્રસન્ન કરવાનો ઉપાય. મુખ્ય મુદ્દા : ૧. અક્ષર મુક્તની પંકિતમાં ભળવું છે તેવો નિર્ણય. ર. અખંડ ચિંતવન. ૩. જગત સંબંધ વિચ્છેદ. ૪. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તેને…

પ્રતિપાદિત વિષયઃ કયું અજ્ઞાન અતિશય મોટું છે ? અને મોટામા મોટો અજ્ઞાની કોણ ? મુખ્ય મુદ્દોઃ જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. વિવેચન :- અહી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે કે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે ? પ્રશ્ન થોડો વિચક્ષણ છે. અજ્ઞાની કોણ છે…

પ્રતિપાદિત વિષય : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત એ ચારેય ગુણને એકબીજાની અપેક્ષા છે. મુખ્ય મુદ્દો   એ ચારેય ગુણ સિદ્ધ કરવા. વિવેચન :- આ વચનામૃતમાં મહારાજ કહે છે કે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય તેણે એકલી આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય તથા સ્વધર્મ એમ એક એક ગુણથી કાર્ય સરતું નથી. ચારે…

પ્રતિપાદિત વિષય : ૧. પંચવિષયનો વિવેક. ર. સંગતિનો વિવેક. ૩. કોઈનો વાદ ન લેવો. ખાસ કરીને મહારાજની ક્રિયાનો વાદ ન લેવો. મુખ્ય મુદ્દા : ૧. મુક્તિમાં મુખ્ય કારણ શાસ્ત્રોક્ત આચરણ છે. ર. જે પંચવિષય બંધન કરે છે તેના તે જ જો વિવેકપૂર્વકને ભગવાનના સંબંધયુક્ત થાય તો મુક્ત કરનારા બને છે.…

પ્રતિપાદિત વિષય : સત્સંગમાં રહેલ કુસંગને દૂર કરવો. મુખ્ય મુદ્દો : ભગવાનના મહિમાને ઓથે ભગવાનની પ્રસન્નતાના સાધનોનો મહિમા ઘટવો ન જોઈએ. તેનો ઘાત થવો ન જોઈએ. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કહે છે કે સત્સંગમાં કુસંગ નભ્યો જાય છે તેને આજે કાઢવો છે. તે સત્સંગમાં કુસંગ તે શું ? તો…

પ્રતિપાદિત વિષય : ભગવાનના ભક્તને સત્‌–અસત્‌નો વિવેક. મુખ્ય મુદ્દા : ૧. પોતાના અવગુણનો ઓળખીને ત્યાગ કરી દેવો. ર. સંતના પોતાના સાચા આત્મસ્વરૂપનું ભાન કરવું. વિવેચન :– આ વચનામૃતમાં સત્‌–અસત્‌ના વિવેકની ચર્ચા કરી છે. વચ.ગ.પ્ર. ૬મા હિતાહિતના વિવેકની વાત કરી છે. હિતાહિતનો વિવેક તો જ જાળવી શકાય જો વસ્તુની સાચી ઓળખાણ…

પ્રતિપાદિત વિષય : જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તેનાં લક્ષણો. મુખ્ય મુદ્દો : જેના હૃદયમાં સાચી ભક્તિ હોય અથવા એકાંતિકતા હોય તેના લક્ષણો. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ”…ભગવાન તથા સંત તે મને જે જે વચન…

પ્રતિપાદિત વિષય : ૧.મહારાજે કહેલી વિશિષ્ટ પરિસ્થિતિમાં કોણ શ્રેષ્ઠ ? ત્યાગાશ્રમી કે ગૃહસ્થાશ્રમી ભકત. ર. અંતે યા મતિઃ સા ગતિઃ શ્રુતિનો આપણે ગ્રહણ કરવા યોગ્ય અર્થ શું છે ? મુખ્ય મુદ્દા : ૧. ગૃહસ્થની પ્રતિકૂળતાઓ તેને ભગવાનને માર્ગે જવામાં મદદરૂપ થઈ શકે છે. ર. ત્યાગાશ્રમીને વિશેષ અનુકૂળતાઓ ભગવાનને માર્ગે જવામાં…

પ્રતિપાદિત વિષય : દરેક દેહમાં ભિન્ન ભિન્ન જીવ રહેલો છે. મુખ્ય મુદ્દો : સંબંધીઓમાં ૠણાનુબંધ મુખ્ય છે. તેથી વધુ દુઃખિત થઈ ન જવું. વિવેચન :– આ વચનામૃતમાં સદ્‌. શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે અનેક દેહોમાં એક જ જીવ છે કે જેટલા દેહ છે તેટલા અલગ અલગ…

પ્રતિપાદિત વિષય : વાસના તથા એકાંતિકના સ્વરૂપનું નિરૂપણ. મુખ્ય મુદ્દો : વિષય સંબંધી પ્રબળ ઈચ્છા થાય છે તેને વાસના કહેવાય ને ભગવાન મેળવવાની પ્રબળ ઈચ્છા જેને હોય તેને એકાંતિક ભક્ત કહેવાય. વિવેચન :– આ વચનામૃતમાં બ્રહ્માનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ, વાસનાનું શું રૂપ છે ? ત્યારે મહારાજ કહે કે…

પ્રતિપાદિત વિષય : કર્યા કૃત્યને ન જાણનાર કૃતઘ્ની તેનો સંગ ન કરવો મુખ્ય મુદ્દો : સેવકરામને કૃતઘ્ની જાણીને અમે તેના સંગનો ત્યાગ કર્યો. વિવેચન :- અહીં શ્રીજી મહારાજે પોતાની તીર્થયાત્રાનો એક પ્રસંગ વર્ણવ્યો છે. અયોધ્યા પ્રાંત તરફનો સેવકરામ નામે કોઈ સાધુ છે. તે મહારાજને તીર્થયાત્રામાં ભેળો થયેલો છે. તે સાધુ…

પ્રતિપાદિત વિષય : પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયથી અને ભક્તિ, દર્શન વગેરેથી પૂર્ણકામપણાની પ્રાપ્તિ થાય છે. મુખ્ય મુદ્દો : ભગવાનના ભક્તને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ. વિવેચન :– આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય અને દર્શન કરતો હોય પણ જે…

પ્રતિપાદિત વિષય : ઈન્દ્રિય અંતઃકરણને ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખવા. મુખ્ય મુદ્દો : ભગવાન અને ભગવાનના ભકતોની સેવામાં રાખે તો ઈન્દ્રિય અંતઃકરણની શુદ્ધિ થાય છે અને વિષયમાં રાખે તો અશુદ્ધિ થાય છે. વિવેચન :– શ્રીજી મહારાજે કહ્યું કે ઈન્દ્રિયોની ક્રિયાને ભગવાન કે ભગવાનના ભક્તની સેવામાં રાખે તો અંતઃકરણ શુદ્ધ…

પ્રતિપાદિત વિષય : જીવ અને ઈશ્વરનું અન્વય વ્યતિરેકપણું. મુખ્ય મુદ્દા : ૧. અનાદિ ભેદ પાંચ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. ર. તત્ત્વ ત્રણ છે. જીવ, ઈશ્વર અને માયા. વિવેચન :– આ વચનામૃતમાં મહારાજ કૃપા કરી બતાવે છે કે શાસ્ત્રમાં જયાં જયાં અધ્યાત્મ વાર્તા આવે છે તે સમજાતી નથી…

પ્રતિપાદિત વિષય : મુમુક્ષુઓને હિત અહિતનો વિવેક. મુખ્ય મુદ્દો : સત્સંગમાં જે વિવેકી છે તે પોતાને વિષે અવગુણને દેખે છે અને ભગવાનના ભકતને વિષે ગુણને દેખે છે. વિવેચન :– વિવેક શબ્દ ‘વિચિર્‌પૃથક્‌ભાવે’ એ અર્થમા વિચ્‌ ધાતુ ઉપરથી બનેલો છે અને તેનો અર્થ થાય છે વિભાગીકરણ. જે વિભાગીકરણ કરી આપે તેને…

પ્રતિપાદિત વિષય : ધ્યાન કરવાનો આગ્રહ રાખવો. મુખ્ય મુદ્દો : ધ્યાનમાં મૂર્તિ ન દેખાય તો પણ કાયર ન થવું અને ધ્યાનને મૂકી દેવું નહિ. વિવેચન :– અહીં શ્રીજી મહારાજ કહે છે કે રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું. આ વસ્તુ ઘણી વખત વિવાદનો વિષય બની જતી હોય…